Last Update : 05-October-2012, Friday

 

વિશ્વ બજારમાં ૧૮૦૦ ડોલર નજીક પહોંચેલા સોનાના ભાવો
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!

ઘરઆંગણે ડોલરના ભાવો તૂટી રૃ.૫૨ની અંદર ઉતરી જતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં જો કે સોના-ચાંદીના ભાવોમાં આજે તેજી આગળ વધી હતી છતાં ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો તૂટી જતાં સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી જ રહી હતી અને તેના પગલે હાજર બજારમાં ભાવો દબાણ હેઠળ રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૦૯૦ વાળા રૃ.૩૧૦૦૦ ખુલી રૃ.૩૦૯૮૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૨૭૦ વાળા રૃ.૩૧૧૪૫ ખુલી રૃ.૩૧૧૨૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૦૪૦ વાળા રૃ.૬૧૭૨૦ ખુલી રૃ.૬૧૭૩૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો વધુ ઘટી રૃ.૬૧૩૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૦૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ઔંશના ભાવો જો કે ૧૭૭૬.૫૦થી ૧૭૭૭ ડોલર વાળા આજે ઉંચામાં ૧૭૯૪.૬૦ ડોલર બોલાયા પછી સાંજે ૧૭૮૬.૩૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો પણ ૩૪.૬૭થી ૩૪.૬૮ ડોલર વાળા આજે ઉંચામાં ૩૫ ડોલર પાર કરી ૩૫.૧૧થી ૩૫.૧૨ ડોલર રહી સાંજે ૩૪.૮૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ડોલરના ભાવો આજે રૃ.૫૨.૧૬ વાળા રૃ.૫૨.૧૭ રહ્યા પચી ઝડપી નીચા આવી રૃ.૫૨ની અંદર ઉતરી રૃ.૫૧.૬૬ થઈ છેલ્લે રૃ.૫૧.૭૪ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલરના ભાવો ઘટતાં સોનામાં હેજફંડો સતત લેવાલ રહ્યાની ચર્ચા હતી. દિલ્હીમાં આજે સોનાના ભાવો રૃ.૧૨૫ ઘટી ૯૯.૯૦ના રૃ.૩૧૩૭૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૫૭૫ રહ્યાના સમાચારો હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૪૦૦ ઘટી રૃ.૬૦૬૦૦ તથા વિકલી ડિલીવરીના બાવો રૃ.૬૨૫૨૫ રહ્યાના સમાચારો હતા. ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ ઘટી રૃ.૭૬થી ૭૭ હજાર રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved