Last Update : 04-October-2012, Thursday

 

મુંગામોહનસંિહની વેતાલકથા-૪

- મન્નુ શેખચલ્લી

તમને થતું હશે કે યાર, આ મુંગામોહનસંિહની વેતાલકથાઓ બહુ લાંબી ચાલી ! પણ શું કરીએ ? રાજા મુંગામોહનજી મુંગામંતર બેસી રહે તોય કંઈ પરાક્રમ કરી બેસે છે...એમાં વળી આ વખતે પેલાં માયાવી જાદૂગરણીજી અડફેટે ચડ્યાં છે !
* * *
રાજા મુંગામોહનસંિહે મુંગા મુંગા ઝાડ પરથી મડદું ઉતાર્યું અને પોતાના ખભે નાંખી ચાલવા લાગ્યો.
મડદામાં બેઠેલો વેતાલ તરત જ સળવળ્યો ઃ ‘‘હે મુંગા રાજન ! તારો ઢોંગ હું સમજી ગયો છું ! પેલી જાદૂગરણીએ તારી જીભ પર જાદૂ કરીને ગાંઠ મારી દીધી હોય એ વાતમાં કંઇ માલ નથી ! તને બધી જ ખબર છે, છતાં તું કંઇ બોલતો નથી...’’
સાંભળ, આજે હું તને કોઇ વારતા-ફારતા નથી કરવાનો ! સીધા સવાલો જ કરવાનો છું ! જો તું સવાલનો જવાબ જાણવા છતાં નહિ બોલે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે અને જો મોં ખોલીને જવાબ આપવા જઈશ તો પેલી જાદૂગરણી આગળ તારી ખેર નથી...કારણકે સવાલો પણ જાદૂગરણી વિશે જ છે !
હે રાજન ! શું એ વાત સાચી છે કે જાદૂગરણીને કોઇ રહસ્યમય બિમારી છે ? શું એ વાત સાચી છે કે માત્ર ‘સારવાર કરાવવા’ માટે જ તે વિદેશમાં ત્રણ-ત્રણ અઠવાડીયાં વીતાવી આવે છે ? શું એના પુત્રને પણ કંઇ રહસ્યમય બિમારી છે ? જો નથી, તો એ પણ શા માટે ગુપ્ત રીતે વિદેશયાત્રાઓ કરી આવે છે ?
હે ગુંગા રાજન ! તું કંઈ જ બોલવાનો નથી, છતાં મારે આજે પૂછવું જ છે કે શું એ વાત સાચી છે કે જાદૂગરણી વિદેશમાં સારવાર કરાવવા ગઈ એની પાછળ રાજના ખજાનામાંથી ૧૧૮૦ કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા ? એવી તો શું બિમારી હોય કે ૧૧૮૦ કરોડ ખરચી નાંખવા પડે ? કે પછી એ આંકડો ખોટો છે ? શું સાચો આંકડો માત્ર ૧૮૦ કરોડ છે ? કે પછી માત્ર ૨૦ કરોડ જ છે ? હું પૂછું છું કે વિદેશયાત્રાની ટિકીટ જ્યાં માંડ લાખ-દોઢ લાખની થાય, ફાઈવ સ્ટાર હોટલનાં ભાડાં જ્યાં ૩૦-૪૦ લાખનાં થાય ત્યાં ૮૦ કરોડ તો શું આઠ કરોડ પણ શી રીતે ખર્ચાઈ જાય ?
જવાબ આપ ગુંગા રાજ ! જવાબ આપ !
રાજા ગુંગામોહનસંિહે આમતેમ જોઈને ખાતરી કરી કે કોઈ સાંભળતું તો નથી ને, પછી એ ધીમે અવાજે બોલ્યો ‘‘ભાઈ વેતાલ ! જરા વિચાર કર, માત્ર આંખના ઇશારા વડે જેનાથી લાખો કોંગ્રેસીઓ નમતા આવે છે એવા ચમત્કારી અને ગજબનાક ‘રીમોટ’ના રિપેરંિગમાં તો ૧૧૮૦ કરોડનો ખરચો થઈ જ જાય ને !!?’’
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved