Last Update : 05-October-2012, Friday

 

ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે

- ઇઝરાયેલના જેરૃસલેમ શહેરની બેટ્ઝાલેલ એકેડેમીના ૧૫ જેટલા વિદ્યાર્થીઓ ગાંધીનગરના રાજપુર ગામની સ્કૂલમાં બાળકો અને ગ્રામજનો સાથે મળીને વર્ગખંડનું બાંધકામ કર્યું હતું.

 

 

ઈઝરાયલના જેરૃસલેમ શહેરમાં આવેલી બેટ્ઝાલેલ એકેડેમીના આર્કિટેક્ચરના ૧૫ વિદ્યાર્થીઓ ગાંધીનગરથી ૨૫ કિ.મી દૂર આવેલા રાજપુર ગામની પ્રાથમિક સ્કૂલમાં વિક્રમભાઇ રાવળ નામના કારીગર (કડિયા) પાસે ગામડામાં ચાલતી બાંધકામની પ્રચલિત રીતો શીખી રહ્યાં છે. તેઓ ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત છે એટલે તેમના બાંધકામમાં પણ તેઓ સાઈટ પરના વર્કરોનું શોષણ ન થાય તેનું ધ્યાન રાખે છે. આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ શિક્ષણ મેળવે તે હેતુથી બેટ્ઝાલેલ એકેડેમીએ ૨૦૦૫માં જીછમ્છ વર્કશોપની શરૃઆત કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ ટુંકાગાળાનું સહિયારું બાંધકામ કરવાનું હોય છે. પહેલા ઇઝરાયલમાં જ વિદ્યાર્થીઓ બાંધકામ કરતા હતા ત્યાર બાદ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી અને બેટ્ઝાલેલ એકેડેમીના કોલાબ્રેશન મારફતે આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ ભારતમાં તાલીમ માટે આવ્યા હતા.૨૦૧૧માં સોરાષ્ટ્રના હળવદમાં જીછમ્છ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨માં આ વિદ્યાર્થીઓએ રાજપુર ગામની પ્રાથમિક શાળાના વર્ગખંડનું બાંધકામ શરૃ કર્યું, જેમાં બે વર્ગખંડનું નિર્માણ કરવાનું હતું, આ વર્ગખંડના નિર્માણ માટે બેટ્ઝાલેલ એકેડેમીના ૧૫ વિદ્યાર્થીઓ ૧ પ્રોફેસર, એક સિનિયર વિદ્યાર્થી તથા સેપ્ટ યુનિવર્સિટીના એક આર્કિટેક્ચરના પ્રોફેસર તથા એક વિદ્યાર્થીની તથા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો તથા ગામના લોકો જોડાયા હતા.
આ અંગે બેટ્ઝાલેલ એકેડેમીના આર્કિટેક્ચરના પ્રોફેસર શેરોન રોટબાર્ડ કહે છે કે આકિટેક્ચર વિદ્યાર્થીઓને મકાન બાંધકામ તરફની સમજણ વધે અને તે પોતે સર્જન કરે તે હેતુથી જીછમ્છની શરૃઆત કરવામાં આવી હતી કારણ કે કોઇ પણ ક્ષેત્રે પ્રેક્ટિલ શિક્ષણ વધારે મહત્વ ધરાવે છે. આ ઉપરાંત એક સહિયારું બાંધકામ એટલે કે એક દિવાલના નિર્માણમાં એક મજૂરથી માંડીને આર્કિટેક્ટનો કેટલો ફાળો હોય છે એની સમજણ વિદ્યાર્થીઓમાં કેળવાય અને કમ્પ્યુટરમાં બનાવેલી ડિઝાઇન ભૂલ હાથ વડે તૈયાર કરેલી ડિઝાઇન પ્રમાણે મકાનનું નિર્માણ કરે એક સાચું આર્કિટેક્ચર કહેવાય છે. આ ઉપરાંત મહત્મા ગાંધીજીના મૂલ્યોને અનુસરીને કોઇ પણ વ્યક્તિનું કે કુદરતનું શોષણ ન થાય અને નિર્માણ થાય તથા જેટલી કુદરતી સંપતિનો ઉપયોગ કરો એટલી જ સંપતિ કુદરતને પાછી આપવાની ભાવના સાથે આર્કિટેક્ચરની ડિગ્રી પ્રાપ્ત કરવી આ ઉદ્દેશ સાથે વિદ્યાર્થીઓ આર્કિટેક્ચરની તાલીમ મેળવે.
આ અંગે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરનાર કારીગર વિક્રમભાઇ રાવળ કહે છે કે ઇઝરાયલથી આવેલા આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓને દેશી પદ્ધતિ દ્વારા મકાનનું કેવી રીતે નિર્માણ કરી શકાય,જેમ કે પાયાનું માપ કેટલું હોવું જોઇએ, પાયાની ઉંડાઇ કેટલી હોવી જોઇએ, મજબૂત પાયા માટે કેવો સામનનો ઉપયોગ કરવો જોઇએ, દિવાલનું ચણતર, જોઇન્ટ, કાટખૂણો, દાંતા, સિમેન્ટ, રેતનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, ૯ ની દિવાલમાં અને ૧૪ દિવાલમાં કેટલો સિમેન્ટ અને રેત તથા પાણીનો ઉપયોગ કરવો, તથા ફ્લોરિંગ કેવી રીતે બનાવવી વગેરે જેવી બાબતો વિદ્યાર્થીઓને શીખવાડું છું. આ ઉપરાંત દેશી ઓજારનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તથા દેશી ઓજાર કેવી રીતે બનાવી શકાય વગેરે બાબતોનું શિક્ષણ આપું છું. મને આ કામ કરવાનો ખૂબ જ ઉત્સાહ છે કારણ કે ઇઝરાયલ જેવા દેશના આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ સાથે બાંધકામ કરવાની તક ક્યારે કલ્પનાએ કરી ન હતી અને આજે તેમની સાથે કામ કરવાનો મોકો મળ્યો છે.
આ અંગે ઇઝરાયેલથી આવેલા આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ ઇનબાલ હેલ્ત્ઝર કહે છે કે ૨૦ દિવસના વર્કશોપમાં બાંધકામ વિશે ઘણું શીખવા મળ્યું છે. અમારા વર્કશોપનો ઉદ્દેશ છે કે કોઇપણ વ્યક્તિ કે કુદરતના શોષણ વિના એક મકાનનું નિર્માણ કરવું મહાત્મા ગાંધીજીએ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મોટી ઇમારતો બહારથી તો સુંદર લાગે છે પણ જ્યારે તેના આંતરિક હકીકતમાં કેટલાંય મજૂરોનું શોષણ બાદ એ દિવાલ તૈયાર કરવામાં આવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved