Last Update : 05-October-2012, Friday

 
હિન્દી સિનેમાની શતાબ્દી
- ઢીસુમ્‌ ઢીસુમ્‌ ઢીસુમ્‌ ઢીસુમ્‌ ઢીસુમ્‌ ઢીસુમ્‌
- હિન્દી સિનેમામાં મારામારીની ફિલ્મો
- હિન્દી સિનેમામાં મારામારીની લોકપ્રિયતા કેમ ?
- મનોરંજન એટલે મારામારી એવો પર્યાય થઈ ગયો છે
- જે કામ પહેલા નાદીયા અને જ્હોન કાઉસ કરતા એ કામ આજે સની દેઓલ અને સલમાનખાન કરે છે

કિસ્મત નામની એક ફિલ્મ આપણને આઝાદી મળી એ પહેલાં એટલે ૧૯૪૭ પહેલાં આવેલી એ ફિલ્મમાં વાર્તા અને દ્રશ્યો એવા હતા કે ઢીસુમ ઢીસુમ દ્રશ્યો થઈ શકે પણ એક પણ વખત નહીં !
એ જમાનો શુદ્ધ સામાજિક ફિલ્મોનો હતો... ઝુલા, કંગન, ચલ ચલ રે નવજવાન, ચંડીદાસ જેવી સામાજિક ફિલ્મો જ આવતી.
આજે મારામારીની જે ફિલ્મો આવે છે એવી ફિલ્મો હંટરવાલી, પંજાબમેલ, ફ્રન્ટીયર મેલ જેવી આવતી તેમાં નાદિયા અને જ્હોન કાવસની જોડી રહેતી જેમાં આજના સલમાનખાનથી માંડી અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, સુનિલ શેટ્ટી જેવા અભિનેતાઓ જે રીતે જમીન ઉપરથી ચોથા માળે અને ચોથા માળેથી જમન ઉપર ‘વોઇંગ ટક ઢીંગ’ કરીને કૂદી પડતા દેખાડવામાં આવે છે એવી રીતે નાદિયા અને જ્હોન કાવસને દેખાડવામાં આવતા. એવી ફિલ્મો છોકરાંઓ એટલે કે બાળકો અને જુવાનો જોતાં, ગૃહસ્થો કે મહિલાઓ એવી ફિલ્મ જોવા માટે જતા નહીં.
એ પછી ૧૯૭૦ના અરસામાં એક એવો ગાળો આવ્યો કે હિન્દી ફિલ્મ જગત મંદીમાં સપડાયું.
મારામારીની ફિલ્મો આવતી પણ એ મારામારી કેવી ? ફેટમબાજી. હજી કરાટે કે કુગફુની મારામારી નહોતી આવી. ફિલ્મની વાર્તા પણ લોકોને આકર્ષી શકતી નહોતી કે ટેકનિક પણ આકર્ષી શકતી નથી. મારામારી આવતી તો છેલ્લા સીન પૂરતી જ. બસ, પછી ખેલ ખતમ !
એમાં વળાંક આવ્યો ૧૯૭૩માં ‘ઝંઝીર’ ફિલ્મથી. એ ફિલ્મ જેમ અમિતાભ બચ્ચનની પડેલી કારકિર્દીને ઉંચી લાવનાર ફિલ્મ પુરવાર થઈ એમ પ્રેક્ષકોને મારામારીની ફિલ્મ ખેંચી શકે છે એ પણ પુરવાર થયું.
પ્રકાશ મેહરાની એ ફિલ્મમાં બાળક વિજય પોતાના માતાપિતાની કતલ થતી જુએ છે અને એનું વેર લેવાની યાદમાં એ મોટો થઈને એન્ગ્રી યંગમેન નીવડે છે.
બસ, પછી તો આ ટ્રેન્ડ શરુ થઈ ગયો. સંજીવ જેવો અભિનેતા કે જે શરીર અને પ્રકૃતિએ મારામારીને યોગ્ય ગણાય જ નહીં એને પણ મારામારી કરતો દેખાડવામાં આવ્યો. દરેક અભિનેતા માટે હાથપગના ગોટલા ચડેલું હોય એવું શરીર અનિવાર્ય થઈ ગયું. અભિનેતાઓ જે કદી જીમને જાણતા નહોતા એ જીમ કરવા લાગ્યા. ગોટલા ચઢેલ શરીર માટેની ખાસ દવાઓ લેવા માંડ્યા, અશોકકુમાર કે દિલીપકુમાર કે દેવઆનંદ કે રાજકપુર કે રાજેન્દ્રકુમાર કે મનોજકુમાર જેવા અભિનેતાઓ ન ચાલે એવા દિવસો આવ્યા.
૧૯૭૩થી શરુ થયેલો આ પ્રવાહ આપણી ફિલ્મોનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. ‘આઇટમ સોંગ’ ન હોય તો ચાલે પણ એક્શન તો જોઈએ જ. ઓડિયન્સને પણ સાધારણ એક્શન માફક નથી આવતું પણ ઉગ્ર એક્શન જ માફક આવે છે.
આ અંગેની સમાજશાસ્ત્રીય વ્યાખ્યા એવી છે કે, સાધારણ રીતે માનવી પોતે જે કરી શકતો નથી એ બીજો કરે અથવા બીજો કરતો હોય એ જોવા મળે એથી એને સંતોષ થાય છે. એને એમ લાગે છે કે પેલા ગુંડાને કે પેલા ભ્રષ્ટાચારીને કે પેલા કૌભાંડી પ્રધાનને ફિલ્મનો હીરો નહીં પણ પોતે જ ઢીસુમ્‌ ઢીસુમ્‌ કરે છે.
એવું કહેવાય છે અને સાચું પણ છે કે સમાજ જેવો છે એવું પ્રતિબંિબ ફિલ્મો પાડતી હોય છે.
૮૦- ૯૦ના ગાળામાં દેશમાં દાણચોરીની પ્રવૃત્તિએ માઝા મૂકેલી ત્યારે એવા જ પ્રકારની ફિલ્મો વઘુ આવતી. એ જ રીતે ભ્રષ્ટ પ્રધાનો, ભ્રષ્ટ પોલિસોની ફિલ્મો પસંદ આવી. આમ, સમાજનું પ્રતિબંિબ ફિલ્મો પાડતી હોય છે વેડનસ ડે કે પડોશી, કે સીમા કે દો બીઘા જમીન જેવી ફિલ્મો પણ સમાજની સ્થિતિનું પ્રતિબંિબ પડે છે. જો કે આવી ફિલ્મો ‘રેર’ હોય છે.
એથી ઉલટું પણ બને છે. એટલે કે ફિલ્મોની અસર પણ સમાજ ઉપર પડે છે. જેમાં આ એક્શન ફિલ્મોનો ફાળો મોટો હોય છે. લત્તામાં કે મિત્રવર્તુળમાં જે હંિસક બનાવો બને છે એમાં ફિલ્મનો ફાળો જ વઘુ છે.
હંિસાની બાબતમાં પણ એવું છે કે, કેટલાકને લોહીનું દ્રશ્ય જોવાથી ચીતરી ચડે છે તો નિર્માતા હંિસાનું દ્રશ્ય લોહીનું ટીપું પણ દેખાડ્યા વિના દેખાડવાનો પ્રયત્ન કરે છે. દા.ત. શોલે ફિલ્મમાં સંજીવકુમારના બન્ને હાથ અમજદખાન કાપી નાખે છે તો એ વખતની પીડા સંજીવકુમારના ચહેરા ઉપર બતાવવાનો દિગ્દર્શકે પ્રયત્ન કર્યો છે. પણ લોહીનું ટીપું પણ નથી દેખાવા દીઘું.
તો બીજા એવા પણ છે કે જે અભિનેતાના શરીર ઉપર લોહીનો ડાઘ નહીં પણ લોહીના ખાબોચિયા જોવા ઇચ્છતા હોય છે. આવા દિગ્દર્શકો એવું માને છે કે જેટલી વધારે હંિસા દેખાડાય એટલી ફિલ્મ વઘુ ઉપડે છે. દા.ત. સંિઘમમાં સાવ અસ્વાભાવિક હિસા અને મોટરના દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે તો પણ એ ફિલ્મે પહેલા થોડાક જ અઠવાડિયામાં રૂપિયા ૨૭ કરોડ ટિકિટ બારી ઉપરથી મેળવી લીધા હતા.
જ્યારે ‘ગજીની’ ફિલ્મમાં પણ અસ્વાભાવિક મારામારી દેખાડી હતી. તો પણ એ ફિલ્મે રૂા. ૪૫ કરોડનો નફો રળ્યો હતો. દા.ત. હૃતિક રોશનની ફિલ્મ ‘અગ્નિપથ’ છે એમાં પણ સાવ અસ્વાભાવિક મારામારીના દ્રશ્યો હતા અને ફિલ્મી વિવેચકોએ એની ટીકા પણ કરેલી તો પણ એ ફિલ્મે પહેલા ત્રણ અઠવાડિયામા રૂપિયા ૨૦ કરોડ ભેગા કરી આપ્યા હતા.
જો કે ફિલ્મ પ્રેક્ષકોને ગમશે કે નહિ ગમે એ વિષે કશું ધારાધોરણ, નિયમ, સિદ્ધાંત નથી. પ્રેક્ષકોને શું ગમશે એ કોઈ કહી શકતું નથી. ભલભલા નિષ્ણાત એમાં થાપ ખાઈ જાય છે. દા.ત. ‘ડીપાર્ટમેન્ટ’ નામની ફિલ્મ છે એ એવી પીટાઈ ગઈ કે એ ફક્ત રૂપિયા ૩ કરોડ મેળવીને જ સંકેલાઈ ગઈ.
આજે ઢીસુમ્‌ ઢીસુમ્‌ કરીને પ્રેક્ષકોને છેતરી શકાય તેમ નથી. કુંગફુના દાવ દેખાડીને પણ છેતરી શકાય એમ નથી. ભલે અસ્વાભાવિક લાગે પણ પ્રેક્ષકને આજે એક ફેંટે દૂર જઈને પડતો અભિનેતા જે શક્ય નથી છતાં જોવાનું ગમે છે. ‘સંિઘમ્‌’માં શું છે ? અજય દેવગણ બધાને એ જ રીતે દૂર દૂર ફેંકતો હોય છે.
આ ટ્રેન્ડ આપણે ત્યાં આવ્યો છે દક્ષિણની ફિલ્મોમાંથી.
દક્ષિણની ફિલ્મો એટલે નરી મારામારીથી ભરપુર ફિલ્મો. ટી.વી. પર જેમ સમાચારોની ચેનલો હોય છે, સ્પોર્ટ્‌સની હોય છે, ધાર્મિક હોય છે, ફિલ્મી ગાયનોની હોય છે સામાજિક રોમાન્ટિક વાર્તાઓની હોય છે એમ ફિલ્મોની પણ છે એ બધી ચેનલો ઉપર દક્ષિણની ફિલ્મો પણ દેખાડવામાં આવે છે એમાં મારામારીના દ્રશ્યો ભરપુર હોય છે.
મનોરંજનનો પર્યાય આજકાલ મારામારી થઈ ગયો છે. ગાયનો નહીં, નૃત્યો નહીં પણ બસ મારામારી !
પહેલા શું અને અત્યારે પણ શું... ફિલ્મો જોનારો મોટો વર્ગ યુવાનોનો છે. થિયેટરોમાં જોશો તો સફેદ વાળવાળા ઓછામાં ઓછા જોવા મળશે. પતિ- પત્ની અને કુટુંબ હોય પણ સફેદ વાળવાળા માંડ એકાદ જોવા મળે !
આ જુવાન વર્ગનો સર્વે કરવામાં આવેલો તો ૫૦ ટકા યુવાન કિશોરો મારામારી હંિસક ફિલ્મની પસંદગી થયેલી જ્યારે રોમેન્ટિક, પ્રેમકથાની ફિલ્મો પસંદ કરનાર ૧૧ ટકા જ હતા. જ્યારે ૩૯ છોકરીઓએ કોમેડીને પસંદ કરેલી છોકરીઓમાં મારામારીની ફિલ્મ પસંદ કરનાર ૧૯ ટકા જ હતી અને રોમેન્ટિક ફિલ્મ પસંદ કરનાર ૩૦ ટકા હતી.
આ જ વર્ગને આવકના ધોરણે અલગ ફાળવતા ઓછી આવક અથવા નીચલી આવક ધરાવનાર વર્ગ ૭૨ ટકાએ ‘એક્શન’ ફિલ્મો પસંદ કરેલી અને એથી ઉપરના તથા ધનાઢ્‌ય વર્ગના ૬૭ ટકા એ જ મારામારીની ફિલ્મો પસંદ કરેલી.
બાળકોનો સર્વ કરવામાં આવ્યો હતો... ૪૨ ટકા બાળકોએ પોલીસના પાત્રને નાપસંદ કરેલું જ્યારે ૨૦ ટકાને પોલિસનું પાત્ર પસંદ હતું.. અને ૩૦ ટકાએ એ પાત્ર વિશે કશો પ્રતિભાવ નહોતો.
એવી જ રીતે ફિલ્મમાં પોલિસના પાત્રને માર પડતો જોઈને ૨૨ ટકા છોકરાઓ રાજી થાય છે અને ૧૯ ટકા છોકરાઓ એનું દ્રશ્ય જોઈને ભયભીત થાય છે તથા ૩૧ ટકા છોકરાઓને એ નથી ગમતું.
પોલિસ ગુંડાને કે ગુનેગારોને મારતી હોય છે એ જોઈને ૨૮ ટકા છોકરાઓને મજા પડે છે પણ એ જ પોલિસ કોઈ નિર્દોષને હેરાન કરતી હોય તો એ એમને ગમતું નથી હોતું.
મારામારી અથવા હંિસક ફિલ્મ ગમવાનું એક મુખ્ય કારણ એ છે કે એમાં જોનારને મગજમારી કરવાની નથી હોતી...જુઓ અને ભૂલી જાવ કરુણ અથવા રોમાન્ટીક ફિલ્મોથી મગજ ઉપર ભાર ઉભો થાય છે. આપણે સૌ ફિલ્મ જોવા માટે મનોરંજન માટે જતા હોઈએ છીએ હવે એમાં ફિલ્મ જોઈને મગજ ઉપર ભાર થાય એનો શું અર્થ ?
જ્યારે ચલતી કા નામ ગાડી કે પડોશણ કે છોટીસી બાત કે પતિ, પત્ની ઔર વો જેવી શુદ્ધ હાસ્યપ્રેરક ફિલ્મ બનાવવાનું કામ સહેલું નથી... ખાસ કરીને એની વાર્તા. એ તો એક બાસુ ચેટરજી એવા દિગ્દર્શક હતા કે જેમણે ચાર- પાંચ શુદ્ધ હાસ્યપ્રેરક, મરક મરક હાસ્ય પ્રેરક ફિલ્મ આપી... બાકી આ ક્ષેત્રમાં ભલભલાને પીછેહઠ કરવી પડે તેવુ છે.
બાકી મારામારીની ફિલ્મોની વાત કરીએ તો ૧૯૭૩માં ઝંઝીરથી એનો વર્તમાન ઇતિહાસ શરુ થયો ૧૯૭૫માં યશ ચોપરાએ દિવાર રજૂ કરી અને તરત જ ‘શોલે’ આપી જેમાં રમેશ સિપ્પીએ ત્યાં સુધી નહીં જોવાયેલા ‘એક્શન’ દેખાડીને એક માર્ગસ્તંભ રચ્યો છતાં ક્યાંય લોહીનું ટીપું ફિલ્મમાં દેખાડાયું નહોતુ !
એ પછી ૧૯૮૦માં ઇન્સાફ કા તરાજુ ફિલ્મમાં આગળ વધીને બી. આર. ચોપરાએ બળાત્કારના દ્રશ્યોનો આધાર લીધેલો.
૧૯૮૯માં આવેલી પરિન્દા ફિલ્મે વળી અનિલ કપુર અને માઘુરી દીક્ષિતને લગ્નની રાતે મરેલા દેખાડીને હંિસાનું નવુ ચિન્હ દેખાડ્યું.
આ ફિલ્મો ઓછી હોય તેમ ૧૯૯૪માં શેખર કપુરે પેલી ડાકુરાની ફૂલનદેવી ઉપર જ એ જીવતી હતી ત્યારે ફિલ્મ બનાવી ‘બેન્ડીટ ક્વીન’
એ પછી તો લગભગ દરેક ફિલ્મ ઢીસુમ ઢીસુમ ઉપર જ બનતી આવી છે.
- ગુણવંત છો. શાહ

છાબડી....
અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક
ફ્‌લાઇટો વધી અને ઇન્ટરનેશનલ ઘટી !
અમદાવાદનું એરપોર્ટ ધીરે ધીરે વધીને આજે લોકલ અને ઇન્ટરનેશનલ એમ બે વિભાગમાં વહેંચાઈને એવડું મોટું થઈ ગયું છે કે જેની છ વર્ષ પહેલા કલ્પના પણ થઈ શકે નહીં. દા.ત. અમદાવાદથી આજે સીધા અમેરિકાના સીટાડેલ શહેર, દુબઈ, સંિગાપુર તેમજ ગૌહત્તી, હૈદ્રાબાદ, બેંગ્લોર, ગોવા કોલકાતા, રાંચી, ભોપાળ સીધા પહોંચી શકાય છે.
આંકડાઓમાં જોઈએ તો ૨૦૧૧-૧૨માં એટલે ગયા વર્ષે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ઉતારૂઓ ૭,૪૪,૯૪૬એ આવ-જા કરી હતી.
જો કે આંતરરાષ્ટ્રીય ઉતારૂઓની આવનજાવનમા દિલ્લી આખા દેશમાં સૌથી આગળ છે... ૧,૦૭,૫૦,૦૦૦ જ્યાર મુંબઈ એનાથી પાછળ છે ૯૭,૦૪,૨૩૩
અમદાવાદમાં આખા વર્ષ દરમ્યાન આવનજાવન કરનાર આંતરરાષ્ટ્રીય અને લોકલ ફ્‌લાઇટ્‌સની સંખ્યા આ પ્રમાણે છે.
આંતરરાષ્ટ્રીય ફ્‌લાઇટ્‌સ આખા વર્ષ દરમ્યાન ૫,૫૯૫ આવી અને ગઈ હતી.
જ્યારે લોકલ ફ્‌લાઇટ્‌સની આવનજાવન ૩૪,૯૧૧ હતી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved