Last Update : 04-October-2012, Thursday

 

ભલે પ્રાણ જાય, પણ ખેલ બંધ ન થાય !
જંિદાદિલ જાદુગર જંિદગીને જંગ અને મૃત્યુને રંગ આપે છે !

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

આજની વાત

 

બાદશાહ ઃ બીરબલ, ભારતના શા ખબર છે?
બીરબલ ઃ જહાંપનાહ, ભારતમાં સૌથી મોટી ક્રાંતિ ચૂંટણી સમયે થાય છે.
બાદશાહ ઃ કઇ રીતે, બીરબલ?
બીરબલ ઃ જહાંપનાહ, ચૂંટણી આવતાં નેતાઓ દાનેશ્વરી કર્ણને પણ હરાવે તેવાં દાનનાં વચનોની પ્રજાને ભરપૂર લહાણી કરે છે. તમામ પક્ષો અને બધા નેતાઓ વાણીથી વચન આપવામાં સહેજે દરિદ્રતા દાખવતા નથી. ‘પ્રાણ જાય, પર વચન ન જાઈ’ને બદલે સત્તા મળે, એટલે એ વચન વિસરાઈ જાય છે.

 

ખુશીયોંકે દીપ તુમ જલાયા કરો,
દિલકી જુબાનસે તુમ બુલાયા કરો
અંધેરી દુનિયામેં તુમ ઉજાલા કરો,
બુઝે ચિરાંગોકો તુમ રોશન કિયા કરો.

કોયલ ટહૂકે છે, મોર કળા કરે છે, વાદળ આકાશમાં ઈન્દ્રધનુનાં તોરણ બાંધે છે. ઝાકળનાં જળબંિદુ પાંદડાં પર વરસી મોતી બની જાય છે. જાદુ એ ઘડી બેઘડીનો ખેલ છે. ઘડી પછી એમાંનું કંઇ હોતું નથી. આ બધી ઈન્દ્રજાળ જ છે ને! છતાં મન-ચિત્ત એક અપૂર્વ આનંદથી ભરાઇ જાય છે.
પુરુષને રાજી કરવા પ્રકૃતિ આ બઘું કરે છે, એમ ઈન્દ્રજાળ વિદ્યાનો જાણકાર જાદુગર પણ માનવચિત્તના બાગમાં કલાનાં કામણ કરી, એના મનના છોડ પર મનોરંજનનાં ફૂલ ખીલવે છે.’
જાદુકલાના અદ્‌ભુતરસથી માનવમનને તરબતર કરી નાખનાર મહાન જાદુગર કે.લાલે આજે વિદાય લીધી છે, પરંતુ છ-છ દાયકા સુધી પ્રજાનું મનરંજન અને વિચાર-ઘડતર કરનાર આ વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી જાદુગરને થોડાં સમય પહેલાં પૂછેલાં કેટલાંક પ્રશ્નો અને ઉત્તરો આજે પણ મનમાં જુદો ભાવ જગાવે છે.
એમને પ્રશ્ન કર્યો કે શું જાદુ કલા એ માત્ર લોકરંજનની કલા છે? કે એનાથી કંઇક વિશેષ છે?
કે.લાલે કહ્યું હતું કે ‘‘જાદુવિદ્યાનો ઈતિહાસ ઉજળો છે. આ કલાએ જગતમાં ઈશ્વર, ધર્મ અને સદાચારનો ઉચ્છેદ થતો અટકાવ્યો છે. ટેન કમાન્ડમેન્ટ્‌સની વાતનું સ્મરણ કરીએ. રોમ, ગ્રીસ, ઈરાન, ઈજિપ્ત વગેરે સ્થળે ભયંકર યુદ્ધો ચાલતા હતાં. માણસ લોહીનો શોખીન બન્યો હતો. ધર્મ અને એની શીળી ભાવનાઓને એણે સદંતર ફગાવી દીધી હતી. ‘માઇટી ઇઝ રાઇટ- જેની લાઠી એની ભેંસ’ એ સૂત્ર પ્રચલિત બન્યું હતું. યુદ્ધો ચાલતાં. નાનાં બાળકો ફૂલની જેમ છૂંદાતાં, યુવાન સ્ત્રીઓ પર ભારે હેવાનિયત દાખવવામાં આવતી. આ વખતે ધર્મ સિવાય એવી કોઇ વસ્તુ નહોતી, જે નીતિ ને સદાચારનો પ્રચાર કરે, યુદ્ધથી લોકોને વાળે, ધર્મમાં પણ ચમત્કાર વગર લોકો નમવા તૈયાર નહોતા. ધર્મગુરુઓએ આ માટે ઈન્દ્રજાળ વિદ્યાનો - જાદુકલાનો આશ્રય લીધો. મૂર્તિઓ ડોલવા લાગી ને બોલવા લાગી. પાણીમાં આગ લાગવા માંડી. હાથની લાકડી સર્પ બની જવા લાગી. બળવાન લોકો આમાં પ્રભુનો સંદેશો વાંચી રહ્યા. ધર્મગુરુઓની પકડ મજબૂત બની. જગત ચમત્કારને નમવા આદિકાળથી ટેવાયેલું છે. કંઇક અણધાર્યું ને એકાએક બને એને એ અદ્‌ભુત માની લે છે.’’
આપણે જાણીએ છીએ કે આજે ચમત્કારનો મહિમા છે. કોઇ હાથમાંથી ભસ્મ કાઢી આપે તો કોઇ હવામાંથી વસ્તુ લઇ આવે. આવા ચમત્કારોનો કે.લાલ જીવનભર વિરોધ કરતા રહ્યા અને એ કહેતા કે આવા સાઘુ એ માત્ર જાદુગર છે, બીજું કશું નથી. ત્યારે સવાલ એ જાગતો કે જાદુ એ માત્ર વિજ્ઞાન છે ખરું?
આ સંદર્ભમાં એક સમયે કે.લાલે કહ્યું હતું, ‘‘જો જ્ઞાનના અર્થમાં વિજ્ઞાન શબ્દ વપરાતો હોય તો તે બરાબર છે, આપણે ત્યાં અંતર, મંતર ને જંતર કહેવાતું. મંત્ર, તંત્ર ને યંત્ર! મંત્ર એટલે લયવાળા શબ્દો, લય એટલે શક્તિ. એ લય આજે લગભગ ભુલાઇ ગયો, એટલે મંત્રશક્તિ મોટે ભાગે નષ્ટ થઇ. તંત્ર એટલે રાસાયણિક ક્રિયાનું શાસ્ત્ર ને જંત્ર એટલે સાધન-સામગ્રી. અત્યારે મોટે ભાગે તંત્ર અને જંત્રથી જાદુ ચાલે છે. મંત્રના સાચા જાણકાર જવલ્લે જ મળે છે.’’
આપણે જાણીએ છીએ કે બે પ્રકારના જાદુ હોય છે. એક બ્લેક મેજિક અને બીજું વ્હાઇટ મેજિક. શ્રી કે.લાલને બ્લેક મેજિક વિશે પૂછવામાં આવ્યું તો કહે કે આપણે જેને મેલી વિદ્યા કહીએ છીએ તે બ્લેક મેજિક છે. આકાશમાં ઘણી અદ્રશ્ય વસ્તુઓ રહી છે, એમ કાળા જાદુમાં એવું મનાય છે કે કેટલાક અતૃપ્ત વાસનાવાળા આત્માઓ અવકાશમાં ભટકતા હોય છે. તેઓ પોતાની ઈચ્છાતૃપ્તિ માટે મીડિયમ (માઘ્યમ)ની શોધ કરતા હોય છે. આ અઘ્યાત્મમાંથી નિકળેલી ચીજ છે. જે એ આત્માઓને સાધે, બલિ વગેરે માગણીઓથી તૃપ્ત કરે, તેનાં અમુક કામ તેઓ કરે છે. અમુક નથી પણ કરતા, અમુક તેમનાથી થઇ શકતાં પણ નથી! આ વિદ્યાર્થી ભાવિ ભાખી શકાય છે, દર્દી સારાં થઇ શકે છે. અઘોરી ને કાપાલિકો પાસે ખાસ કરીને આ વિદ્યા હોય છે, પણ વ્યવહારુ જગતના માણસો એનાથી ડરે છે. આ સંિહણનું દૂધ છે. જરે એને જરે નહંિ તો અજાર્ણ કરે. આમાં એક ભય રહ્યો હોય છે - સમય જતાં આ વિદ્યાના સ્વામીની ખુદની વૃત્તિઓ ઉદ્દંડ થઇ જાય છે. માનવ પર, દયા પર, આચાર પર એને આછી શ્રદ્ધા રહે છે. જેકિલ અને હાઇડની વાત તો તમે વાંચી હશે! સ્વાભાવિક રીતે પાણી ઢાળ તરફ વહે છે, એમ માણસ પર શુભ કરતાં અશુભ વૃત્તિઓનું દબાણ વિશેષ રહે છે! તપ, યોગ અને ત્યાગથી જ એ વૃત્તિઓ કાબુમાં રહે છે.’’
એ પ્રસંગે કે.લાલને પ્રશ્ન કર્યો હતો કે ‘‘તમારું જાદુ કયા પ્રકારનું છે?’’ ત્યારે એમણે કહ્યું, ‘‘વ્હાઇટ મેજિક! આ જાદુના પણ અનેક પ્રકારો છે. વિલપાવર, જે અત્યારે મેસ્મેરિઝમ અને હિપ્નોટિઝમને નામે ઓળખાય છે, તે પણ છે. મૂળ તો આ પ્રયોગો ભારતના છે. પણ વેદ-આગમ વગેરે જેમ વિદેશમાં જઇને આપણે ત્યાં પ્રતિષ્ઠિત થઇને આવ્યા. તેમ આ વિદ્યાનું બન્યું છે. સવાસો વર્ષ પહેલાં યુરોપમાં મેસમીજ નામની વ્યક્તિએ આની શોધ કરી, માટે તે મેસ્મેરીઝમને નામે ઓળખાયું. તે પછી એક વ્યક્તિએ વિશેષ શોધ કરી ને તેના દ્વારા એ હિપ્નોટિઝમના નામે પંકાયું. આપણા સાક્ષરરત્ન શ્રી મણિલાલ ન. દ્વિવેદીએ ‘પ્રાણવિનિમય’ નામનો આખો ગ્રંથ લખ્યો છે. બીજા પણ ગ્રંથો લખાયેલા મળે છે,’
એકવાર એવો પ્રશ્ન કર્યો કે, ‘‘જાદુની શક્તિ એ માનવીને મળેલી કુદરતી બક્ષિસ છે કે લાંબી સાધનાને પરિણામે પ્રાપ્ત થાય છે?’’
કે.લાલે કહ્યું, ‘‘બંને રીતે મળે છે. કુદરતથી પણ ઘણાની આંખમાં એવો ચમકાર હોય છે. ગાંધીજી વિષે વાંચીએ છીએ કે તેઓને જે મળતા તે તેમને વશ થઇ જતા. વી. શાંતારામના ‘અમૃત મંથન’ ચિત્રમાં રાજગુરુની આંખો તમે જોઇ હશે. આપણે ત્યાં સાબુ નામનો એક નટ હતો. દશ વર્ષની ઉંમરથી એ ભલભલા હાથીને વશ કરી શકતો. તેની શક્તિની કદર કરનારા તેને અમેરિકા લઇ ગયા. જગત સામે એની શક્તિ મૂકી ને વાહવાહ થઇ. ઘણા સાઘુઓ સંિહ પર સવારી કરે છે, એ આ ત્રાટકવિદ્યાનો જ પ્રભાવ છે. ટૂંકામાં જે વસ્તુનો આંતરમર્મ આપણે ન જાણીએ અને તે થતી જોઇએ એનું નામ જાદુ.’’
જાદુ વિદ્યાના એટલા બધા નવા પ્રયોગો કે.લાલે તખતા પર રજૂ કર્યા કે એક સમયે શેરીઓમાં રઝળતી કલા થિયેટરોમાં પ્રસ્તુત થવા લાગી. આવા શ્રી કે.લાલને એક માર્મિક પ્રશ્ન પૂછ્‌યો કે કોઇ પ્રયોગ તમને અજબગજબ લાગવા છતાં તમે એ શીખ્યા નહીં તેવું બન્યું ખરું?
એ સમયે કે.લાલે પોતાના જીવનનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ‘‘જાદુના ખેલોમાં પહેલાં સસલાં અને કબૂતરને તખ્તા પર બતાવીને અદ્રશ્ય કરી દેવામાં આવતા અને વળી પાછા એ હાજર થઇ જતા. એમાં બનતું એવું કે પહેલાં જે કબૂતર કે સસલાં બતાવ્યાં હોય તે મરી ગયા હોય અને એને બદલે બીજા નવાં જ કબૂતરો ને સસલાં એને સ્થાને આવી જતાં! હું સ્વભાવથી ને ધર્મથી પ્રયોગોમાં હંિસા તરફ અરુચિ ધરાવું છું. કાળા વિષધર સર્પને ગાજર મૂળાની જેમ ખાવાનો પ્રયોગ મને શીખવવા એક જાદુગરે ઘણી મથામણ કરેલી, પણ મેં અરુચિ જ દાખવી. કેટલાંક ભયાનક પ્રયોગો શીખીને પછી મેં છોડી દીધા છે. જાદુ એવો ન હોવો જોઇએ, જે જંિદગી જીવવાના જાદુમાં વિક્ષેપ ઊભો કરે, આખરે તો બધી કલાઓ જીવન જીવવાની કલાને વિકસાવવા માટે જ છે ને!’’
જાદુની દુનિયામાં એક જોખમ હોય છે અને એક એવો નિયમ હોય છે કે કદાચ કોઇ ભૂલ કે ક્ષતિ થઇ જાય તો પણ જાનના જોખમે એ ખેલ પૂરો કરવો પડે છે. પ્રાણ જાય પણ ખેલ વચ્ચેથી બંધ ન થાય. જાદુગર શ્રી કે.લાલને એકવાર એમના જીવનમાં આવેલા આવા જોખમી પ્રસંગો વિશે પૂછ્‌યું, ત્યારે એમણે કહ્યું, ‘‘જંિદાદિલ જાદુગર જંિદગીને જંગ અને મૃત્યુને રંગ આપીને કામ કરે છે. અમારા ધંધાને હરપળે જોખમ હોય છે. એક વાર ભયસ્થાનો ખડાં થઇ જાય છે. એક વાર લેડી કટંિગ (છોકરીને કાપવાની) પ્રયોગમાં વીજળી મોટર ચાલુ થઇ. આરી-કરવત ઉપાડી ને ખબર પડી કે પુલીના નટ-બોલ્ટ ઢીલા છે. હવે શું થાય? આગળ જવા દઉં તો સામેના માણસો મરાય; પાછળ જવા દઉં તો હું ખતમ થાઉ; નીચે જવા દઉં તો છોકરી ખતમ થાય. એ વખતે ઈષ્ટદેવને સ્મરીને પૂરા બળથી આખી કરવત બે હાથ પર પકડી રાખી. પછી કેટલાય દિવસો સુધી હાથ ને ખભાને મસાજ અને શેક આપવા પડ્યા.
‘‘આમ જ્યાં હરપળે જોખમ હોય, ત્યાં શું શું ગણાવું? એક વાર અગ્નિ પર ચાલવાનો નવો પ્રયોગ કરી રહ્યો હતો. ગુરુ કર્યા નહોતા, ફક્ત ચોપડીઓમાં વાંચ્યું હતું. હંિમતથી અગ્નિ પર ચાલ્યો, ને પગ બળી ગયા, કેટલાય દિવસ દવાદારૂ ચાલ્યાં, પણ આવા સાહસભર્યા પ્રસંગો જ અમને આગળ વધવાનું બળ આપે છે. એ જાણે કહ્યા કરે છે, આગે બઢો, ફતેહ છે આગે.
‘‘એકવાર મેકઝિલ કરીને અમેરિકાનો જાદુગર આવેલો, એને ભૂમિમાં દાટવાનો ભારતીય પ્રયોગ જોવો હતો. મારી પાસે માગણી મૂકી. મેં મારા સાથીને તૈયાર કર્યો. ગણિતમાં ભૂલ પડી ગઇ. સાથી મરતો મરતો માંડ બચ્યો. મન-ચિત્તમાં ઘણા દિવસ સુધી વ્યગ્રતા રહી. આ ધંધામાં સાથીનું મૃત્યુ પોતાના મૃત્યુથી વધારે વસમું લાગે છે.’’
જાદુગર શ્રી કે.લાલને એક માર્મિક પ્રશ્ન પૂછ્‌યો કે ‘‘તમારા બધા પ્રયોગો એ તદ્દન નવીન હોય છે? તમે પોતે એની શોધ કરી હોય છે?’’ ત્યારે એમણે કહ્યું, ‘‘નવીનતા વિષે એક વસ્તુ તમારે સમજી લેવાની છે. જાદુવિદ્યા મૂળ તો ભારતની હતી. પણ જેમ વેદના અર્થો યુરોપવાસીઓને અઘ્યયન કરીને કર્યા, અને આજે એ આધારભૂત લેખાય છે, એવું જાદુનું બન્યું છે. દરેક સર્જક પર પોતાના પુરોગામીનું ૠણ છે જ! એક ચીજ દસ હાથમાં જઇને પૂર્ણ બને છે. ને પૂર્ણ ચીજમાં પણ સંપૂર્ણતા આણવા મથનાર મથ્યા જ કરે છે. કોઇ પ્રયોગની નવીનતા વિશે વિચારતાં મગજમાં આ ખ્યાલ રાખવાનો છે. દરેક પ્રયોગ નવો પણ છે, અને જૂનો પણ છે.’’
‘‘આનું કોઇ ઉદાહરણ આપશો?’’
ત્યારે એમણે કહ્યું, ‘‘મારો પ્રસિદ્ધ શો લેડી કટંિગ એ પ્રખ્યાત કલાકાર શ્રી હોરિશ ગોલ્ડીનની સંસારને આપેલી ભેટ છે. મેં એમાં થોડી ક્રાંતિ કરી છે. ઘણા જાદુગરો બંધ પેટીમાં છોકરીને પૂરીને કાપે છે. હું છડેચોક મારા એકના એક પુત્રને કાપું છું. ને વળી શરીરના બે ભાગ જુદા કરીને બતાવું છું.’’
‘‘પંખી પાંજરા સાથે અદ્રશ્ય કરવું ને રૂમાલમાં જીવ આણવો એ મહાન બ્લેક સ્ટોનની આઇટમો છે. જાપાનનાં ત્રણ ભૂત અને બાઇને ઘડીપળમાં અદ્રશ્ય કરવી એ જાદુગર વર્જિલની કરામત છે. એમાં ‘ઈન્ડિયન ફેસ્ટિવલ’ એ મારી શોધ છે.
‘‘હુડીની બોક્સ અને અદ્રશ્ય થવાની કરામતો મહાન શહીદ હુડિનીની છે. હુડિની બોક્સમાં પણ મેં ભારે ક્રાંતિ કરી છે. એ પ્રયોગમાં ભલભલા જાદુગરોને પાંચથી દશ મિનિટ લાગતી; હું થોડીક સેકંડમાં કરી શકું છું.’’
અવસાન પૂર્વે શ્રી કે.લાલ સાથે જાદુકલાની કેટલીય રોમાંચક વાતો કરી હતી, જેમાંની કેટલીક વાતો અહીં રજૂ કરી છે. બીજી ક્યારેક ભવિષ્યમાં જોઇશું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved