Last Update : 05-October-2012, Friday

 

પાડોશી દેશોમાંથી ઘુસાડાતી...
બનાવટી ચલણી નોટોની સંખ્યામાં થઇ રહેલો ઉત્તરોત્તર વધારો

ગત વર્ષે રૃ. ૨.૧૬ કરોડની નોટો પકડાઇ, દિલ્હી ટોચ પર

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૪
દેશના અર્થતંત્રને તોડવાના પ્રયાસમાં મોટાપાયે નકલી ભારતીય ચલણી નોટો ઘુસાડવામાં આવે છે અને સરકારી સંસ્થાઓ તેને પકડવા માટે રાત દિવસ એક કરતી હોવા છતાં આવી ઘટના અને પ્રમાણમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૧-૧૨માં રૃ બે કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો પકડાઇ હતી. જેમાં દિલ્હીનો સૌથી મોટો ફાળો હતો.
આવી નોટો પર અંકુશ રાખવા માટે અગ્ર એજન્સી તરીકે કામ કરતા ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઇન્ટલિજન્સ (ડીઆરઆઇ)એ રૃ. ૨.૧૬ કરોડની બનાવટી નોટો પકડી પાડી હતી અને તેમાં માત્ર દિલ્હીમાંથી જ સૌથી વધુ ૧.૫૬ કરોડની ચલણી નોટો હતી.
પશ્ચિમ બંગાળમાં રૃ. ૨૯.૮૮ લાખ અને બિહારમાંથી રૃ. ૨૦ લાખ અને પંજાબમાંથી રૃ. ૯.૯૨ લાખની ચલણી નોટો પકડાઇ હતી. આ સંદર્ભમાં ડીઆરઆઇએ ગત વર્ષે ૧૩ લોકોની ધરપકડ કરી હતી. જેમાં પશ્ચિમ બંગાળમાંથી સૌથી વધુ છ, દિલ્હીમાંથી ચાર, પંજાબમાંથી બે અને બિહારમાંથી એકનો સમાવેશ થાય છે.
૨૦૧૦-૧૧માં તેની સામે ૧.૪૪ કરોડની બનાવટી ચલણી નોટો પકડાઇ હતી અને ૨૯ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૦૯-૧૦ના છ કેસોમાં ૫૪.૮૭ લાખની બનાવટી નોટો પકડાઇ હતી અને ૧૦ લોકોની ધરપકડ થઇ હતી.
આ અંગે ડીઆરઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ભારતીય ચલણી નોટોનું દૂષણ વધતું આવ્યું છે અને અમને આ નોટોનો ફેલાવો કરવા પાછળ એક આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. પાડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની સરહદોમાંથી આવી નોટો ઘુસાડવામાં આવે છે. જોકે આ વર્ષના પાંચ મહિનામાં અત્યારસુધી માત્ર રૃ. ૮.૫૦ લાખની કિંમતની ચલણી નોટો પકડાઇ છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved