Last Update : 05-October-2012, Friday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૫-૧૦-૨૦૧૨, શુક્રવાર
નિજ ભાદરવા વદ પાંચમ
પાંચમનું શ્રાઘ્ધ

 

દિવસના ચોઘડિયા ઃ ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા ઃ રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૧ મિ. (સૂ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ રોહિણી રાત્રે ૪ ક. ૪૦ મિ. સુધી પછી મૃગશીર્ષ
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-કન્યા, મંગળ-વૃશ્ચિક, બુધ-તુલા, ગુરૂ-વૃષભ, શુક્ર-સંિહ, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-વૃષભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ.આ./૧૩
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા વદ પાંચમ ને શુક્રવાર.
- આજે પાંચમનું શ્રાઘ્ધ.
- વ્યતિપાત સવારના ૧૧ ક. ૩૭ મિ.થી શરૂ.
- રોહિણી.
- યમઘંટયોગ રાત્રે ૪ ક. ૪૦ મિ. સુધી.
- હરિરાયજી મહાપ્રભુનો ઉત્સવ.
- મુકુન્દરાયજી (કાશી)નો મહોત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જીલ્કાદ માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૧૯ રોજ ફરવરદીન

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા અનુભવાય. પરંતુ નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડે. ખર્ચ-ખરીદી થાય.

 

વૃષભ ઃ આપના કામકાજમાં વ્યસ્ત રહો છતાં માનસિક પરિતાપ અનુભવાય. માથામાં દર્દ-પીડા અનુભવાય. ઘ્યાન રાખવું પડે.

 

મિથુન ઃ સંયુક્ત ધંધા-મિલ્કતના પ્રશ્ને કૌટુંબિક વાદ-વિવાદથી સંભાળવું પડે. આંખોમાં-માથામાં દર્દ-પીડા અનુભવાય.

 

કર્ક ઃ નોકરી-ધંધામાં આપના વિલંબમાં અટવાઇ પડેલા કામમાં પ્રગતિ જણાતાં થોડીક રાહત અનુભવાય. સીઝનલ ધંધામાં લાભ થાય.

 

સિંહ ઃ નોકરી-ધંધાના કામકાજ અંગે દોડધામ-ખર્ચ-ચંિતામાં વધારો થાય. મિત્રવર્ગ-સગાસંબંધીવર્ગથી ચંિતા રહે.

 

કન્યા ઃ યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી કામ કરવાનો ઉત્સાહ જળવાય.

 

તુલા ઃ બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં, માથાના ધંધામાં આપે સાવધાની રાખવી પડે. ઉતાવળ કરવાથી કામ બગડે.

 

વૃશ્ચિક ઃ દેશ-પરદેશ, જાહેર-સંસ્થાકીય કામકાજ અંગે મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય. રાજકીય-સરકારી કામમાં સાવધાની રાખવી.

 

ધન ઃ કોર્ટ-કચેરીના કામમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય પરંતુ તેમ છતાં આપે ધીરજ રાખવી. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

 

મકર ઃ આપની બુઘ્ધિ-અનુભવ-આવડતના આધારે કામનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. વાણીની સંયમતા રાખીને કામકાજ કરવું.

 

કુંભ ઃ નોકરી-ધંધાના કામમાં આપને ચંિતા અનુભવાય. આપની ઉતાવળ આપના માટે હાનિકારક સાબિત થાય. ધીરજથી કામ લેવું.

 

મીન ઃ દેશ-પરદેશની કાર્યવાહીમાં, કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ભાઇભાંડુવર્ગ સાથે વાદ-વિવાદથી, મનદુઃખથી સંભાળવું.

 

જન્મ તારીખ વર્ષ સંકેત - તા. ૫-૧૦-૨૦૧૨, શુક્રવાર

 

આજથી શરૂ થઇ રહેલા જન્મવર્ષ દરમ્યાન આપે કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં. આપના ઉતાવળ, મૂર્ખામી આપના માટે મુશ્કેલીઓ ઊભી કરશે. ધીરજ અને શાંતિ રાખીને શાંત ચિત્તે જે કોઇ નિર્ણય લેવા હોય તે લેવા. નોકરી-ધંધામાં નવી કોઇ ઓફર કે ઓર્ડર આવે પરંતુ તે સ્વીકારવાની ઉતાવળમાં આપ ન ઘરના કે ન ઘાટના જેવી પરિસ્થિતિમાં ના મૂકાઇ જાવ તેની તકેદારી રાખવી. નવપરિણીત દંપતિઓ નાની અમથી બાબતમાં જીદ-મુમત, અહમના લીધે સમગ્ર જીવન બગડે નહીં તેની તકેદારી રાખવી. તે સિવાય સંતાનયોગ છે તેથી સંતાનપ્રાપ્તિના યોગ ઊભા થાય. સ્ત્રીવર્ગને ઘર-પરિવારની સાથે નોકરી-વ્યવસાય સંભાળવામાં દોડધામ-શ્રમમાં વધારો થાય. વિદ્યાર્થીબંઘુને વર્ષ મઘ્યમ રહે.

 

સુપ્રભાતમ્

‘મારે મરવાનું છે’ એ વિચારથી માણસને જે દુઃખ થાય છે તે બીજા કોઈથી અનુમાન કરીને વર્ણવી શકાતું નથી (અનુભવથી જ સમજાય)

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ડોક્ટર અને વકીલ ક્લબમાં ચા પીતા ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટર કહે, ‘દુનિયામાં વકીલોના તો ઘણા દુશ્મન હશે પણ દુનિયામાં ડોક્ટરોના તો બહુ ઓછા દુશ્મન છે.’
‘પણ પેલી દુનિયામાં ડોક્ટરોના લગભગ બધા જ દુશ્મન હશે.’ વકીલે જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

માવાની મજેદાર વાનગીઓ

માવા સમોસા

 

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૧ નાની વાટકી લીલા વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચા ઘી (મોણ માટે), તળવા માટે જરૂર પૂરતું તેલ કે ઘી.

 

રીત ઃ કડાઈમાં થોડું ઘી લો, એમાં થોડું મીઠું અને મરચું નાખ્યા પછી વટાણાના દાણા ઉમેરો. થોડી વાર ધીમા તાપે ચડવા દો. મિશ્રણ ગળી જાય એટલે એમાં માવો મસળીને નાખી દો. એ પછી એમાં લાલ મરચાં, કોથમીર, ગરમ મસાલો, આમચૂર નાખી બરાબર ચડવા દો. હવે કડાઈમાંથી પહોળા વાસણમાં મિશ્રણને ઠંડુ પડવા દો.

 

મેંદામાં થોેડું મીઠુ અને મોણ માટેનું ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એના નાના નાના લૂઆ બનાવી વણો અને ગોળ રોટલાને ચપ્પુ વડે વચ્ચેથ કાપી સમોસાનો આકાર કાપો. એની અંદર માવો અને વટાણાનું મિશ્રણ ભરી બરાબર બંધ કરીને કાચાં સમોસા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સમોસાં ચટણી સાથે પીરસો.

[Top]
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved