Last Update : 04-October-2012, Thursday

 
દિલ્હીની વાત
 


જેડી (યુ) સાથેની તિરાડથી ભાજપ મોવડીઓ ચિંતામાં
નવી દિલ્હી,તા.૩
ભાજપ, જયાં એના મુખ્ય સાથી પક્ષ જનતા દળ (યુ) સાથે મળીને મોરચા સરકાર ચલાવે છે એ બિહારની ઘટનાઓથી દિલ્હીમાં ભાજપનું મોવડીમંડળ ચિંતામાં પડી ગયું છે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર ભાજપને અળગો રાખીને યાત્રાઓ યોજી રહ્યા છે. આનાથી પ્રદેશ ભાજપ વ્યગ્ર બન્યો છે. કારણ કે યાત્રામાં નીતિશ એમની સરકારની સિધ્ધિઓનો પ્રચાર કરી રહ્યાં છે. પ્રદેશ ભાજપની બેેેચેનીનું કારણ એ છે કે એને લાગે છે કે સરકારના ભાગીદાર તરીકે સરકારની સિધ્ધિઓમાં એ પણ યશનો ભાગીદાર છે. નીતિશના વ્યવહારથી અકળાયેલા ભાજપે આગામી લોકસભાની ચૂંટણી એકલે હાથે લડવાનું નક્કી કર્યું છે. પ્રદેશ ભાજપને ગુસ્સે કરી કરે એવી બાબત એ છે કે જેનાથી ગુસ્સે થયો હોવાનું લાગે છે એ બાબત એ છે કે જેનાથી ગુસ્સે થયો હોવાનું લાગે છે એ બાબત એ છે કે જ્યારે તૃણમૃલ કોંગ્રેસની વિદાય પછી યુપીએ સરકાર લઘુમતીમાં આવી ગઇ ત્યારે નીતિશે કહ્યું હતું કે યુપીએએ ટેકા માટે એમનો સંપર્ક કર્યો નથી. આનાથી કોંગ્રેસને એમ કહેવાની તક મળી છે કે તે જેડી (યુ) સાથે બેસવા તૈયાર છે. આનાથી ભાજપને સંકેતો પાઠવાયા છે કે નીતિશ એમના રાજકીય વિકલ્પો ખુલ્લા રાખી રહ્યાં છે.
જેડી (યુ) એના કાર્ડ ખુલ્લા કરતો નથી
જનતા દળ (યુ)ના નેતાઓ બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર અને એમના પક્ષના વડા તેમજ એનડીએના સંયોજક શરદ યાદવ એમના પક્ષની ભાવિ ગતિવિધિઓ વિષે બધાને ધારણા કરતા રાખી રહ્યા છે. એનડીએના વડાપ્રધાનપદ માટેના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીને ઉપસાવવાના મુદ્દે નીતિશ ભાજપ પ્રત્યે ખફા છે જ. જો ભાજપ મોદી વિષેનું એનું વલણ બદલશે નહિ તો. જેડી (યુ) ભાજપ સાથે રહે એવી તકો ધુંધળી છે.
જેડી(યુ)ના બે ઉચ્ચ નેતાઓમાં ભિન્નતા
નીતિશ પોતાના પક્ષની આવશ્યકતા મુજબ કોંગ્રેસ સાથે વ્યવહાર રાખી રહ્યા હોવાની ધારણા
જેડી(યુ)ના પ્રમુખ શરદ યાદવ દ્વારા અપનાવાયેલી લાઇનદોરીને સ્વીકારાય તો નીતિશ પોતાના પક્ષની આવશ્યકતા મુજબ કોંગ્રેસ સાથે વ્યવહાર રાખી રહ્યા હોવાની ધારણાને આકરો ઝટકો વાગશે. ગઇ તા.૧ ઓકટોબરે શરદ યાદવે, તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ દિલ્હીમાં યોજેલી રેલીમાં માત્ર ભાગ જ નહોતો લીધો, પરંતુ મમતાને 'વાઘણ'ના ઉપનામથી નવાજ્યા હતા. જો શરદ યાદવ 'મમતા મેજિક'થી એટલા બધા અભિભૂત થઇ ગયા હોય તો મમતા દ્વારા સંભવિતપણે ઉભા થનારા ત્રીજા મોરચા તરફ તેઓ ઝુકે એવી શક્યતાને નજરઅંદાજ કરાઇ રહી નથી. કોઇપણ સ્થિતિમાં કોંગ્રેસ સાથેના જેડી(યુ)ના જોડાણની તકોમાં પીછેહઠ થશે. કોંગ્રેસે જેને પોતાનો અતિમહત્વનો કાર્યક્રમ બનાવ્યો છે એ રીટેઇલમાં સીધા વિદેશી રોકાણના પણ શરદ યાદવ કંઇ વિશેષ વિરોધી નથી.
મોદીનું પુસ્તક પણ જેડી (યુ)ને પ્રતિકુળ
ગુજરાતના મુખ્યપ્રધાન મોદીએ એમના તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા પુસ્તક 'સામાજિક સમરસતા'માં જણાવ્યું છે કે નવેમ્બર, ૧૯૮૯માં અયોધ્યામાં રામમંદિરનો શિલાન્યાસ બિહારના દલિતે કર્યો હતો, કોઇ ઉચ્ચ વર્ગના નેતાએ નહિ. એ સાંસ્કૃતિક ક્રાંતિનો સંકેત હતો, એમ મોદીએ પુસ્તકમાં જણાવ્યું છે. પુસ્તકમાં દલિતો અને આદિવાસીઓને સત્તા તેમજ ગ્રામવિકાસ જેવા મુદ્દાઓ પર પ્રકાશ ફેંકાયો છે. પરંતુ રાજકીય પંડિતોને લાગે છે કે રામ મંદિરને સામાજિક ન્યાય સાથે સાંકળવાનો મોદીનો પ્રયત્ન મોદીને કોમવાદી ગણનાર જે.ડી. (યુ)ને બહુ જચશે નહિં.
નવા મુખ્ય ન્યાયમૂર્તિ સામેના પડકારો
૧૦ માસ માટે દેશના નવા મુખ્ય ન્યાયમૂર્તિ બનેલા અલ્તમાસ કબીર સામે કેટલાક પડકારરૃપ કાર્યો છે. ન્યાયમૂર્તિઓની નિમણુંક ઉપરાંત એમણે ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણ સામેનો બદનક્ષી કેસ તેમજ સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંઘ યાદવની અરજી જેવા કેટલાક મુખ્ય કેસના ભાવિ નક્કી કરવાનું છે. મુલાયમસિંઘ યાદવ પાસે કહેવાતી અપ્રમામસરની સંપત્તિ હોવાના કેસમાં થઇ રહેલી સીબીઆઇ તપાસ બાબત મુલાયમસિંઘે સર્વોચ્ચ અદાલતના હુકમમાં સુધારો માંગતી અરજી કરી છે. આ અંગનો હુકમ હજી બાકી છે.
વી.સી. શુક્લાના પુસ્તક પર સહુની મીટ
સહુ કોઇ કોંગ્રેસી નેતા વી.સી. શુક્લાના આગામી પુસ્તક ''નો હોલ્ડસબાર્ટડ મેમરીઝ'' ની રાહ જોતા હોવાનું જણાય છે.
શુક્લાએ મુલાકાતમાં નરસિંહ રાવ સરકારમાં પોતે સંસદીય બાબતોનાં પ્રધાન તરીકે જુન-૧૯૯૨ માં અવિશ્વસનીય દરખાસ્ત બાબત કેવી રીતે કામ પાર પાડયું હતું. એ જણાવ્યું છે. ઝારખંડ મુક્તિ મોરચાનાં ચાર સાંસદો સરકારને ટેકો આપવા માગે છે એ વિષે વડાપ્રધાન કાર્યાલય તરફથી પોતાને કેવી રીતે ચિઠ્ઠી મળી એ વિષે શુકલાએ મુલાકાતમા ઉલ્લેખ કર્યો છે. પોતે રાવ સરકારને કેવી રીતે બચાવી એ વિષે શુક્લાએ વિગતવાર વાત કરી છે. રાજકીય વર્તુળો શુક્લાના પુસ્તક દ્વારા સંભવિત પણે થનારા વધુ તડાકા ભડાકા બાબત મગનું નામ મરી પાડવા માંગતા નથી.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved