Last Update : 05-October-2012, Friday

 

ઈન્સ્યોરન્સ ક્ષેત્રે ૪૯ ટકા FDI, પેન્શન બિલને કેબીનેટની મંજૂરી પૂર્વે
ડોલર તૂટીને રૃ.૫૧.૭૪, ક્રુડ ગબડી ૧૦૯ ડોલરઃ નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી

રીયાલ્ટી શેરોમાં ભડકોઃ FIIની વધુ રૃ.૯૪૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, ગુરુવાર
કેન્દ્રિય કેબીનેટ દ્વારા આર્થિક સુધારાઓને આગળ વધારી આજે ગુરુવારે મળનારી મીટિંગમાં ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદામાં વધારાને મંજૂરી આપવાની દરખાસ્ત પર નિર્ણય અને પેન્શન ક્ષેત્ર પણ વિદેશી રોકાણકારો માટે ખુલ્લુ મૂકવાના ગઈકાલે જ મળી ગયેલા સંકેત સાથે મનમોહન સિંહની સરકારે અર્થતંત્રમાં સમૂળગું પરિવર્તન લાવવાના અને ઝડપી આર્થિક વૃધ્ધિના નિર્ધારે એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે શેરોમાં ઓલરાઉન્ડ સાર્વત્રિક તેજી કરીને સેન્સેક્ષને ૧૯૦૦૦ની સપાટી પાર કરાવી ૧૯૧૦૭ની ઊંચાઈએ અને નિફટીને ૫૮૦૦ની સપાટી કુદાવી ૫૮૦૭ની ૧૭ મહિનાની નવી ટોચે લાવી મૂક્યા હતા. શેરબજારના સેન્ટીમેન્ટમાં આવેલા ઝડપી બદલાવથી હવે ફરી પ્રોપર્ટી- રીયલ એસ્ટેટ માર્કેટમાં માગમાં વૃધ્ધિના અંદાજો પ્રોપર્ટીની ખરીદી માટેની પૂછપરછ વધી રહ્યાના અહેવાલ વચ્ચે આજે રીયાલ્ટી- પ્રોપર્ટી કંપનીઓના શેરોની આગેવાનીએ અને તહેવારોની સીઝને કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો સાથે બેંકિંગ, પાવર, કેપિટલ ગુડઝ, ઓઈલ ગેસ શેરોમાં ફંડોની આક્રમક લેવાલી નીકળી હતી. પેન્શન અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રે વિદેશી રોકાણને પ્રોત્સાહનોના આર્કષણ સાથે બ્રોકિંગ- ફાઈનાન્શિયલ જાયન્ટ એડલવેઈસ દ્વારા સેન્સેક્ષ ટૂંકાગાળામાં ઐતિહાસિક નવી ઊંચાઈને આંબશે એવી આગાહીની પોઝિટીવ અસર સાથે ભારતનો સપ્ટેમ્બર ૨૦૧૨ મહિનાનો સર્વિસિઝ પીએમઆઈ સાત મહિનામાં સૌથી ઝડપી વૃધ્ધિએ ઓગસ્ટના ૫૫ની તુલનાએ ૫૫.૮ની ઊંચાઈએ નોંધાતા પોઝિટીવ અસરે સાઈડ માર્કેટમાં પણ વ્યાપક લેવાલી નીકળી હતી. ટ્રેડીંગના આરંભથી જ ભેલ, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ડો. રેડ્ડી'ઝ લેબ., મારૃતી સુઝુકી, એચડીએફસી બેંક, એચડીએફસી, આઈટીસી, ગેઈલ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં આક્રમક લેવાલીએ સેન્સેક્ષ આગલા બંધ ૧૮૮૬૯.૬૯ સામે ૧૮૯૩૯.૭૫ મથાળે ખુલીને ૨૩૭.૩૫ પોઈન્ટના ઉછાળે ૧૯૧૦૭.૦૪ની જુલાઈ ૨૦૧૧ બાદની ૧૫ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. જે વધ્યા મથાળે અમુક વર્ગની ફ્રન્ટલાઈન શેરો સાથે 'એ' ગુ્રપના શેરોમાં નફારૃપી વેચવાલી નીકળતા અંતે આ સુધારો ૧૮૮.૪૬ પોઈન્ટ મર્યાદિત બની જઈ અંતે ૧૯૦૫૮.૧૫ બંધ રહ્યો હતો.
એક સાથે અનેક પરિબળો નેગેટીવમાંથી પોઝિટીવઃ ક્રુડ ત્રણ ડોલર તૂટયું ઃ ડોલર ૪૨ પૈસા તૂટીને રૃ.૫૧.૭૪
નાણાપ્રધાન પી. ચિદમ્બરમ, વડાપ્રધાન મનમોહન સિંહની રીફોર્મ્સની આક્રમક પહેલથી આકર્ષાઈ એફઆઈઆઈની શેરોમાં આક્રમક લેવાલીએ રૃપિયા સામે ડોલરની સતત પડતીને પગલે ડોલર વધુ ૪૨ પૈસા ગબડીને રૃ.૫૧.૭૪ની સાડા પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી જતાં અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ ૩ ડોલર જેટલા ઘટીને ૧૦૮ જેટલા થઈ જતાં ભારત માટે આર્થિક મોરચે આયાત બિલ ઘટવાથી વધતી ખાધનું જોખમ ઘટવાના પોઝિટીવ પરિબળ સાથે સરકારે ડીઝલના ભાવ વધારી અને એલપીજી પરની સબસીડીમાં કાપ મૂકીને લીધેલા નિર્ણયોની સકારાત્મક અસર રાજકોષીય ખાધમાં ઘટાડા થકી થવાના તેમજ ચોમાસું એકંદર સારું નીવડતા ફુગાવાનું જોખમ વધુ ઘટવાના અંદાજોએ ફંડો શેરોમાં આક્રમક લેવાલ બન્યા હતા.
નિફટી ૫૮૦૭ની ૧૭ મહિનાની નવી ઊંચાઈએઃ ૨૭, એપ્રિલ ૨૦૧૧ બાદની નવી ઊંચાઈએ ૫૭૮૮ બંધ
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૭૩૧.૨૫ સામે ૫૭૫૧.૫૫ મથાળે ખુલીને સળસળાટ તેજીમાં ભેલ, ડીએલએફ, જેપી એસોસીયેટસ, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેંક, અંબુજા સિમેન્ટસ, એકસીસ બેંક, આઈટીસી, ડો. રેડ્ડીઝ લેબ., સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, મારૃતી સુઝુકી, એચડીએફસી, ભારતી એરટેલ, લાર્સન, એસીસીમાં મોટાપાયે લેવાલીએ નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી જઈ ૫૮૦૭.૨૫ની ૧૭ મહિનાની નવી ઊંચાઈ બનાવી હતી. જે વધ્યા મથાળે ફાર્મા શેરો રેનબેક્સી લેબ, લુપીન, સિપ્લા, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટમાં વેચવાલી સાથે વધેલા શેરોમાં પણ પ્રોફીટ બુકીંગને પરિણામે નિફટીનો ઉછાળો પણ મર્યાદિત બની અંતે ૫૬.૩૫ પોઈન્ટના ઉછાળે ૫૭૮૭.૬૦ની ૨૭, એપ્રિલ ૨૦૧૧ બાદની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ અપ છતાં નિફટી સ્પોટઃ હવે ૫૭૩૫ નીચે બંધ થવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે
ટેકનીકલી, નજીકનો ટ્રેન્ડ પોઝિટીવ- અપ બતાવાઈ રહ્યો છે. પરંતુ હવે ટેકનીકલી નિફટી સ્પોટ ૫૭૩૫ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો ટ્રેન્ડ બદલાશે.
નિફટી ૫૯૦૦નો કોલ ૩૩.૫૫થી ઉછળીને ૫૧ઃ ઓક્ટોબર ફયુચર ૫૮૪૨ બોલાયોઃ ૬૦૦૦નો કોલ ૧૪.૨૦થી વધીને ૨૨.૬૫
ડેરીવેટીવ્ઝમાં નિફટી ઓક્ટોબર ફયુચર ૨,૨૨,૧૩૧ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૪૬૬.૬૩ કરોડના ટર્નઓવરે ૫૭૬૮.૨૫ સામે ૫૭૮૫ ખુલી નીચામાં ૫૭૮૦ થઈ ઉપરમાં ૫૮૪૨ સુધી જઈને અંતે ૫૮૩૦ હતો. નિફટી ૬૦૦૦નો કોલ ૨,૨૩,૬૪૨ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૭૩૪.૧૭ કરોડના ટર્નઓવરે ૧૪.૨૦ સામે ૧૫.૬૫ ખુલી ઉપરમાં ૨૫.૩૦ સુધી જઈ અંતે ૨૨.૬૫ હતો. નિફટી ૫૯૦૦નો કોલ ૩૩.૫૫ સામે ૩૭ ખુલી નીચામાં ૩૬.૮૦ થઈ ઉપરમાં ૫૬.૩૦ સુધી જઈ અંતે ૫૧ હતો.
નિફટી ૬૨૦૦નો કોલ ૨.૯૦થી ઉછળી ૪.૪૫ બોલાયોઃ બેંક નિફટી ફયુચર ૧૧૭૪૦ની ઊંચાઈએ
નિફટી ૬૨૦૦નો કોલ ૫૮૯૯૨ કોન્ટ્રેકટસમાં રૃ.૧૮૨૯.૮૧ કરોડના ટર્નઓવરે ૨.૯૦ સામે ૩.૩૦ ખુલી નીચામાં ૨.૮૦થી ઉપરમાં ૪.૪૫ સુધી જઈને અંતે ૩.૩૦ હતો. બેંક નિફટી ઓક્ટોબર ફયુચર ૮૫૧૬૨ કોન્ટ્રેકટસમાં રૃ.૨૪૮૮.૨૧ કરોડના ટર્નઓવરે ૧૧૪૮૫.૨૦ સામે ૧૧૫૩૧.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૧૫૨૧.૧૦થી ઉપરમાં ૧૧૭૩૯.૯૫ સુધી જઈ અંતે ૧૧૭૨૨.૯૫ રહ્યો હતો.
બદલાયેલા સેન્ટીમેન્ટે હવે રીયાલ્ટી ક્ષેત્રે ફરી તેજીના ઔમંડાણ! ડીબી રીયાલ્ટી, ઈન્ડિયાબુલ્સ, ડીએલએફ ઉછળ્યા
શેરોમાં એફઆઈઆઈની આક્રમક તેજીથી હવે બદલાયેલા સેન્ટીમેન્ટ સાથે રીયલ એસ્ટેટ પ્રોપર્ટીની માગ- ભાવમાં ફરી તેજી આવવાના અને ગ્રાહકોની પૂછપરછ વધ્યાના અહેવાલ વચ્ચે રીયાલ્ટી શેરોમાં હનુમાન કુદકો જોવાયો હતો. ડીબી રીયાલ્ટી રૃ.૭.૩૦ ઉછળીને રૃ.૮૦.૫૦, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૪.૯૦ તેજીએ રૃ.૬૩.૩૫, પ્રેસ્ટિજ એસ્ટેટસ રૃ.૧૦.૧૫ ઉછળીને રૃ.૧૪૪.૧૦, ઓબેરોય રીયાલ્ટી રૃ.૧૯.૦૫ વધીને રૃ.૨૭૭.૯૦, એચડીઆઈએલ રૃ.૫.૭૦ વધીને રૃ.૧૦૬.૫૫, ડીએલએફ રૃ.૧૨.૩૫ વધીને રૃ.૨૪૧.૨૦, શોભા ડેવલપર્સ રૃ.૧૭.૮૦ વધીને રૃ.૩૮૨.૮૦, પાર્શ્વનાથ ડેવલપર્સ રૃ.૧.૯૫ વધીને રૃ.૪૨.૭૫, ફિનિકસ મિલ રૃ.૪.૪૦ વધીને રૃ.૨૦૦.૪૦, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૪.૮૫ વધીને રૃ.૫૯૯.૧૦ રહ્યા હતા. બીએસઈ રીયાલ્ટી ઈન્ડેક્ષ ૯૧.૫૮ પોઈન્ટની તેજીએ ૧૯૪૪.૪૧ રહ્યો હતો.
ઈન્સ્યોરન્સ ક્ષેત્રે ૪૯ ટકા એફડીઆઈ મંજૂરી પૂર્વે બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં ઔતેજીઃ બજાજ ફીનસર્વ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી શેરો ઉછળ્યા
કેબીનેટ દ્વારા ઈન્સ્યોરન્સ ક્ષેત્રે એફડીઆઈ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ) ૨૬ ટકાથી વધારી ૪૯ ટકા કરવાને મંજૂરી અપાતા અને પેન્શન બિલને પણ મંજૂરી અપાતા પૂર્વે ફાઈનાન્શિયલ- બેંકિંગ શેરોમાં ફંડોની લેવાલી વધી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૩૦.૮૫ વધીને રૃ.૧૦૮૩.૭૦, એચડીએફસી બેંક રૃ.૧૨.૮૦ વધીને રૃ.૭૮૮.૮૫, બજાજ ફીનસર્વ રૃ.૨૮.૮૦ ઉછળીને રૃ.૯૫૩.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૪૯.૩૦ વધીને રૃ.૨૩૪૪.૮૦, ફેડરલ બેંક રૃ.૯.૫૦ વધીને રૃ.૪૫૮.૮૦, રિલાયન્સ કેપિટલ રૃ.૮.૭૦ વધીને રૃ.૪૫૨.૮૫, બેંક ઓફ બરોડા રૃ.૧૧.૪૦ વધીને રૃ.૭૯૧.૯૦, એકસીસ બેંક રૃ.૨૭.૬૦ વધીને રૃ.૧૧૪૧.૨૫ રહ્યા હતા.
ક્રુડ ઓઈલ તૂટી ૧૦૯ ડોલરઃ રૃપિયો ૪૨ પૈસા ઉછળી રૃ.૫૧.૭૪ઃ ઓઈલ શેરો બીપીસીએલ, એચપીસીએલમાં તેજી
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અમેરિકામાં ૧૯૯૯ બાદનો ૧૮ વર્ષનો સૌથી વધુ સ્ટોક પુરવઠો વધ્યાના અહેવાલ પાછળ બ્રેન્ટ ક્રુડ ઓઈલના ત્રણ ડોલર જેટલા ઘટીને બેરલ દીઠ ૧૦૯ ડોલર થઈ જતાં અને નાયમેક્ષ ક્રુડના ૮૮.૬૬ ડોલર થઈ જતાં અને રૃપિયા સામે ડોલર તૂટતો જઈ આજે વધુ ૪૨ પૈસા તૂટીને રૃ.૫૧.૭૪ થઈ જતાં ઓઈલ માર્કેટીંગ પીએસયુ કંપનીઓને આયાત બિલમાં મોટો ફાયદો થવાના અંદાજોએ શેરોમાં ફંડો ઈન્વેસ્ટરો લેવાલ હતા. બીપીસીએલ રૃ.૧૧.૫૫ વધીને રૃ.૩૫૯.૭૦, એચપીસીએલ રૃ.૯.૮૫ વધીને રૃ.૩૨૧.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૃ.૭.૩૫ વધીને રૃ.૨૬૦.૪૫, ગેઈલ ઈન્ડિયા રૃ.૬.૮૦ વધીને રૃ.૩૯૧.૮૫, ઓઈલ ઈન્ડિયા રૃ.૫.૫૦ વધીને રૃ.૪૮૫.૦૫, ઓએનજીસી રૃ.૨.૭૫ વધીને રૃ.૨૮૪.૧૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૬.૫૦ વધીને રૃ.૮૫૨.૭૫ રહ્યા હતા.
રીટેલ ઈન્વેસ્ટરોની સક્રીયતાએ સ્મોલ- મિડ કેપમાં તેજીનું તોફાન જોવાશે! ૧૭૦૫ શેરો વધ્યાઃ ૨૮૩ શેરોમાં ઓનલી બાયર
ફ્રન્ટલાઈન, 'બી' ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં વિદેશી ફંડો સાથે સ્થાનિક ફંડો અને રીટેલ ઈન્વેસ્ટરો પણ સક્રીય બનીને લેવાલી કરવા લાગતા માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. રીટેલ ઈન્વેસ્ટરોની સક્રીયતા સાથે બ્રોકિંગ હાઉસોએ પણ મોટી તેજીનું ધ્યાન મૂકવા લાગતા શેરોમાં હજુ વ્યાપક તેજીના તોફાનની બજારમાં શક્યતા મૂકાવા લાગી છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૪ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૭૦૫ અને ઘટનારની ૧૨૪૫ રહી હતી. ૨૮૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઈઆઈની શેરોમાં વનસાઈડ સતત ખરીદીઃ વધુ રૃ.૯૪૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે- ગુરુવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૃ.૯૪૪.૫૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૩૨૪૫.૭૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૩૦૧.૨૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૮૧૮.૫૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃ.૧૩૨૭.૬૪ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૨૧૪૬.૨૦ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
નવા ઔરીફોર્મ્સથી સેન્સેક્ષ ૧૯૦૦૦, નિફટી ૫૮૦૦ની સપાટી કુદાવી
સોના-ચાંદીમાં ઘરઆંગણે ભાવો તૂટયા જયારે વિશ્વ બજારમાં આગળ ધપતી તેજી!
FIIના રોકાણ પ્રવાહ અંગે શંકા-કુશંકા

રિન્યુઅલ વખતે વધુ પ્રિમીયમ લેતી કંપનીઓની સામે ઈરડાની લાલ આંખ

ઈલિક્વિડ કોમોડિટીઝના વેપારને સક્રિય બનાવવા દૈનિક લઘુત્તમ ટર્નઓવરનું ધોરણ લાગુ કરાશે
મોંઘવારી અને નીચી આવકના કારણે તહેવારોમાં ખરીદી ઘટશે ઃ એસોચેમ
ગંગા નદીને બચાવવા કેન્દ્ર કડક કાયદો ઘડે ઃ ઉમા ભારતી

માલ સમયસર ન પહોંચાડતાં કુવૈત એરવેઝને રૃા. ૨૫ લાખનો દંડ

ઈરાન, તાલિબાન અને અલ કાયદાને ૬ અબજ ડોલરનો દંડ ફટકારાયો

બ્રિટનમાં ૫૫,૦૦૦ પાઉન્ડ માટે પુત્રને કેન્સરનો માતાનો ખોટો દાવો
લંડનમાં હોટ ટબમાં બેસીને ફિલ્મો માણવાનો અનોખો પ્રયોગ

ફેસબુકના સીઇઓ રોજ એક જ સરખાં કપડાંમાં કેમ દેખાય છે?

પાકિસ્તાને ફરી શસ્ત્રવિરામ ભંગ કર્યો
ગ્રામ્ય મહિલા નેતાઓને ઝડપી માહિતી માટે મોબાઇલ એપ્લિકેશન
પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved