Last Update : 04-October-2012, Thursday

 

પશ્ચિમ બંગાળમાં બદલાતાં સમિકરણો
રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો

 

- મમતા બેનરજીએ સત્તાને ઠોકર મારીને પોતાની નીતિ સ્પષ્ટ કરી છે

મમતા બેનરજીએ જંતર-મંતર ખાતે રેલી કાઢીને પોતાની ભૂતકાળની સાથી એવી કોંગ્રેસને શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું. જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતાની નનામી બાળીને વિરોધ નોંધવાયો હતો. તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસની લડાઈમાં ડાબેરી પક્ષો થોડા દુર ફેંકાઈ ગયા છે પરંતુ કોંગ્રેસ ડાબેરી પક્ષોનો સાથ લેતા ખચકાશે નહીં.
મમતા અવિશ્વાસનું પગલું સરકાર સામે ભરવા માગે છે. સરકાર નવા સાથીઓ શોધી રહી છે. ટૂંકમાં રાજકીય તખ્તો ગરમ થઈ રહ્યો છે.
કોંગ્રેસ અને મમતા બેનરજી બંને પોતપોતાની રજૂઆતમાં મક્કમ છે. બંને આમઆદમીનો મુદ્દો ઉભો કરીને તેમની પોલીટીકલ ગેમ રમી રહ્યા છે. ડિઝલમાં ભાવ વધારાનો વિરોધ કરી રહેલા લોકો કંઈ સમજે એ પહેલાં તો એફડીઆઈનો નિર્ણય લેવાયો હતો. મમતાને ડિઝલ અને એફડીઆઈ બંનેનો વિરોધ હતો. પરિણામે મમતાએ સરકાર સાથે છેડો ફાડ્યો હતો. મમતાએ ટેકો પાછો ખેંચ્યા પછી પશ્ચિમ બંગાળ સ્તરે પણ કોંગ્રેસ છુટી પડી હતી. પશ્ચિમ બંગાળની સતત એવી રજૂઆત હતી કે તૃણમૂલ કોંગ્રેસ સાથે રાજ્યમાં છેડો ફાડો અને સ્વતંત્ર રીતે આગળ વધો. કોંગ્રેસ મોવડીમંડળ આવી રજૂઆતોને ફગાવતું હતું પરંતુ જેવો મમતાએ કેન્દ્ર સરકાર સાથે છેડો ફાડ્યો કે વળતા પ્રહાર રૂપે સૌપ્રથમ પશ્ચિમ બંગાળના કોંગીજનો રાજ્ય સરકારને આપેલો ટેકો પાછો ખેંચવા માગણી કરવા લાગ્યા હતા. કોંગ્રેસ મોવડીમંડળે પણ આ માગ માન્ય રાખી હતી. જવી કોંગ્રેસ સ્વતંત્ર બની કે તરત જ કોંગીનેતા દીપાદાશ મુનશીને પ્રધાન મંડળમાં સમાવવાની વાતો પણ વહેતી થઈ હતી. જ્યારે મમતાની હાજરી કેન્દ્રમાં હતી ત્યારે દીપાદાશ મુનશીને કોંગ્રેસ કોઈ હોદ્દો આપવા તૈયાર નહોતી.
મમતા અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો ખટ્ટા-મીટ્ઠા સમાન હતા. પરંતુ બંને પક્ષે કોઈને કોઈ રીતે સમાધાન થતું ન હતું. મમતાની માગ આગળ કેન્દ્ર સરકારે ઝુકવું પડતું હતું. ૨૦૧૧માં મતભેદો ચાલતા હતા પરંતુ ૨૦૧૨ તો સંબંધો બાબતે વઘુ વણસી હતી. ગત ડિસેમ્બર ૨૦૧૧માં રિટેલમાં એફડીઆઈ, ઈન્શ્યોરન્સ અને ઉડ્ડયન ક્ષેત્રે એફડીઆઈનો મમતાએ વિરોધ કર્યો હતો. જેના કારણે યુપીએ સરકારે તેનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. એક વાત એ પણ નિશ્ચિત છે કે મમતા બેનરજી અને કેન્દ્ર વચ્ચે લાઈવવાયર એજન્ટ સમાન પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ બનતાં જ રાજ્ય અને કેન્દ્ર વચ્ચેની થોડીઘણી મીઠાશ પણ કડવાશમાં પરિણમી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ અને સાથીપક્ષ કોંગ્રેસ વચ્ચેની હૂંસા-તૂંસી પણ ઉગ્ર રૂપ ધારણ કરી રહી હતી ત્યારે જ મમતાએ કેન્દ્ર સાથે છેડો ફાડ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ સાથે જોડાણ તોડ્યા પછી કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખીલવાની તક મળશે એમ માનીને રાજ્યના કોંગી નેતાઓ તાનમાં આવી ગયા છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સાથે રહેવું અને તેમની વિરુઘ્ધમાં રહેવું તેમાં આસમાન જમીનનો ફેર છે. કોંગ્રેસ ગમે તેટલા ધમપછાડા કરે પણ તે સ્વતંત્ર રીતે પશ્ચિમ બંગાળમાં આગળ આવી શકે એમ નથી.
તૃણમુલ કોંગ્રેસ આમ આદમીને પડતી મુશ્કેલીઓને આગળ ધરીને કેન્દ્રની સત્તા છોડી દે છે અને તેમના પ્રમુખના એક ઈશારે કેન્દ્રીય પ્રધાનો રાજીનામા આપી દેતા હોય ત્યારે તે પક્ષની લોકો સ્વાભાવિક રીતે જ પ્રશંસા કરી રહ્યા છે. મમતા બેનરજીએ સરકાર છોડી તેને ભલે લોકો રાજકીય મમત કહેતા હોય પણ આ મમત પ્રજાએ આવકારી છે. પ્રજાને પોતાનો અવાજ મમતામાં દેખાઈ રહ્યો છે. મમતાના વિરોધીઓએ તેમને શોર્ટ-ટેમ્પર કહીને વગોવ્યા છે પરંતુ આમ આદમીને નડતી સમસ્યા માટે કોઈ શોર્ટ-ટેમ્પર થાય તેમાં ખોટું શું છે?!
ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટનો વિરોધ ચોક્કસ વર્ગમાં થઈ રહ્યો છે પણ કોર્પોરેટ કંપનીઓ અને ઉદ્યોગ સર્કલ તેની તરફેણ કરતા હોય એમ દેખાઈ આવે છે. આ ઉદ્યોગ ક્ષેત્રોએ જ સરકારને કહ્યું હતું કે મમતાની લાગણી સામે ઝુકી ના જતાં અમે તમારી સાથે છીએ. જોકે આવા ટેકાનો કોઈ અર્થ નથી હોતો. સમાજવાદી પક્ષે ટેકો આપતાં સરકારને ઉની આંચ નહોતી આવી.
એમ પણ કહી શકાય કે રાજકી ગેમ રમવામાં મમતા કાચા પડ્યા હતા અને કોંગ્રેસે પાણી પહેલાં પાળ બાંધી દીધી હતી. મુલાયમસંિહ યાદવના ભરોસે બેસવામાં પણ કેટલું જોખમ છે તે પણ કોંગ્રેસ જાણે છે. એટલે જ મુલાયમસંિહ યાદવે ત્રીજા મોરચા માટેનું પ્લાનીંગ શરૂ કર્યું હતું. મુલાયમસંિહ આઘાપાછા થાય કે કોઈ રાજકીય ચાલ રમે તો સરકાર તુટી પડે એમ છે અને ત્યારે વહેલી ચૂંટણીઓની સંભાવના ઉભી થાય છે.
મમતાએ ટેકો પાછો ખેંચતા જ રાજકીય સમિકરણો બદલાવા માંડ્યા છે. પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ બદલાઈ ગયું છે. કોંગ્રેસ હવે સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકશે. મમતા એવો આક્ષેપ કરે છે કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ઘણાં સમયથી મારી સરકારનો વિરોધ કરતા આવ્યા છે. આ બંને સમય આવે એક થઈ જશે. જેમ પશ્ચિમ બંગાળમાં છે એવું જ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં જરૂર પડશે તો ડાબેરી પક્ષો સરકારને ટેકો આપશે.
રાજકારણમાં કશું અશક્ય નથી અને કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતો...

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved