Last Update : 05-October-2012, Friday

 

પાન ખાવાની સજા કરી પાશવી પંચાયતે

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

ગ્રામ પંચાયતનું કામ ગામડાનો ઉઘ્ધાર કરવાનું હોય છે. પણ બિહારના મઘુવતી જિલ્લાના પરવાલપુર નામના ગામડાની પંચાયતે સગીર બાળાને પાશવી સજા કરીને પાશવી પંચાયત તરીકે કુખ્યાતિ મેળવી છે.
ગામડાની સગીર બાળા શોભના (નામ બદલ્યું છે) પાસેના ગામે યોજાયેલા ધાર્મિક મેળામાં બહેનપણીઓ સાથે ગઈ હતી. ત્યાં પોતાના ગામનો જુવાનિયો મળી ગયો. આ જુવાને શોભનાને મસાલાવાળું પાન ખવડાવ્યું. આ વાત પરવાલપુર ઉડતી ઉડતી પહોંચી ગઈ. પંચાયતના સભ્યોનો પિત્તો ગયો. ગામની સગીર કન્યાઓને જુવાનિયો આમ જાહેરમાં પાન ખવરાવી જ કેમ શકે? પંચાયતે તઘલકી ફરમાન છોડી શોભના, તેની બહેનપણી અને જુવાનને ૨૧ હજારનો દંડ ફટકાર્યો.
શોભના સાવ ગરીબ પરિવારની, એ ક્યાંથી આટલો દંડ ચૂકવી શકે? દંડ ન ભર્યો એટલે ક્રોધે ભરાયેલા પંચાયતના સભ્યોએ પહેલાં તો શોભનાને ખૂબ જ બેરહેમીથી મારી. મારપીટ કરીને અધમૂઈ કરી નાખ્યા પછી કાતર લઈને તેનું અડઘું માથું મૂંડી નાખ્યું. કેવી પાશવી પંચાયત? પાન ખાવાની આવી સજા કરાય? ભારે ઉહાપોહ મચી ગયો.
વાત પોલીસ સુધી પહોંચી. પંચાયતના નવ અ-સભ્ય સભ્યો સામે એફઆઈઆઈર કરવામાં આવી. મઘુબની જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સૌરભ કુમારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી. સગીર બાળાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરંતુ જરા વિચાર તો કરો? કેશકલાપ સ્ત્રીનું સૌંદર્ય વધારે છે, જ્યારે જાલિમોએ કન્યાનું અડઘું માથું મૂંડી નાખ્યું હોવાથી તેની કેવી દશા થઈ હશે? દેશના વડાપ્રધાન પદ માટે જેનું નામ આગળ કરવામાં આવે છે એ નીતીશકુમારના બિહારમાં શું આવાં દેશી તાલિબાનીઓ વસે છે?
માર દિયા જાય યા છોડ દિયા જાય
એક તરફ દેશમાં જોરશોરથી બેટી બચાવ મોહિમ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ સ્ત્રી ભૂ્રણહત્યાના અને દીકરીઓને મોતને ઘાટ ઉતારવાના ચોંકાવનારા કિસ્સા બહાર આવતા રહે છે.
રાજસ્થાનમાં ‘જનની સુરક્ષા’ યોજનામાં મોટે પાયે ચાલતી ગેરરીતિઓ રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગે પર્દાફાશ કર્યો છે. જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કેટલીય મહિલાઓ દીકરીને જન્મ તો આપે છે, પણ યોજના હેઠળ અપાતી૧૪૦૦ રૂપિયાની રકમ મળી ગયા પછી આ બેટીઓ રહસ્યમય રીતે ગાયબ કરી દેવામાં આવે છે અથવા કોઈને શંકા ન જાય એવી રીતે મારી નાખવામાં આવે છે. વઘુ પડતું અફીણ આપવામાં આવે છે, રણની રેતીમાં દફનાવવામાં આવે છે કે પછી પાણીમાં ડુબાડવામાં આવે છે એવું કહેવાય છે. જેસલમેરના સરહદી વિસ્તારમાં કન્યાશિશુ અને ભૂ્રણહત્યાની અનેક ફરિયાદો મળ્યા પછી રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગે ગયા વર્ષે જાંચપડતાલ શરૂ કરી એમાં આ વાત બહાર આવી હતી.
આ બાબતનો રિપોર્ટ મહિલા અને બાલ વિકાસ મંત્રાલયને સોંપવામાં આવે છે. ફક્ત ચૌદસો રૂપિયાની મામૂલી રકમ માટે બેટીઓને ઠેકાણે પાડી દેતાં માતાઓનો જીવ કેમ ચાલતો હશે? જે બેટીને જન્મ આપી વિચારી છે કે માર દિયા જાય યા છોડ દિયા જાય.... એવી ઔરતોને કાનૂનના રખેવાળાએ પકડીને સવાલ કરવો જોઈએ કે બોલ તેરે સાથે કયા સલૂક કિયા જાય.
પશુ માટે ચોકલેટ
લાલુ બ્રાન્ડના નેતાઓ જો પશુનો ચારો ઓહિયાં કરી જતા હોય તો પશુઓ માણસની જેમ ચોકલેટ કેમ ન ખાય? ગાય ભેંસ અને બીજાં ઢોર ટેસથી ચોકલેટ ખાવા માંડ્યાં છે. ક્યાં ખબર છે? ઉત્તર પ્રદેશમાં મથુરાની વૅટરનરી કૉલેજમાં પશુઓ માટે એકદમ પોષણયુક્ત ચોકલેટ બનાવવામાં આવી છે. યુરિયા મોલાસિસ મિનરલ બ્લોક (યુએમએમબી) નામે ઓળખાતી આ ચોકલેટનું એક મોટું ચોસલું તૈયાર કરવા પાછળ ૫૦ રૂપિયાનો ખર્ચ થાય છે. વિટામિન્સ અને મિનરલ્સ સાથેની આ ચોકલેટ ખાવાથી પશુઓ વઘુ દૂધ આપવા માંડશે એટલું જ નહીં, એમની પ્રજનન-ક્ષમતા પણ વધશે.
કેવી અજબ વાત છે? બિહારી રાજમાં ભાઈચારો ભાઈચારો કરતા ‘ભાઈ-ચારો’ ચરી ગયા અને હવે પશુ ચોકલેટ ચગળશે. એક અંગ્રેજી ફિલ્મ આવી હતી, ‘વૉર એન્ડ પીસ’, હવે ચોકલેટ ચઘળતી ગાય ભેંસને જોઈ ફિલ્મ બનાવી નામ આપી શકાશે ‘ઢોર ઍન્ડ (ચોકલેટ કા) પીસ.
એક જ પરિવારમાં બે દેશના સભ્યો
એક પરિવારના અમુક સભ્યો વિદેશમાં વસતા હોય છે, પરંતુ આપણા દેશની ધરતી ઉપર વસતા એક પરિવારના ચાર હિન્દુસ્તાની અને ચાર પાકિસ્તાની હોય એ સાંભળીને કેવી નવાઈ લાગે? આ અજબ દાસ્તાન છે રાજસ્થાનના જોધપુર શહેરમાં રહેતા ગાઝીરામના પરિવારની. ગાઝીરામનો પરિવાર પાકિસ્તાનના ટાંડો અલ્લયાર ગામે રહેતો હતો. પરંતુ પાકિસ્તાનમાં હિન્દુ માઈનોરિટીની સ્થિતિ સારી ન હોવાથી ત્રાસમાંથી છૂટવા ચૌદ વર્ષ પહેલાં ગાઝીરામ તેના આઠ સભ્યોના પરિવાર સાથે બિસ્તરા-પોટલા બાંધી ભારત આવી ગયો હતો. ગાઝીરામ અને તેની પત્ની રૂકમાએ ૨૦૦૫માં વિસ્થાપિતોને નાગરિકતા આપવા માટેની શિબિરમાં જઈને હિન્દુસ્તાનનુ નાગરિકત્વ મેળવી લીઘું હતું. એ વખતે નાગરિકત્વ મેળવવા માટે વયસ્ક પાસેથી ૨૦૦ રૂપિયા અને બાળકોની ૧૪૦૦ રૂપિયા ફી લેવામાં આવી હતી. મંજૂરી કરીને પરિવારનું પેટ ભરતા ગાઝીરામ પાસે એટલા પૈસા ક્યાંથી હોય? એટલે તેણે પોતાની અને વહુની ફી ભરીને ભારતનું નાગરીકત્વ મેળવી લીઘું હતું. પરંતુ પાકિસ્તાનમાં જન્મેલા ચાર સંતાનો ધરમીબાઈ, મારવીબાઈ, દિલીપ અને લદીબાઈનું નાગરિકત્વ મેળવ્યું નહોતું. અહીં આવ્યા પછી રૂકમાબાઈએ વઘુ બે સંતાન ચાંદની અને ઘનશ્યામને જન્મ આપ્યો. આમ ગાઝીરામ, રૂકમાબાઈ અને ભારતમાં જન્મેલા બે સંતાનો ભારતીય નાગરિક છે જ્યારે પરિવારના બાકીના ચાર સભ્યો પાકિસ્તાની છે. નવભારતના અહેવાલ પ્રમાણે ગાઝીરામના પાકિસ્તાનમાં જન્મેલા ચાર સંતાનોને જન્મનું પ્રમાણપત્ર અને નાગરિકત્વ ન હોવાથી દાખલો મેળવવા સહિત અનેકવિધ મુશ્કેલનો સામનો કરવો પડે છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે અનેક પરિવારો વિખૂટા પડી ગયા હતા, પરંતુ ભાગલાના પાંચ દાયકા પછી એક જ પરિવારમાં હિન્દુસ્તાન અને પાકિસ્તાનના નાગરિકો રહેતા હોય એવું કદાચ પહેલી જ વાર જોવા મળ્યું છે.
શરાબ છોડો કાં શાદી તોડો
શરદીથી ત્રાસેલા દરદીને કોઈએ વણમાગી સલાહ આવીઃ બ્રાન્ડીના બે પેગ લઈ લે, શરદી ચપટી વગાડતાં ગાયબ થઈ જશે. શરદીધારીએ પૂછ્‌યું શું દારૂથી શરદી જાય? ત્યારે પેલાએ કહ્યું શું કામ ન જાય? દારૂથી, ઘર, પરિવાર, પૈસો અને શાંતિ બઘું જ જાય તો પછી શરદી શું કામ ન જાય?
બિહારના બાંકા જિલ્લામાં આવી જ રીતે પિયક્કડો પત્ની અને પરિવાર ગુમાવવા લાગ્યા છે. નશેડીઓની પત્નીઓ પોતપોતાના પતિને છોડવા માંડી છે. શરાબીઓ થોથવાતી જીભે ગાય છેઃ જો તુમ છોડો પિયા મૈં નાહી છોડું રે... પણ પત્નીઓ તો પતિદેવોને રોતા, ગાતા અને પીતા મૂકીને છોડી જઈ રહી છે. બાંકા જિલ્લામાં છેલ્લા થોડા વખતમાં આવી રીતે દસ મહિલાઓ વરને છોડી ચાલી ગઈ છે અને બીજે લગન કરી ઠરીઠામ પણ થઈ ગઈ છે. સીધી વાત છે, કાં પીવાનું છોડવું પડે અને કાં પત્નીને છોડવી પડે. શરાબ છોડો કાં સંબંધ તોડો. પણ બંધાણીઓને વ્યસન કોણ છોડાવે? કહે છે ને કે
પંચ-વાણી
સ ઃ તેં કરચોરી કેમ કરી?
જ ઃ કાયદો જ કહે છે કર-ચોરી.
* * * *
આ દેશના સમસ્યાઓ અને સંતાપના મૂળમાં પવાર સામે આંગળી ચંિધાય છે. એટલે જ મરીઝ સાહેબનો શેર જરા ફેરવીને ગાઈ શકાયઃ
બધીયે મજાઓ હતી રાતે રાતે
ને સંતાપ એનો પવારે પવારે
* * * *
મોબાઈલમાં જ નહી દિલ્હી દરબારમાં પણ આજની રાજકીય સ્થિતિમાં એમએમએસને મહત્ત્વ અપાઈ રહ્યું છે. એમએમએસ એટલે? મનમોહનસંિહ, મુલાયમસંિહ, સોનિયા ગાંધી. એમએમએસ કે પછી એમનેમ મેસ?

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved