Last Update : 04-October-2012, Thursday

 

મહાત્મા ગાંધી આજે પણ પ્રસ્તુત

વિચાર વિહાર - યાસીન દલાલ
- લોકશાહીની સાથે રાષ્ટ્રીય ભાવના પણ હોવી જરૂરી છે.

 

‘સ્વરાજ ત્યાં જ જાળવી શકાય જ્યાં ઘણા માણસો સાચા અને સ્વદેશાભિમાની એટલે કે પ્રજાના હિતમાં પોતાનું હિત સમજનારા હોય. સ્વરાજનો એક અર્થ ઘણાનું રાજ્ય છે, એ ઘણા જો અનીતિમાન અને સ્વાર્થી હોય તો રાજ્યમાં અંધાઘૂંધી હોય એ સ્પષ્ટ છે. સાચું સ્વરાજ્ય ભોગવવું હોય તો આપણે તેના માટે લાયક બનવું પડે. ભારત માટે સુવર્ણમૃગ પાછળ દોડવું એ અચૂક મોત વહોરવા બરોબર છે. સ્વરાજ એ પવિત્ર શબ્દ છે. વેદકાળ જેટલો પ્રાચીન છે અને તેનો અર્થ પોતાનું નિયમન એવો થાય છે. ઇન્ડેપેન્ડન્સનો અર્થ જેમ કેટલીકવાર નિરંકુશતા થાય છે. એવું સ્વરાજનું નથી. કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તે સ્વરાજ નથી, પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગન સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ સાચું સ્વરાજ મળવાનું છે.’’
આ શબ્દો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના છે. વરસો પહેલાં બોલાયેલા આ શબ્દો આઝાદીના ૬૫ વરસ પછી પણ અત્યંત સાચા છે. આજે આપણી આજુબાજુ બનતી ઘટનાઓ તરફ નજર કરીએ ત્યારે ગાંધીજીના આ શબ્દો જ યાદ આવે છે. દેશની અત્યારની પરિસ્થિતિ તદ્દન નિરાશાજનક છે. ભારતીયતા અને રાષ્ટ્રીયતાના જાણે ટુકડે ટુકડા થઇ ગયા છે એવું લાગે છે કે આપણી પ્રજા, આપણા રાજકારણીઓ અને આપણા શિક્ષણકારોને આઝાદી પચી જ નથી. ચારેબાજુથી મૂલ્યોનું પતન થઇ રહ્યું છે.
આપણા નેતાઓ હવે એવો દાવો કરી રહ્યા છે કે ઇ.સ. ૨૦૨૦ સુધીમાં આપણે મહાસત્તા બની જશું. આ દાવા વિષે વિચાર કરીએ ત્યારે હસવું પણ આવે છે. એની પોકળતા જાણીને રડવું આવે છે. દેશમાં સાડા છ કરોડ લોકોને રહેવા માટે ઘર નથી. રાજધાની દિલ્હીમાં એક લાખ લોકો રસ્તા ઉપર, ઓવરબ્રિજ નીચે કે શેરીઓમાં સૂઇ રહે છે. મુંબઇમાં ત્રીસથી પાંત્રીસ લાખ લોકો ઝૂંપડામાં રહે છે. છ લાખ લોકો ફૂટપાથ ઉપર પડયા રહે છે. દિલ્હીમાં સુધરાઇ દ્વારા ૧૯ આશ્રય સ્તાનો બનાવવામાં આવ્યા છે. પણ તેમાંથી માત્ર ૧૨ જ કામ કરે છે. આ સ્થાનોની હાલત એટલી બધી ખરાબ છે કે એની વિરૂદ્ધ હાઇકોર્ટમાં ઢગલાબંધ અરજીઓ પણ દાખલ થઇ છે. અદાલતે દિલ્હીની શેરીઓમાં રખડતા બાળકો માટે રાત્રિ વસવાટની વ્યવસ્થા કરવા સરકારને આદેશ આપ્યો છે. શિયાળાની સખત ઠંડીમાં આવા બેઘર લોકોની હાલત અત્યંત કફોડી બની જાય છે. ગયે વરસે સખત ઠંડીમાં એકલા દિલ્હીમાં ૩ હજાર લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. રાજકારણીઓ વચનોની લ્હાણી કરવામાં મશગૂલ છે અત્યારે આવા ગરબી અને બેઘર લોકો કમોતે મરી રહ્યા છે. આઝાદીની અર્ધી સદી પછી પણ જ્યાં કરોડો લોકોને રહેવા માટે ઘર પણ આપી શકતા ન હોય ત્યાં મહાસત્તા બનવાના સ્વપ્ના જોવા એ શેખચલ્લીનું સ્વપ્નું કહેવાય.
સંયુક્ત રાષ્ટ્રનો એક અહેવાલ જણાવે છે કે ઇ.સ. ૨૦૧૫ સુધીમાં અપૂરતા પોષણનો આંક ઘટાડીને અર્ધો કરવાનં ઘ્યેય સિદ્ધ નહીં થઇ શકે. કેટલાક દેશોમાં અપૂરતા પોષણની માત્રામાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. આવા દેશોની યાદીમાં ભારત અને પાકિસ્તાનનો પણ સમાવેશ છે. ઇન્ડોનેશિયા, નાઇઝેરિયા અને સુદાનમાં પણ પોષણની બાબતમાં ઘડિયાળનો કાંટો ઉંધો ફરી રહ્યો છે. ૧૯૯૦થી ૧૯૯૭ દરમ્યાન આપણા દેશમાં અપૂરતા પોષણની બાબતમાં ઘડિયાળનો કાંટો ઉંધો ફરી રહ્યો છે. ૧૯૯૦થી ૧૯૯૭ દરમ્યાન આપણા દેશમાં અપૂરતા પોષણથી પીડાતા લોકોની સંખ્યા બે કરોડ જેટલી ઘટી ગઇ હતી. છેલ્લા ચાર વરસમાં આ સંખ્યા ૧ કરોડ ૯૦ લાખ જેટલી વધી ગઇ છે. ૨૦૦૧માં વિશ્વમાં ૮૪ કરોડ લોકો અપૂરતા પોષણથી પીડાતા હતા. બીજી બાજુ ચીન સહિત ૧૯ દેશોમાં કુપોષણમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
આજે પણ દેશની ૩૦થી ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. ૧૯૫૧માં પ્રથમ પંચવર્ષિય યોજનાની શરૂઆત થઇ. આ આયોજનનું લક્ષ્ય ગરીબી અને બેકારી ઘટાડવાનું છે. પણ પહેલી પંચવર્ષિય યોજનાને બાદ કરતાં બધી જ યોજનાઓ પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગઇ છે. ગરીબી નાબૂદ કઇ રીતે કરવી એ આપણા માટે પાયાનો પ્રશ્ન છે. ઉપરથી દેશની વસ્તીમાં પણ બેફામ વધારો થઇ રહ્યો છે. ૨૦૫૦માં દેશની વસ્તી ૧૫૦ કરોડે પહોંચે એવો અંદાજ છે. આજે પણ સરકાર વસ્તી વધારો રોકવાની બાબતમાં બિલકુલ ગંભીર નથી. પરિણામે આર્થિક વિકાસ પાછળખર્ચતા અબજો રૂપિયા વેડફાઇ જાય છે. દેશમાં સૌથી વઘુ ગરીબી ઓરિસ્સામાં પ્રવર્તે છે. ત્યાં ગરીબીનું પ્રમાણ ૭૨ ટકા જેટલું ઉંચુ છે. એ પછી પશ્ચિમ બંગાળમાં આ આંક ૬૮ ટકા જેટલો ઉંચો છે. એ પચી બિહાર, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને આસામનો ક્રમ આવે છે. સૌથી ઓછી ગરીબી પંજાબમાં છે. ત્યાં ગરીબીનું પ્રમાણ માત્ર પંદર ટકા છે. ગુજરાતમાં ગરીબીનો આંક ૪૧ ટકા છે. છેલ્લા ૬૩ વરસમાં ગરીબી નિવારણ માટે જે સરકારી ખર્ચ થયું છે તે આથિક સ્થિતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવવામાં સરીયામ નિષ્ફળ ગયું છે. એના આયોજન, અમલ દેખરેખ અને મૂલ્યાંકનમાં લોકોની ભાગીદારી હોતી જ નથી.
હમણાં એવા અહેવાલ મળ્યા છે કે કેન્દ્રના એક પ્રધાને બિહારમાં એક ખૂન થયું એ માટે સોપારી આપી હતી. બીજા ેક પ્રધાન શ્રી શિબુ શોરેન પોતાના સેક્રેટરીની હત્યા બદલ આજીવન કારાવાસની સજા પામી ચૂક્યા છે. એમણે રાજીનામુ આપ્યું દરમ્યાન એમણે ઉપલી અદાલતમાં અપીલ કરી, એને પગલે એમનો જામીન ઉપર છુટકારો થયો છે. મઘ્યપ્રદેશના એક પ્રધાન કોંગ્રેસના ધારાસભ્ય રસ્તાના કામની રજૂઆત કરવા ગયા ત્યારે એ પ્રધાને ગાળો આપીને એને કાઢી મૂક્યા. વડોદરાના એક કોર્પોરેટરે એક ગરીબ મહિલા પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગઇ ત્યારે એને તમાચો ચોડી દીધો હતો.
આવી ઘટનાઓ બતાવે છે કે આપણા દેશમાં લોકશાહી નહીં પણ એક છૂપી તાનાશાહી ચાલી રહી છે. લોકશાહીની સાથે રાષ્ટ્રીય ભાવના પણ હોવી જરૂરી છે. આપણા દેશમાં રાષ્ટ્રીય ભાવનાને બદલે રાજકીય લાભ ખાટવાને જ મહત્વ અપાય છે. દરેક રાજકીય પક્ષ પોતાના સ્વાર્થ માટે ચૂંટણી લડે છે. બહુમતી ન મળે ત્યારે બીજા પક્ષના સભ્યોને ખરીદીને જબરદસ્તીથી બહુમતી ઉભી કરાય છે.
બ્રિટન અને અમેરિકામાં પણ લોકશાહી છે. પણ ત્યાં બે થી ત્રણ રાજકીય પક્ષો છે. આપણી સંસદમાં ૫૦થી વઘુ પક્ષો છે. કેન્દ્ર સરકાર પણ ૨૪ પક્ષોની બનેલી છે. ચૂંટણીમાં એક બેઠક ઉપર ૮ થી ૧૦ ઉમદેવારો ઉભા રહે છે. પરિણામે જે ઉમેદવાર જીતે છે એ મોટેભાગે લધુમતી મતોથી જીતે છે. એવા અનેક દાખલા છે કે જીતનારને ૩૫થી ૪૦ ટકા મળે. એની સામે ૬ ઉમેદવારો ઉભા હોય અને બધાના મતોનો સરવાળો કરીએ તો ૬૦ ટકા જેટલો થાય. પણ જીત તો પેલા ૩૫ થી ૪૦ ટકા મત મેળવનારની થાય. ફ્રાંસમાં પ્રતિનિધિત્વયુક્ત લોકશાહી પ્રથા છે, ત્યાં ઉમેદવારને ૫૦ ટકાથી વઘુ મત ન મળે ત્યાં સુધી ફરીથી ચૂંટણી થાય છે. આ પ્રથાને લીધે ત્યાં લધુમતિ મત મેળવનાર ઉમેદવારની જીત થતી જ નથી. આપણા દેશમાં એકાદ અપવાદ સિવાય કેન્દ્રમાં ભાગ્યે જ બહુતી મત મેળવનાર પક્ષ સત્તા પર આવે છે. મતદાનની કુલ ટકાવારી પણ ૪૦ થી ૪૫ ટકા વચ્ચે રહે છે. એમાં પણ ઉપર દર્શાવ્યા મુજબ ૭ થી ૮ ઉમેદવારોમાં સૌથી વઘુ મત મેળવનારની જીત થાય છે. ક્યારેક તો ૧૯ ટકા મત મેળવનાર ઉમેદવાર જીતી જાય છે. આને લીધે સાચી લોકશાહી આપણા દેશમાં દેખાતી જ નથી.
દેશમાં ચારેબાજુ નકલી ચીજોનું ચલણ ભયજનક હદે વધી ગયું છે. નોટો પણ નકલી, સ્ટેમ્પ પેપર પણ નકલી, પાસપોર્ટ પણ નકલી અને વિઝા પણ નકલી. તાજેતરમાં નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ બહાર આવ્યું ત્યારે ખબર પડી કે દેશભરમાં ૬૦ હજાર કરોડના બોગસ સ્ટેમ્પ પેપર ફરી રહ્યા છે. એ જ રીતે કરોડોની કંિમતની નકલી નોટો પણ ફરી રહી છે. હવે એમાં નકલી નેતાઓનો ઉમેરો થયો છે. એક જમાનામાં દેશમાં ગાંધી, સરદાર, નહેરુ, ટિળક અને મૌલાના આઝાદ જેવા નિષ્ઠાવાન નેતાઓ જે દેશે આપ્યા એ જ દેશ આજે નકલી નેતાઓની ઉભરાય છે.
ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક પણ કોમ, જ્ઞાતિ અને લાગવગના આધારે થાય છે. પરિણામે પ્રામાણિક અધિકારીઓની નિમણુંક કાં થતી નથી અને કાં થાય છે તો એમને પરેશાન કરાય છે. નેશનલ હાઇવેના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે એવી ફરિયાદ સત્યેન્દ્રપ્રસાદ દુબે નામના અધિકારીએ કરી એની સજા રૂપે માફિયા ટોળીએ એમનું ખૂન કરી નાખ્યું. કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં વિશાળ રાજમાર્ગો બનાવવાની યોજના હાથ ધરી છે, પણ આ યોજના ઉપર ભ્રષ્ટાચારી માફિયા લોકોએ કબજો જમાવી દીધો છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જોઇને દૂબે અકળાઇ ઉઠયા. બિહારમાં આ યોજના માટે ૪૫૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પણ એમાંથી થતાં ઘૂમ ભ્રષ્ટાચારથી અકળાઇને વડાપ્રધાનને એમણે પત્ર લખ્યો અને આ ભ્રષ્ટાચારની તપાસ કરાવવાની વિનંતી કરી. માફિયાઓને આ માહિતી મળતાં જ એમણે દુબેને ધમકીઓ આપવાનું શરૂ કરી દીઘું. અંતે એમની હત્યા કરી નાખવામાં આવી.
આમ દરરોજ દેશના ખૂણેખૂણામાંથી માઠાં સમાચાર આવી રહ્યા છે. સૈનિકો માટેના કોફીન અને કપડાની ખરીદીમાં પણ ભ્રષ્ટાચારના આરોપ થયા છે. ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ તાજમહાલની આસપાસ એક વિશાળ પ્રોજેક્ટ ઉભો કરીને કરોડો રૂપિયા ઘરભેગા કરી દીધા. ગુજરાતમાં ડઝનબંધ સરકારી બેંકો ફડચામાં ગઇ. અઘૂરામાં પૂરું હોય તેમ દેશભરમાં પણ આતંકવાદીઓ જબરદસ્ત રીતે સક્રિય થયા છે. ક્યાંક નક્સલવાદીઓ ઉત્પાત મચાવે છે તો ક્યાંક ઉલ્ફાના ત્રાસવાદીઓ સક્રિય છે. ક્યાંક સિમિ દેશદ્રોહી પ્રવૃત્તિ કરે છે તો ક્યાંક નાગા બળવાખોરો અલગતાવાદમાં રચ્યાપચ્યા છે. આ દરેક વખતે ગાંધીજીના શબ્દો યાદ આવે છે. એમણે સાદી રહેણીકરણી ઉંચા વિચારનું સૂત્ર આપ્યું હતું. પણ આપણા આજના રાજકારણીઓ પોતાના ખૂની ભભકા અને બેફામ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved