Last Update : 05-October-2012, Friday

 

મેડીક્લેઈમ પોલીસીમાં ક્લેઈમ બાદ
રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

મોટી ઉંમરે લેવાતા મેડીક્લેઈમ/આરોગ્ય વીમા પોલીસીના આજીવન રિન્યુઅલ અંગે નવા નિયમો આવશે

નવી દિલ્હી, ગુરુવાર
વીમાધારકે મેડિક્લેમ પોલીસીમાં ક્લેઈમ લીધો હોય તો પણ જ્યારે તે પોલીસી રિન્યુ કરાવે ત્યારે આવી પોલીસી પર લોડ ચાર્જીસ લાદવા દેવામાં આવશે નહીં. વીમા નિયમનકાર સંસ્થા ઈરડા ૬૫ વર્ષની વયે લેવામાં આવતો મેડિક્લેમ અને આરોગ્ય વીમા પોલીસીના આજીવન રિન્યુઅલ અંગે ટૂંક સમયમાં નવા નિયમો લાવી રહી છે.
ઈરડાના અધ્યક્ષ જે. હરિનારાયણે જણાવ્યું હતું કે, કોઈપણ હેલ્થ ઈન્શોરન્સ પ્રોડક્ટમાં પારદર્શિતા જળવાવી જોઈએ, તેમાં લેવાતા ચાર્જીસનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. ખાસ કરીને વીમા ધારક જ્યારે ક્લેઈન લે છે, ત્યાર પછીના રિન્યુઅલ વખતે પ્રિમિયમ વધારી દેવામાં આવે છે તે તદ્દન ગેરવાજબી છે.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પોલીસીની રૃપરેખા નક્કી થાય છે, તે વખતે જ તમામ ચાર્જની ગણતરી થઈ જવી જોઈએ, નહીં કે ગ્રાહક મુકે ત્યારે ખર્ચ વધારી દેવામાં આવે. આ વર્ષે મે માસમાં ઈરડાએ વીમા આરોગ્ય નિયમન સંબંધી ડ્રાફ્ટ મુક્યો છે. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કોઈ વીમા કંપની જ્યારે પોલીસી પ્લાન બનાવે ત્યારે તેમાં ક્લેઈમ પણ આપી શકે છે એવી ધારણા સાથે પ્રીમીયમ સહિતના તમામ ખર્ચાની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરે છે. એક વખત પોલીસી મંજૂર થયા પછી રિન્યુઅલ વખતે પ્રિમિયમ વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વીમા કંપનીઓ ગ્રાહકે જો આગલા વર્ષે ક્લેઈમ લીધો હોય તો પછીના વર્ષ માટેના પોલિસી રિન્યુઅલ વખતે પ્રિમિયમ અને લોડ ચાર્જીસ વધારી દેવામાં આવે છે. લોડ ચાર્જીસ પણ ફિક્સ નથી. અને તે ક્લેઈમની રકમના આધારે લેવામાં આવે છે. લોડ ગણવાની પધ્ધતિ પણ કંપનીએ કંપનીએ જુદી છે. જો કે ઈરડાની ગાઈડ લાઈન પ્રમાણે હવે વીમા કંપનીઓને લોડીંગનું માળખું પોલીસી ડોક્યુમેન્ટમાં જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
વીમા કંપની દ્વારા વીમા ધારકે લીધેલા ક્લેઇમ અને જોખમોના આકલન પરથી લોડ નક્કી થાય છે. વીમા ધારકને ધુમ્રપાન કરવાની કે અન્ય ટેવ હોય તો જોખમ વધી જાય છે અને તેના કારણે મેડીક્લેઈમ પોલીસીનો લોડ વધી જાય છે.
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના એમ.ડી. ભાર્ગવ દાસગુપ્તાએ જણાવ્યું કે 'બોર્ડ'ની જોગવાઈ દૂર કરીને વીમા પોલીસી ગ્રાહકોને વધુ સાનુકૂળ આવે ેતેવી બનાવવાની જરૃર છે. આના માટે આરોગ્ય વીમા પોલીસીની ફીનું માળખું પારદર્શક બનાવવું પડશે. તેમને જણાવ્યું કે દસ સ્ટાન્ડર્ડ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ બનાવાશે જેમાં ઈરડાની પણ મંજૂરી ન લેવી પડે. હાલ આ દરખાસ્ત નાણા મંત્રાલયને મોકલાઈ છે એમ ઇરડાના અધ્યક્ષે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નોન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીના આઈપીઓના ધોરણો ટૂંક સમયમાં આવશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved