Last Update : 05-October-2012, Friday

 

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે

કોમોડિટી એકસચેન્જો માટે નવું ાૃધોરણ એક મહિનાની અંદર લાગુ કરવા વાયદા પંચની યોજના

દરેક કોમોડિટી એકસચેન્જો માટે ઈલિક્વિડ કોન્ટ્રેકટસ એટલે કે જે કોમોડિટીઝના વાયદામાં ખાસ વેપાર થતો ન હોય તે માટે દૈનિક ઓછામાં ઓછા સરેરાશ ટર્નઓવરનું ધોરણ દાખલ કરવા ફોરવર્ડ માર્કેટ કમિશન યોજના ધરાવે છે. આ ધોરણ એક મહિનાની અંદર લાગુ કરવાની વાયદા પંચની યોજના છે. વર્ષો સુધી જે કોમોડિટીઝમાં વેપાર થતો નથી હોતો તેને ઈલિક્વિડ કોન્ટ્રેકટસની યાદીમાં મૂકવામાં આવે છે. શરૃઆતમાં ભારે ધસારા બાદ અનેક કોમોડિટીઓને કોઈ પૂછતું નથી, જે એક ચિંતાનો વિષય ગણાય એમ વાયદા બજાર પંચના એક અધિકારીએ જણાવ્યું હતું.
કેટલાક ઈલિક્વિડ કોન્ટ્રેકટસના રિન્યુઅલ્સ માટે કોમોડિટી એકસચેન્જોએ પાઠવેલી વિનંતીઓના પ્રતિસાદમાં વાયદા પંચનો આ નિર્ણય આવી પડયો છે. ઈલિક્વિડ કોન્ટ્રેકટસમાં વેપાર વધારવા ઘડેલા પ્લાનની નોંધ પણ કોમોડિટી એકસચેન્જોએ વાયદા પંચને સુપરત કરી છે.
મોટાભાગના કિસ્સામાં એકસચેન્જોએ પોતાની યોજનાનો અમલ કરાશે જ એવી કોઈ ખાતરી આપી નથી. ફરજિયાત માર્ગદર્શિકાના અભાવે એકસચેન્જો પર દબાણ પણ લાવી શકાતું નથી. એકસચેન્જો પોતાના પ્રયાસમાં હકારાત્મક અભિગમ ધરાવતા થાય તે માટે ઈલિક્વિડ કોન્ટ્રેકટસમાં રોજ ઓછામાં ઓછું ચોક્કસ સરેરાશ ટર્નઓવર થવું જ જોઈએ તેવું ફરજિયાત ધોરણ દાખલ કરવા ઈરાદો ધરાવીએ છીએ એમ વાયદા પંચના અધ્યક્ષ રમેશ અભિષેકે જણાવ્યું હતું. આ ધોરણ એક મહિનામાં લાગુ કરાશે. ફોરવર્ડ માર્કેટ કમિશન (એફએમસી)ની વેબસાઈટ પ્રમાણે હાલમાં ૧૧૩ જેટલી કોમોડિટીઝમાં વાયદાના વેપારની છૂટ અપાઈ છે. આમાંની ૨૫ ભારે લિક્વિડ છે જ્યારે ૩૦ જેટલી સેમી-લિક્વિડ છે. ૧૫ જેટલી જાતોમાં તક ઊભી થાય તો જ વેપાર થાય છે, જ્યારે બાકીની ૪૩ જેટલી કોમોડિટીઝમાં ખાસ વેપાર થતો નહીં હોવાનું જણાતા તેને ઈલિક્વિડ કોન્ટ્રેકટસની યાદીમાં મુકાઈ છે.
નવી માર્ગદર્શિકા પ્રમાણે એકસચેન્જોને છ મહિનાનો સમય અપાશે જેમાં તેમણે લઘુત્તમ દૈનિક સરેરાશ ટર્નઓવરનું ધોરણ હાંસલ કરવાનું રહેશે. દરેક કોમોડિટી પ્રમાણે લઘુત્તમ દૈનિક સરેરાશની રકમ અલગ અલગ હશે, એમ અભિષેકે જણાવ્યું હતું. આ ઉપરાંત એકસચેન્જો પ્રમાણે આ ધોરણ અલગઅલગ હશે.
ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારની છૂટને ચાલુ રાખવા માટેની દરખાસ્ત શા માટે મોકલવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવા પણ એકસચેન્જોને અગાઉ જણાવાયું હતુંં.વેપાર માટે મુકાયેલી કોમોડિટીનો કોઈ લેવાલ ન હોય છતાં એકસચેન્જો તેને વર્ષો સુધી રિન્યુ કરાવતા રહે છે.દેશમાં ૨૧ જેટલા માન્યતા પ્રાપ્ત કોમોડિટી એકસચેન્જો છે. હાલમાં જે ૧૧૩ કોમોડિટીઝના વાયદાના વેપારને મંજુરી અપાઈ છે તેમાં ગોલ્ડ, સિલ્વર, ઝિંક, કોપર, જીરા, મરી જેવી કોમોડિટીમાં ભારે વોલ્યુમ રહે છે. ૨૦૧૧-૧૨માં દેશના દરેક કોમોડિટી એકસચેન્જોનું મળીને કુલ વોલ્યુમ ૧૪૦.૨૬ કરોડ ટન રહ્યું હતું જે મૂલ્યની દ્રષ્ટિએ રૃપિયા ૧૮૧,૨૬,૧૦૪ કરોડ રહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved