Last Update : 05-October-2012, Friday

 

લતા-રફી વિવાદ

 

અંગ્રેજીમાં ‘બોલ્ટ ફ્રોમ ધ બ્લુ’ અને ગુજરાતીમાં ‘ભોંમાંથી ભાલા’ની જેમ લતા મંગેશકર અને મહંમદ રફી પરિવાર વચ્ચેનો વિવાદ ઓચંિતો ફાટી નીકળ્યો. લતા મંગેશકરે એક અખબારી મુલાકાતમાં વાતવાતમાં કહી દીઘું કે એમને મહંમદ રફી સાથે મતભેદ થયા પછી બન્ને જણે સાથે ગાવાનું બંધ કર્યું. સંગીતકાર જયકિશનની સમજાવટથી રફીએ માફી માગી ત્યાર પછી જ બન્નેનાં યુગલગીત ફરી શરૂ થઇ શક્યાં.
લતા-રફી વચ્ચેનો મતભેદ અને તેમના અબોલા ફિલ્મસંગીતના ઇતિહાસની જાણીતી ઘટના છે. લતા મંગેશકર તેનો અછડતો ઉલ્લેખ કરે તો એમાં કશું ખાટુંમોળું થઇ જતું નથી. પરંતુ તેમણે જે રીતે રફીની લેખિત માફીનો ઉલ્લેખ કર્યો, તે સાચો હોય તો પણ શોભાસ્પદ નથી. ધારો કે મહંમદ રફીએ ખરેખર લેખિત માફી માગી હોય તો પણ, આ તબક્કે રફી હયાત નથી અને લતા પણ એંસી વટાવી ચૂક્યાં છે ત્યારે, તેમણે આ વાત વધારે સલુકાઇથી મૂકવી ઘટે. ‘ભારતરત્ન’થી સન્માનિત ગાયિકા લતા મંગેશકરે હવે પોતાના મહિમામંડન માટે કશું કરવાનું ન હોય. રફી જેવા મહાન સમકાલીન કલાકારની માફીનો ઉલ્લેખ તો નહીં જ- અને આ તો એમ ધારીને કે રફીએ ખરેખર માફી માગી હોય તો.
મહંમદ રફી અને લતા મંગેશકરની કારકિર્દી લગભગ સમાંતરે શરૂ થઇ. રફી પોતાના સમકાલીન તલત મહેમુદ, મુકેશ, કિશોરકુમાર, હેમંતકુમાર, મન્ના ડે જેવા સમકાલીન ગાયકોની તકો રુંઘ્યા વિના કે સંગીતકારો પર પોતાની વગ વાપરીને તેમનાં ગીતો પડાવી લીધા વિના, કેવળ પોતાની ગાયકીના બળે ટોચના સ્થાને રહ્યા. એ જ અરસામાં આશા ભોસલે, સુમન કલ્યાણપુર, ગીતા દત્ત, મુબારક બેગમ જેવી ગાયિકાઓને કચવાટ રહે એ રીતે લતા મંગેશકરનું એકચક્રી શાસન સ્થપાયું.
શાસ્ત્રીય સજ્જતા અને બેનમૂન મઘુરતા ધરાવતાં લતા મંગેશકર મોટા ભાગના શીર્ષસ્થ સંગીતકારોની પસંદ અને નબળાઇ બન્યાં. નબળાઇ એટલા માટે કે મોટા ભાગના સંગીતકારો લતા મંગેશકરથી પૂરેપૂરા પ્રભાવિત હોવા છતાં, એટલા વૈવિઘ્યપ્રેમી તો હતા જ કે તે બીજી ગાયિકાઓ પાસે પણ ગીતો ગવડાવે- તેમના માટે ગીતો બનાવે. પરંતુ લતા મંગેશકરની હાજરીમાં એ શક્ય ન હતું. એ બાબતે લતા મંગેશકર પર સાચાખોટા ઘણા આરોપ થયા છે. તક મળી હોત તો બીજી કોઇ ગાયિકા લતા મંગેશકરનું સ્થાન લઇ શકી હોત કે નહીં, એ મુદ્દો નથી.
લતા મંગેશકર એકમેવ અને અદ્વિતીય છે. પરંતુ હકીકત એ છે કે આ જ બન્ને વિશેષણો ગીતા દત્ત કે આશા ભોસલે કે બીજી કોઇ પણ ઉત્તમ ગાયિકા માટે વાપરી શકાય. મુદ્દો એ જ છે કે પાર્શ્વગાયન ક્ષેત્રે જેમ સરળ સ્વભાવના રફીને બીજા ગાયકોની તકો છીનવવાની જરૂર ન પડી અને તેમના હોવા છતાં, રફી ટોચનું સ્થાન ભોગવી શક્યા, એવું વૈવિઘ્ય ગાયિકાઓના મામલે શક્ય બન્યું નહીં. જે કોઇ ગાયિકાઓને જેટલી પણ તક મળી તે લતા મંગેશકરના લીધે નહીં, તેમના હોવા છતાં અથવા સંગીતકાર સાથેના તેમના વિખવાદને કારણે મળી. રફીએ છેક પચાસના દાયકામાં મહેન્દ્ર કપુરને તેમના શિષ્ય તરીકે કબૂલ રાખ્યા અને શરૂઆતનાં ઘણાં ગીતોમાં મહેન્દ્ર કપુર રફીની થોડી નજીક પહોંચવાની ક્ષમતા બતાવી શક્યા હતા. રફી તેનાથી વિચલિત થયા હોય એવું ક્યારેય જણાયું નથી. બીજી તરફ, સુમન કલ્યાણપુર જેવાં અવાજનું સામ્ય ધરાવતાં ગાયિકા તો ઠીક, મુબારક બેગમ અને પછીનાં વર્ષોમાં શારદા જેવાં સાવ જુદો અવાજ ધરાવતાં ગાયિકાઓ માટે અને સગી બહેન આશા ભોસલે માટે પણ લતા મંગેશકરે મનની મોટાઇ દાખવી હોય એવું બહુ જાણવા મળતું નથી.
રફીના મૃત્યુનાં આટલા વર્ષે રફીની લેખિત માફી અંગેની લતા મંગેશકરની ટીપ્પણી તેમના અત્યાર લગીના ઇતિહાસમાં ઉમેરો કરનારી છે. સાથોસાથ, એ પણ કહેવું પડે કે મહંમદ રફીના પુત્રે તેમના પિતાની આબરૂની બહુ ચંિતા કરવાની જરૂર નથી. તેમને પુત્રસહજ દુઃખ થાય એ સમજી શકાય એવું છે, પણ ગાયક અને સરળ માણસ તરીકે મહંમદ રફીની શાખ એટલી મજબૂત છે કે લતા મંગેશકર જેવાં લતા મંગેશકરની આવી એકલદોકલ વાતને લીધે રફીની શાખમાંથી કાંકરી પણ ખરે એમ નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved