Last Update : 05-October-2012, Friday

 

મહારાષ્ટ્રના ગોસીખુર્દ પ્રોજેક્ટ માટે
નીતિન ગડકરીએ નાણાં છૂટા કરવાનો કેન્દ્રને લખેલાં પત્રથી વિવાદ સર્જાયો

પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અજય સંચેતી ગડકરીના સાથી હોવાનો આક્ષેપ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૪
હાલમાં ભાજપના પ્રમુખ નીતિન ગડકરી વિવાદના પર્યાય બન્યા હોય તેમ લાગે છે. તાજેતરમાં સિંચાઇ કૌભાંડમાં તેમના પર એક આરટીઆઇ એક્ટિવિસ્ટે કરેલાં આક્ષેપ બાદ તેઓ આમાં જ વધુ એક વિવાદમાં સંપડાયા છે. મહારાષ્ટ્રમાં એક સિંચાઇ પ્રોજેક્ટ માટે ભંડોળ છૂટું કરવાની માગણી કરતો કેન્દ્રીય જળ સંશાધન મંત્રાલયને તેમણે લખેલો પત્ર હવે મહત્વના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે જ તેમના સહિત સંપૂર્ણ પક્ષને હચમચાવે તેમ છે.
આ પક્ષમાં તેમણે જે પ્રોજેક્ટ માટેના નાણાં છુટા કરવાની માગ કરી છે તેમાં તેમના જ એક સહયોગી કોન્ટ્રાક્ટર હોવાનું કહેવાય છે. ગોસીખુર્દ પ્રોજેક્ટમાં કથિત કૌભાંડની આશંકા છે અને તેમાં એનસીપીના નેતા અજિત પવારની મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન તરીકેની ખુરશી જતી રહી હતી.
ગડકરીએ ૩૦ જુલાઇએ કેન્દ્રીય જળ સંશાધન પ્રધાન પી.કે. બંસલને પત્ર લખીને પ્રોજેક્ટમાં સામેલ કોન્ટ્રાક્ટરોના બાકી નાણાં ચુકવી દેવાની માગ કરી હતી. જોકે તેમાં કોઇ નામનો ઉલ્લેખ કરાયો ન હતો. પત્રમાં તેમણે લખ્યું હતું કે 'બાકી લેણાંની ચુકવણી નહિ કરાતાં કોન્ટ્રાક્ટરોએ પ્રોજેક્ટનું કામ અટકાવી દીધું છે. આનાથી કાર્યક્રમ વિલંબમાં મુકાય તેમ છે અને તેના કારણે સમયમાં વિલંબ થશે અને સિંચાઇની સવલતો ઉભી કરવામાં ભારે મુશ્કેલી થશે. હાલમાં રૃ. ૪૦૦ કરોડના બાકી લેણાંની ચુકવણી કરવાની બાકી છે.'
હવે ગડકરીના વિરોધીઓ એમ કહે છે કે આ પત્ર લખવા પાછળનો હેતુ તેમના સહયોગી અજય સંચેતીને લાભ આપવાનો હતો. જોકે ભાજપ અને ગડકરીએ પોતાના પગલાંનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના લાભ માટે ગોસીખુર્દ પ્રોજેક્ટ માટે ભંડોળ છુટું કરવાની તેમણે કેન્દ્રને માગ કરી હતી અને તેમાં તેમની સાથે સંકળાયેલાં કોઇ કોન્ટ્રાક્ટરને નહિ.
મુંબઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગડકરીએ કહ્યું હતું કે 'મેં બંસલને પત્ર લખ્યો હતો અને વધુ દસ વખત લખીશ. આ મહારાષ્ટ્રના ખેડૂતોના હિત માટે લખવામાં આવ્યો હતો કેમ કે વિદર્ભમાં ખેડૂતો આત્મહત્યા ન કરે તેવો મારો આશય હતો.'
ગડકરીની જેમ તેમણે પણ આવો જ પત્ર લખ્યો હોવાનું કહેવાય છે તે ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે પત્રમાં કોઇ કોન્ટ્રાક્ટરના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે સ્પષ્ટ છે. મામલો એટલો છે કે કેન્દ્રસરકારનો પ્રોજેક્ટ અધૂરો છે અને તે પૂર્ણ થવો જોઇએ.
જોકે કોંગ્રસના નેતા દિગ્વિજય સિંહે ગડકરીને એક રાજકારણી કરતાં વેપારી ગણાવીને વિવાદ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સ્પષ્ટ છે કે ગડકરી તેમના કોન્ટ્રાક્ટરોના નાણાં તેમને મળે તેમાં રસ ધરાવે છે.
ગોસીખુર્દ પ્રોજેક્ટ ૧૯૮૨માં રૃ. ૩૭૨ કરોડની પ્રારંભિક રકમ સાથે શરૃ કરાયો હતો અને ત ક્યારેય નિયત સમય અને ખર્ચમાં પૂરો થયો નથી. ૨૦૦૮માં તેની પાછળનો ખર્ચ વધીને રૃ. ૭,૦૦૦ કરોડે પહોંચી ગયો હતો અને હવે તો તે રૃ. ૧૩,૦૦૦ કરોડની સપાટીએ પહોંચી ગયો હોવાનો અંદાજ છે.
એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર્સમાં ભાજપના રાજ્યસભાના સાંસદ અજય સંચેતીનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટની કામની ગુણવત્તા ખરાબ હોવાનું અનેક કમિટીઓના ધ્યાનમાં આવતાં ભંડોળ અટકાવી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
જાવડેકરે વધુ સ્પષ્ટતા કરી હતી કે આ એક કેન્દ્રીય પ્રોજેક્ટ છે અને તેમાં કેન્દ્ર પાસેથી ૯૦ ટકા રકમ આવે છે અને ૧૦ ટકા રકમ રાજ્ય સરકારની હોય છે. કેન્દ્ર પાસેથી આવતી રકમ રાજ્ય પાસે જાય છે. પછી રાજ્ય સરકાર તેને વહેંચે છે. કોંગ્રેસના પ્રતિનિધિઓએ પણ રકમ છૂટી કરવા અંગે કેન્દ્રને પત્રો લખ્યા છે તેમ તેમણે કહ્યું હતું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved