Last Update : 05-October-2012, Friday

 

કિંગફિશરના મેનેજમેન્ટ- કર્મચારી વાટાઘાટ નિષ્ફળ ઃ તાળાબંધી ત્રણ દિવસ લંબાવાઈ

કંપનીની કટોકટીથી ચિંતિત ૧૭ બેન્કોએ ઇમરજન્સી બેઠક બોલાવી

નવી દિલ્હી, તા. ૪
માંદી પડેલી કિંગફિશર એરલાઇન્સ અને કર્મચારીઓ વચ્ચેની વાટાઘાટ નિષ્ફળ રહેતા કંપનીએ સાતમીને રવિવાર સુધી વધુ ત્રણ દિવસ તાળાબંધી લંબાવવાની જાહેરાત કરી છે. એરલાઇન્સે એનએસઇને જાણ કરી છે કે તેના કંપની સેક્રેટરી ભારત રાઘવને સંસ્થા છોડી દીધી છે.
દરમિયાન હડતાળ પર ગયેલા કર્મચારીઓ શ્રમ અદાલતના દરવાજા ખટખટાવવા વિચારી રહ્યા છે.
મેનેજમેન્ટ હડતાળ પર ગયેલા એન્જિનિયર્સ અને પાઇલોટને કામ પર પરત ફરવા સમજાવવા અને સાત મહિનાના બાકી પગારની મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રી અજીતસિંહે પણ એરલાઇન્સ આવતીકાલથી ફરી કામ શરૃ કરી શકશે કે કેમ એ અંગે આશંકા વ્યક્ત કરી હતી. કિંગફિશર એરલાઇસના સીઇઓ સંજય અરવાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ એન્જિનિયર્સ અને પાયલોટ્સ વચ્ચે આજે ગુડગાંવ ખાતે મિટિંગ યોજાઈ હતી. જેમાં કર્મચારીઓને ફરજ પર હાજર થવા સમજાવવાની કોશિષ કરાઈ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેનેજમેન્ટે માર્ચ મહિનાનો પગાર આપવાની વાત કરી હતી અને બાકીના છ મહિનાનો પગાર એરલાઇન્સ રિકેપિટલાઇઝ થાય ત્યારબાદ આપવાની ખાતરી આપી હતી. જો કે એન્જિનિયર્સ અને પાઇલોટ્સે આ ઓફર નકારી કાઢી હતી.
ગઈકાલે આ જ પ્રકારે બીજી એક મિટિંગ મુંબઈમાં કરવામાં આવી હતી. તેમાં પણ કર્મચારીઓએ મેનેજમેન્ટની આ દરખાસ્ત ફગાવી દીધી હતી.
કિંગફિશરની ફ્લાઇટ આવતીકાલ શુક્રવારથી શરૃ થશે કે કેમ એવા પ્રશ્નના ઉત્તરમાં અજીતસિંહે જણાવ્યું હતું કે, આ મુદ્દે હું કાંઈ કહી શકું નહી ડીજીસીએને સુરક્ષાના તમામ પાસા ધ્યાને રાખીને કિંગફિશર તેની ઉડાનો શરુ કરે એની કાળજી રાખવાની સૂચના અપાઈ છે.
તેમણે જણાવ્યું કે ફ્લાઇટના શિયાળુ સમયપત્રક ઓક્ટોબરના અંતમાં શરૃ થશે તેમાં પણ તમામ રૃટ અને લેન્ડિંગ સ્પોટને ધ્યાનમાં રાખવામાં આવશે. કિંગફિશર રૃા. ૮૦૦૦ કરોડની જંગી ખોટ અને રૃા. ૭૦૦૦ કરોડના દેવાના બોજ હેઠળ છે. છેલ્લા કેટલાક મહિનાથી કંપનીની કેટલીક ફ્લાઇટ બાકી ચુકવણાના કારણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લઈ લીધી છે.
એરલાઇન્સના કર્મચારીઓએ જણાવ્યું કે બાકી પગારો ચુકવવા માટે મેનેજમેન્ટ તરફથી કોઈ જ કમિટમેન્ટ ન થતા વાટાઘાટો નિષ્ફળ રહી હતી. કર્મચારીઓએ કામ ફરી શરુ કરતા પહેલા સાત મહિનાનો બાકી પગાર આપી દેવાની માગણી કરી હતી. કંપનીએ અંશતઃ તાળાબંધી જાહેર કર્યાના છેલ્લા દિવસે મિટિંગ કરી હતી. ડીજીસીએ દ્વારા કિંગફિશરની કથળેલી હાલતનો રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપ્રત કર્યો છે. જેમાં કર્મચારીઓના પગાર, હડતાળ, અંશતઃ તાળાબંધી આ તમામ બાબતોનો ઉલ્લેખ છે. ડીજીસીએ આ તમામ કારણોસર ફ્લાઇટ ઓપરેશનની સુરક્ષા પર ખતરો હોવાનું જણાવ્યું છે.
થોડા મહિના અગાઉ કિંગફિશર પાસે ૬૪ એરક્રાફ્ટનો કાફલો હતો અત્યારે તેમાંથી ૧૦ જ કામ પર છે.
દરમિયાનમાં કિંગ ફિશર એરલાઇન્સના સંકટનો કોઈ હલ આવવાના અણસાર ન દેખાતા તેને ધિરાણ આપનાર બેન્કોએ તાબડતોબ મિટિંગ યોજીને નાદાર થવાના આરે આવીને ઉભેલી કંપનીમાં ફસાયેલા નાણાં અંગે શું કરવું તેની ચર્ચા કરી હતી. છેલ્લા પાંચ દિવસથી એરલાઇન્સની કામગીરી સાવ ઠપ છે, પાઇલોટો સાત મહિનાનો બાકી પગાર ન મળે ત્યાં સુધી કામ પર પરત આવવા તૈયાર નથી. દક્ષિણ મુંબઈમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસ ખાતે યોજાયેલી લેણદારોની મિટિંગમાં કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા કે નહીં તે સ્પષ્ટ થયું ન હતું. બેન્કર્સ ગયા સપ્તાહે બેંગ્લોર ખાતે માલ્યાને મળ્યા હતા અને વધુ ચર્ચા માટે ૨- ૩ અઠવાડિયામાં ફરી મળવાનું નક્કી થયું હતું. કિંગફિશરમાં ૧૭ બેન્કોના રૃા. ૭૦૦૦ કરોડ ફસાયા છે. લેણદારોએ રૃા. ૬૫૦૦ કરોડના લોન પુનર્ગઠન બાદ ૨૩ ટકા રકમ ઇક્વિટીમાં ફેરવી છે દરમ્યાન કંપનીનો શેર ૪.૭૯ ટકા ઘટી ૧૩.૯૦ની સપાટીએ આવી ગયો હતો.

 

માર્ચ મહિનાથી પગાર ન અપાતાં
કિંગ ફિશરના કર્મચારીની પત્નીએ આર્થિક તંગીથી કંટાળી આપઘાત કર્યો

વિજય માલ્યાની કંપનીના પગાર આપવામાં ઠાગાઠૈયાથી કર્મચારીઓનું જીવન દુભર
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૪
આર્થિક સંકટ અનુભવી રહેલી કિંગ ફિશર એરલાઈન્સના એક કર્મચારીની પત્નીએ પતિનો છેલ્લાં ચાર-પાંચ મહિનાથી પગાર ન થતા લાચારીના માર્યા આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો હતો.
કિંગફિશર એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફમાં ફરજ બજાવતા માનસ ચક્રવર્તીની ૪૫ વર્ષીય પત્ની સુસ્મિતા ચક્રવર્તીનો મૃતદેહ તેમના દક્ષિણ-પશ્ચિમ દિલ્હી ખાતેના નિવાસસ્થાને પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. સુસ્મિતાને તાબેડતોબ પાસેની હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના અધિકારીએ તેને મૃત જાહેર કરી હતી. ઘટના સ્થળેથી મળેલી સૂસાઈટ નોટમાં સુસ્મિતાએ તેના પતિને છેલ્લા ઘણા સમયથી પગાર ન મળતા ઘરમાં ઊભી થયેલી આર્થિક સંકડામણનું કારણ દર્શાવ્યું હતું.
એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (સાઉથ-વેસ્ટ) એ કે ઓઝાએ જણાવ્યું હતું, 'આપઘાત નોંધમાં સુસ્મિતાએ જણાવ્યું હતું કે તેના પતિને છેલ્લા ચાર-પાંચ મહિનાથી પગાર મળ્યો નથી. અને હવે તે આ પરિસ્થિતિને પહોંચી વળે તેમ નથી.' મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved