Last Update : 04-October-2012, Thursday

 

ગાંધીમોદીનું સહિયારું


વાદળાંની ગડગડાટી જેમ ચોમાસાનો સંકેત છે, તેમ સામસામા આરોપોની ધડબડાટી સૂચવે છે કે ચૂંટણી હવે દૂર નથી. ભારતના રાજકારણમાં સામસામા આરોપોની મોસમ જોકે બારમાસી છે. પણ ચૂંટણીલક્ષી આરોપોનું માહત્મ્ય જુદું છે. ગુજરાતના મુખ્ય મંત્રી મોદીએ કોંગ્રેસનાં અઘ્યક્ષ સોનિયા ગાંધી પર મુકેલા જાહેર નાણાંના દુરુપયોગના આરોપો તેનો નમૂનો છે.
સોનિયા ગાંધીના રહસ્યમય વિદેશપ્રવાસો ઘણા સમયથી ચર્ચા અને અટકળોનું કારણ બન્યા છે. આ પ્રકારના આરોપોમાં મૌલિકતાને કોઇ બંધન નડતાં નથી. ‘સોનિયા ગાંધીને કેન્સર છે’ થી માંડીને ‘સોનિયા ગાંધી વિદેશી બેન્કોમાં ખડકાયેલાં કાળાં નાણાંનો વહીવટ કરવા માટે ગયાં છે’ એવી અનેક પ્રકારની અટકળો તમના વિદેશપ્રવાશો માટે થતી રહી છે. તેમાં ગુજરાતના મુખ્ય મંત્રીએ નવું છોગું ઉમેર્યું છેઃ પ્રજાકીય સંપત્તિનો વ્યય. શરૂઆતમાં તેમણે માહિતી અધિકાર તળે એક કર્મશીલે મેળવેલી માહિતીનો હવાલો આપીને સોનિયા ગાંધી સામે શબ્દપ્રહાર કર્યા, પરંતુ કર્મશીલે પોતે આ પ્રકારની માહિતી મળ્યાનો ઇન્કાર કર્યો અને મુખ્ય મંત્રી મોદી આ માહિતી ક્યાંથી લઇ આવ્યા, એવું આશ્ચર્ય પ્રગટ કર્યું, ત્યારે મુખ્ય મંત્રીએ છોભીલા પડવાને બદલે પોતાનું ગાણું ચાલુ રાખ્યું. ટેંકયુદ્ધમાં વપરાતી ‘શૂટ એન્ડ સ્કૂટ’ની વ્યૂહરચના પ્રમાણે એક આરોપ કર્યા પછી એ જૂઠો પુરવાર થાય તો તેની માફી માગવાને બદલે, નવો આરોપ લગાડી દેવાનો એ ઘણા લોકોની બહુ ફાવતી પદ્ધતિ છે. તેમાં સૌથી મોટું સુખ એ છે કે આ રીત અપનાવનાર એક છેડેથી, સતત પોતાની જગ્યા બદલતાં આરોપો વરસાવે છેઃ એકનો જવાબ મળે તો બીજો ને બીજાનો જવાબ મળેે એટલે ત્રીજો. રાજકારણીઓ માટે સાચા અને માનવાજોગ લાગે એવા આરોપોનો ક્યાં દુકાળ હોય છે?
મુખ્ય મંત્રી વિરુદ્ધ કોંગ્રેસપ્રમુખના આ શાબ્દિક જંગમાં કોંગ્રેસપ્રમુખની નિર્દોષતાનું પ્રમાણપત્ર ફાડવાનો કોઇ પ્રશ્ન નથી. એ કામ કોંગ્રેસનું છે, જે આરોપો પછી પણ તેણે અદા કર્યું નથી. સોનિયા ગાંધી પ્રજાકીય નાણાંથી નહીં, પણ અંગત ખર્ચે વિદેશપ્રવાસે ગયાં હતાં, એવું કોંગ્રેસી નેતાઓ પાસેથી ખોંખારીને સાંભળવા મળ્યું નથી. તેમણે ફક્ત મુખ્ય મંત્રી મોદીના આરોપો અને તેમના આંકડા જૂઠા ઠરાવીને સંતોષ માન્યો છે. કોંગ્રેસપ્રમુખના ખર્ચનો હિસાબ આપીને તે ‘શૂટ એન્ડ સ્કૂટ’ના ખેલાડી ગુજરાતના મુખ્ય મંત્રીને ભલે બોલતા બંધ ન કરી શકે, પણ દેશના નાગરિકોને તે સોનિયા ગાંધીના વિદેશપ્રવાસના ખર્ચ વિશે ખાતરી આપી શક્યા હોત.
આખા મામલામાં સૌથી પહેલાં નક્કી એ કરવાનું છે કે વિવાદ શાના લીધે છે? મુદ્દો પ્રજાકીય નાણાંના દુરુપયોગનો છે? કે એ કોંગ્રેસપ્રમુખે કર્યો તેનો છે? સ્વાભાવિક છે કે ભાજપ પ્રત્યે કે ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેે ભાવ ધરાવનારા માટે મુદ્દો પ્રજાકીય નાણાંના વ્યયનો નથી જ નથી. બાકી, તેમને ગુજરાતમાં મુખ્ય મંત્રી દ્વારા દેશમાં અને રાજ્યમાં જ પોતાના પ્રચાર- બલ્કે જયજયકાર - પાછળ થતો પ્રજાકીય નાણાંનો અઢળક વ્યય જરૂર દેખાયો હોત અને તેની ચંિતા પણ થઇ હોત. વારેતહેવારે અને ટાણાં ન હોય તો ઊભાં કરીને, સ્ટેશનરી-હોર્ડંિગ-બેનરથી માંડીને અનેક પ્રકારની પ્રચારસામગ્રી પાછળ વપરાયેલા પ્રજાકીય નાણાંનો હિસાબ મેળવવો અઘરો પડી જાય, એ રીતે જુદી સરકારી સંસ્થાઓમાં તેની વહેંચણી કરવામાં આવે છે. એ સિવાય મુખ્ય મંત્રી દ્વારા થતા ભવ્ય કાર્યક્રમો કોના ખર્ચે થાય છે અને કોના જયજયકાર માટે થાય છે, એ બન્ને સવાલોના જવાબ જાણવા માટે કશા સંશોધનની જરૂર નથી. જે યોજનાઓનો અમલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરાવવાનો હોય, તેના માટે સ્થાનિક સ્તરે ભવ્ય મેળાવડા યોજવામાં આવે છે. મુખ્ય મંત્રી તેમાં હાજરી આપે છે. આખું સ્થાનિક વહીવટી તંત્ર સાતે કામ પડતાં મૂકીને મુખ્ય મંત્રીના જયજયકારમાં લાગી જાય છે. એસ.ટી.ની બસસેવા સુદ્ધાં એટલા વિસ્તાર પૂરતી ખોરવાય છે.
કહેણી છે કે કાચના ઘરમાં રહેનારાએ બીજા સામે પથરા ન ફેંકવા.પણ કેટલાક કિસ્સામાં કહેવાનું થાય કે નાયલોનની જાળીની દીવાલો વચ્ચે રહેનારાએ પણ પથરા ન ફેંકવા. કારણ કે જાળી પર અથડાઇને પાછા પોતાના ભણી ફંગોળાવાની પૂરી સંભાવના રહે છે. કોંગ્રેસની રાષ્ટ્રિય નેતાગીરી સામે આરોપો કરીને ગુજરાતના મુખ્ય મંત્રી પોતાનું રાષ્ટ્રિય કદ સિદ્ધ કરવા માગતા હોય તો, સામે મુખ્ય મંત્રી પોતે પોતાની વિદેશયાત્રાઓમાં કેટલો ખર્ચ થયો તેની વિગત કેમ માહિતી અધિકાર કાયદા મુજબ આપતા નથી? એવા અણીયાળા પ્રતિસવાલ પણ થયા છે. આ આખી કવાયતમાં નાગરિકોને કશો ફાયદો નથી. તેમને માટે ગુજરાત હોય કે દિલ્હી, પોતાનાં નાણાંનો વ્યય થવાનું નક્કી હોય એવી સ્થિતિ થઇ ચૂકી છે. નાગરિકોના ભાગે આવે છે એકસરખાં લક્ષણો ધરાવતા રાજનેતાઓ વચ્ચે થતી આક્ષેપબાજીની હરીફાઇ. કોલસો કાજળની કાળાશ સામ આંગળી ચીંધતો હોય અને કાજળ કોલસા સામે, ત્યારે નાગરિકો માટે એટલું નક્કી હોય છે કે તેમનો કાળાશ વેઠ્‌્‌યા વિના ઉગારો નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved