Last Update : 05-October-2012, Friday

 

આર્થિક સુધારાનો બીજો રાઉન્ડ
વીમા અને પેન્શન ક્ષેત્ર વિદેશી રોકાણ માટે ખુલ્લાં

કંપની બિલ, કંપિટિશન ધારો તેમજ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ એક્ટને કેબિનેટની મંજૂરી ઃ સંસદમાં પસાર કરાવવા પડશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
અર્થતંત્રમાં ફરીથી વિશ્વાસ ઉભો કરવા માટે આજે વીમા અને પેન્શન ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ(એફડીઆઇ)ને આકર્ષવાના વિધેયકને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. જો કે આ વિધેયકોને સંસદમાં પસાર કરાવવા સરકાર માટે સરળ નથી.
વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાને મળેલ મંત્રીમંડળની બેઠકનાં અંતે રમતગમત પ્રધાન અજય માકને જણાવ્યું હતું કે વીમા કંપનીઓમાં વિદેશી માલિકીનું પ્રમાણ ૪૯ ટકા કરવાના વિધેયકને મંજુરી આપવામાં આવી હતી. હાલમાં આ મર્યાદા ૨૬ ટકાની છે.
આ ઉપરાંત પેન્શન ક્ષેત્રમાં વિદેશી રોકાણને મંજુરી આપવાના વિધેયકને પણ આ બેઠકમાં મંજુરી આપવામાં આવી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર હાલમાં પેન્શન સેક્ટરમાં વિદેશી માલિકીનું પ્રમાણ ૨૬ ટકા કરવાની મંજુરી આપવામાં આવી છે. કોમોડિટી વાયદા બજારને વેગ આપવા માટે મંત્રીમંડળે આજે ફોરવર્ડ કોન્ટ્રાક્ટટ રેગ્યુલેશન એક્ટ(એફસીઆરએ) એમેન્ડમેન્ટ બિલને પણ મંજુરી આપી હતી. એફસીઆરએ એમેન્ડમેન્ટ બિલ ડિસેમ્બર, ૨૦૧૦માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
કે. વી. થોમસે જણાવ્યું હતું કે એફસીઆરએ વિધેયકથી ફોરવર્ડ માર્કેટ કમિશનને વધુ સત્તા મળશે તથા ખેડૂતોને પણ તેનાથી લાભ થશે. આ ઉપરાંત મંત્રીમંડળની બેઠકમાં ૧૨મી પંચવર્ષીય યોજનાના દસ્તાવેજોને પણ મંજુરી આપવામાં આવી હતી.
૧૨મી પંચવર્ષીય યોજનામાં વાર્ષિક ૮.૨ ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાની ચર્ચા કરીને તેની મંજુરી આપી છે. ઉલ્લેખનીય છે કે ૧૫ સપ્ટેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહનાં નેતૃત્વમાં આયોજન પંચે ૧૨મી પંચવર્ષીય યોજનાને મંજુરી આપી હતી.
૧૨મી પંચવર્ષીય યોજનાના દસ્તાવેજો હવે નેશનલ ડેવલોપ્મેન્ટ કાઉન્સીલ(એનડીસી) સમક્ષ રજૂ કરવામાં આવશે. વડાપ્રધાનનાં નેતૃત્વવાળી એનડીસીની બેઠકમાં તમામ કેન્દ્રીય પ્રધાનો અને મુખ્યપ્રધાનો હાજર રહેશે અને તેઓ આ યોજનાને અંતિમ મંજુરી આપશે.
આ ઉપરાંત આજની બેઠકમાં કંપની બિલ, ૨૦૧૧ને પણ મંજુરી આપવામાં આવી હતી. સરકારનાં જણાવ્યા અનુસાર આ વિધેયકને કારણે તમામ કંપની સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને લાભ થશે. આ વિધેયકને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છેે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આજે લખનઉ, વારાણસી, મેંગલોેર, તિરુચિરાપલ્લી અને કોઇમ્બતૂરના એરપોર્ટોને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાનાં નિર્ણયને મંજુરી આપી હતી.

મંત્રીમંડળની બેઠકમાં ડીએમકે અને એનસીપીના સભ્યો ગેરહાજર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૪
આજની કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ડીએમકે અને એનસીપીના સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે આ બાબત અંગે ચિદમ્બરમને પૂછવામાં આવ્યું કે શું ડીએમકે અને એનસીપી આ વિધેયકોને સમર્થન આપશે? તો તેના જવાબમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે તમે અત્યારથી શા માટે ધારણા કરી લો છો કે તેઓ સમર્થન નહીં આપે? ચિદમ્બરમે જણાવ્યું હતું કે અમે મુખ્ય વિપક્ષ સહિતનાં તમામ પક્ષોને આ વિધેયકોને સમર્થન આપવા માટે સમજાવીશું.

સરકારનાં નિર્ણયો અંગે વિવિધ પક્ષોની પ્રતિક્રિયા
તૃણમુલ કોંગ્રેસ ઃ અમે સંસદમાં આ નિર્ણયોનો વિરોધ કરીશું. તૃણમુલ સાંસદ સૌગતો રોયે જણાવ્યું હતું કે અમે સંસદનાં બંને ગૃહોમાં પ્રજા વિરોધી નીતિઓનો વિરોધ કરીશું. આ ઉપરાંત અમે સમગ્ર દેશમાં આંદોલનોની શરૃઆત કરીશું.
સમાજવાદી પાર્ટી ઃ સપા મહાસચિવ કિરણમોય નંદાએ જણાવ્યું હતું કે પેન્શન અને વીમા સેક્ટરમાં એફડીઆઇને મંજુરી આપવાનાં વિધેયકનો અમે સંસદનાં બંને ગૃહોમાં વિરોધ કરીશું. યુપીએ સરકારનું તેના નિર્ધારિત સમય કરતાં પતન થાય તે લોકો માટે સારુ રહેશે. અમે પ્રજા વિરોધી નીતિઓને ટેકો આપીશું નહીં.
ભાજપ ઃ વીમા અને પેન્શન સેક્ટરમાં એફડીઆઇને મંજુરી આપવાના નિર્ણય અંગે ભાજપનું વલણ સ્પષ્ટ કરતાં પક્ષનાં પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે અમે વિધેયકોનો અભ્યાસ કર્યા પછી અમુક શરતોને આધીન સમર્થન આપીશું. યશવંત સિંહાનાં નેતૃત્વવાળી પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ આ સેક્ટરમાં ૨૬ ટકા એફડીઆઇની ભલામણ કરી હતી. પેન્શન અંગે ભાજપે જણાવ્યું હતું કે સરકારે આ ફંડ પર લઘુત્તમ વાર્ષિક ૮.૫ ટકાનું વળતર આપવાની ખાતરી આપવી જોઇએ.
ડાબેરીઓ ઃ સીપીઆઇ(એમ) મહાસચિવ પ્રકાશ કરાતે જણાવ્યું હતું કે તમામ ક્ષેત્રોમાં દેશનાં હિતોનું વેચાણ કરવાનું સરકારે નક્કી કરી લીધુ છે. સંસદમાં આ વિધેયકો પસાર ન થાય તે માટે અમે તમામ પ્રયત્નો કરીશું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved