Last Update : 05-October-2012, Friday

 

આર્થિક સુધારાઓને પગલે
શેરબજારમાં ભાદરવે દિવાળી રૃપિયો મજબૂત

એફઆઇઆઇની ખરીદી સતત ચાલુ રહેતા ભારે લેવાલી ઃ લાંબા સમયે ૫૨ રૃપિયાની સપાટી

અમદાવાદ, તા.૪
કથળેલા અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવા સરકાર દ્વારા ભરાઈ રહેલા એક પછી એક શ્રેણીબદ્ધ પગલા તેમજ આગામી સમયમાં પણ આર્થિક સુધારા જળવાઈ રહેવાના પ્રબળ આશાવાદ પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે પણ એફઆઇઆઇની આગેવાની હેઠળ નીકળેલી નવી ઝડપી લેવાલી પાછળ સેન્સેક્સ ૧૫ માસ પછી ૧૯,૦૦૦ની મહત્વની મનોવૈજ્ઞાાનિક સપાટી કૂદાવી ગયો હતો. તો બીજી તરફ આ અહેવાલો પાછળ અમેરિકી ડોલર સામે પણ રૃપિયો વધુ ૪૨ પૈસા સુધરીને ૫૧ના મથાળા પર બંધ આવ્યો હતો.
સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે એફડીઆઇને અપાયેલી મંજૂરી સહિતના અન્ય પગલા બાદ વીમા સહિત અન્ય ક્ષેત્રને પણ વિદેશી રોકાણકારો માટે ખુલ્લું મૂકવાના પ્રબળ આશાવાદ પાછળ આજે કામકાજનો પ્રારંભ ઉછાળા સાથે થયા બાદ એફઆઇઆઇની આગેવાની હેઠળ નીકળેલી નવી લેવાલી પાછળ સુધારાની ચાલ જોશભેર આગળ વધતા સેન્સેક્સે મહત્ત્વની એવી ૧૯૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. તો બીજી તરફ એન.એસ.ઇ.ના નિફ્ટીએ પણ મહત્ત્વની ગણાતી એવી ૫૮૦૦ની સપાટી કુદાવી દીધી હતી.
એફઆઇઆઇની આગેવાની હેઠળ નીકળેલી લેવાલી પ્રબળ બનતા બજારમાં સુધારાની ચાલ વેગીલી બનવા પામી હતી. જેમાં આજે સ્મોલ કેપ અને મીડ કેપ શેરોમાં પણ સંગીન સુધારો જોવા મળ્યો હતો. એકધારી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઝડપથી આગળ વધતા ઇન્ટ્રાડે ૨૩૭ પોઇન્ટ ઉછળીને ૧૯૧૦૭ની ૧૫ માસ પહેલાની એટલે કે જુલાઈ ૨૦૧૧ની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો.
સતત નવી લેવાલીના પગલે આજે હેવીવેઇટ શેરોની સાથોસાથ બેંકો, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ગુડ્ઝ, પાવર, ઇન્સ્યુરન્સ અને રિયાલ્ટી શેરોમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જો કે ઉંચા મથાળે બજારમાં નફારૃપી વેચવાલીનું દબાણ આવતા તેજીની ચાલમાં રૃકાવટ આવી હતી અને બંને મહત્ત્વના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં પીછેહઠ થઈ હતી. જો કે આમ છતાં કામકાજના બી.એસ.ઇ. સેન્સેક્સ ૧૮૮.૪૬ પોઇન્ટ ઉછળી ૧૯૦૫૮.૧૬ અને નિફ્ટી ૫૬.૩૫ પોઇન્ટ વધી ૫૭૮૭.૬૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
એકધારી નવી લેવાલી પાછળ બી.એસ.ઇ. ખાતે ૧૭૦૫ શેરોમાં સુધારા તરફી વલણ રહ્યું હતું. જ્યારે ૨૮૩ શેરોમાં તેજીની સર્કિટ અમલી બનવા પામી હતી. સેન્સેક્સમાં નોંધાયેલા ઉછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં એટલે કે બી.એસ.ઇ. માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૃા. ૪૮,૦૦૦ કરોડનો વધારો થતા તે રૃા. ૬૬.૭૧ લાખ કરોડ થવા પામ્યું હતું.
સરકાર દ્વારા ભરાઈ રહેલા શ્રેણીબદ્ધ સુધારાના પગલે એફ.આઇ.આઇ.ના એકધારા ઠલવાઈ રહેલા ભંડોળ તેમજ આગેવાન બેંકો તથા નિકાસકારો દ્વારા ડોલરમાં હાથ ધરાયેલા વેચવાલી પાછળ આજે ડોલર સામે ભારતીય રૃપિયો ઝડપથી સુધારા તરફી બની રહ્યો હતો.
હુંડિયામણ બજારમાં આજે કામકાજનો પ્રારંભ મક્કમ ટોને થતા રૃપિયો ૫૨.૦૦ના મથાળે ખુલ્યો હતો જો કે ત્યારબાદ તે ગગડયો હતો અને ૫૨.૧૦ની સપાટીએ ઉતર્યો હતો પરંતુ એફ.આઇ.આઇ. દ્વારા આજે પણ ઇક્વિટી બજારમાં રૃા. ૯૫૦ કરોડનું ભંડોળ ઠાલવ્યા હોવાના અહેવાલો તેમજ આગેવાન બેંકો અને નિકાસકારો દ્વારા ડોલરમાં એકધારી વેચવાલી હાથ ધરાતા તે બાઉન્સ બેક થયો હતો અને સુધરીને પુનઃ ૫૧નું મથાળું હાંસલ કરી ૫૧.૬૬ થયા બાદ કામકાજના અંતે ૪૨ પૈસા સુધરી ૫૧.૭૪ના મથાળે બંધ રહ્યોહતો. જે તેની સાડા પાંચ માસની ઉંચી સપાટી છે.

 

વિવિધ ઇન્ડેક્સના ઉછાળા

ઇન્ડેક્સ

બંધ સપાટી

ઉછાળો (ટકામાં)

બી.એસ.ઇ. સેન્સેક્સ

૧૯૦૫૮.૧૫

૧.૦૦

બી.એસ.ઇ. રિયાલ્ટી

૧૯૪૪.૪૧

૪.૯૪

બી.એસ.ઇ. કન્ઝ્યુ. ડયુરેબલ્સ

૭૧૧૩.૫૦

૨.૪૪

બી.એસ.ઇ. બેંકેક્સ

૧૩૩૫૭.૪૪

૧.૯૨

બી.એસ.ઇ. કન્ઝ્યુ ગુડ્ઝ

૧૧૨૯૦.૭૩

૧.૮૯

બી.એસ.ઇ. પાવર

૨૦૯૧.૨૯

૧.૫૭

બી.એસ.ઇ. ઓઇલ

૮૮૧૫.૮૨

૧.૦૫

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved