Last Update : 04-October-2012, Thursday

 

મારા મૌનના પ્રયોગો-મનમોહનસંિહ

હવામાં ગોળીબાર - મન્નુ શેખચલ્લી
- ગાંધીજીના સત્ય પ્રયોગો કદાચ બોરંિગ લાગે પણ મનમોહનના મૌનના પ્રયોગો મજેદાર છે...

 

બે દિવસ પહેલાં જ ગાંધી જયંતી ગઈ.
એક વરસે જયારે ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ રીલીઝ થયેલી ત્યારે ગાંધીજીની આત્મકથાની ચોપડી હજારોની સંખ્યામાં વેચાઈ ગયેલી. (એ પછી કેટલાએ વાંચી, અને કેટલાએ પાનાં પણ ખોલ્યાં હશે એ સવાલ છે !)
પરંતુ એ પછી ભારતમાં માત્ર મનમોહનસંિહ એક જ એવા વ્યક્તિ થયા છે જે ગાંધીજી કરતાં ય વધારે ‘અહંિસક’ છે... (ગમે એટલા ગોદા મારો ચું કે ચાં કરતા નથી) અને ગાંધીજી કરતાં વઘુ ‘સત્યવાદી’ છે....(કારણ કે કંઈ ‘બોલે’ તો સત્ય-અસત્યની ખબર પડે ને !)
ગાંધીજીનું મુખ્ય હથિયાર અહંિસા હતું, આ શ્રીમાન ‘મૌન’ પર રમે છે ! જો એમણે આત્મકથા લખી હોત તો એમના જીવનના કેવા કેવા પ્રસંગો વાંચવા મળ્યા હોત !.....
* * *
જન્મ સમયે
મને બાળપણથી જ મૌન બહુ ગમે. મૌનથી ભલભલાને ડરાવી શકાય. એની અનુભૂતિ મને જન્મતાંની સાથે જ થઇ હતી. જન્મ્યા પછી હું રડ્યો જ નહિ ! મૌન રહ્યો !! બે મિનીટ સુધી મેં હોઠ ભીડી રાખેલા !!! અને આખા રૂમમાં જે ફફડાટ ફેલાઇ ગયેલો !!!! ડૉક્ટર તો બિચારો બેહોશ થવાની અણી પર હતો !!!!!
પણ પછી મેં બધાની દયા ખાઈને ‘હાઉક !’ એવો અવાજ કાઢવાની કોશિશ કરી. જોકે એકઝેક્ટલી એવો નહિ, પણ બિલાડીના ‘મ્યાઉં...’ જેવો અવાજ નીકળ્યો ખરો. એની વે, એનાથી બધાના ચહેરા પર રાહતની લહેર ફરી વળી હતી.
બસ, એ જ દિવસથી હું સમજી ગયો હતો કે મૌનથી ભલભલાનાં દિમાગની પથારી ફેરવી શકાય છે. હું થોડોઘણો સમજણો થયો ત્યારે મેં નિર્ણય કર્યો હતો કે એક દિવસ હું મારા મૌન વડે કમ સે કમ ૧૦૦ કરોડ લોકોનાં દિમાગનું દહીં કરીને બતાડીશ !
* * *
શાળાકાળમાં....
નિશાળમાં હું મોનિટર હતો. એટલા માટે નહિ કે હું કંઈ ભણવામાં બહુ હોંશિયાર હતો, પણ માત્ર એટલા માટે કે બાકીના બધા છોકરાઓ મહાશયતાની-તોફાની હતા, જ્યારે હું ચુપચાપ બેસી રહેતો હતો.
મારી ચુપ રહેવાની આદતને કારણે હું બહુ બુદ્ધિશાળી ગણાતો હતો. મેં તમને હમણાં જ કહ્યું કે હું ભણવામાં કંઈ હોંશિયાર નહોતો. ગણિતમાં જ્યારે હું ૧૦ વત્તા ૧૦ બરાબર ૧૦૦૦ લખી નાંખતો ત્યારે માસ્તર મારી સામે આશ્ચર્યથી જોઇ રહેતા ! પણ જવાબમાં હું મંદ મંદ સ્મિત સાથે મારા હોઠ ભીડી રાખતો... ત્યારે માસ્તરનું દિમાગ ‘ડાઉટ’માં ફસાઇ જતું !
જોકે મને પાછળથી ખ્યાલ આવ્યો કે ૧૦ વત્તા ૧૦ બરાબર ૧૦૦૦ એમ લખીને મેં ‘ફૂગાવા’ની શોધ કરી હતી.
* * *
ગાંધી વિચારનો પ્રભાવ
મને બાળપણથી ગાંધી પ્રિય હતા. એક જ્યોતિષીએ મને કીઘું હતું કે ‘‘ડોબા, તને ગાંધી પ્રિય હોય એનાથી કશું વળવાનું નથી, ગાંધી તને પ્રિય ગણે એ માટે કંઈક કર !’’
પછી એ જ્યોતિષીએ મને વિધિવત રીતે ‘‘મૌનવ્રત’’ કરવાનું શીખવાડ્યું. જ્યોતિષી કહેતો હતો કે આ વ્રતથી તને એક નહિ, બે નહિ, ત્રણ-ત્રણ ગાંધીની મહેરબાની પ્રાપ્ત થશે. (જોકે એ વખતે મને સ્હેજપણ અંદાજ નહોતો કે એ ત્રણ ગાંધીનાં નામ રાહુલ, સોનિયા અને પ્રિયંકા હશે !)
એની વે, નિશાળમાં શયતાન જેવા છોકરાઓ ખૂબ ચોરીઓ કરતા. પરીક્ષામાં જ નહિ, સ્કૂલમાં પણ. એ લોકો નિશાળની બેન્ચો ચોરીને વેચી મારતા. લાયબ્રેરીમાંથી ચોપડીઓ વેચી ખાતા, સ્પોર્ટ્‌સ રૂમમાંથી રમતગમતનો મોંઘો સામાન ચોરીને રોકડી કરી લેતા.
એક દિવસ હું એમને જોઈ ગયો. એમણે મને પકડ્યો. મારા મોંમાં ચોરેલી લખોટીઓ ભરી દીધી. પછી ધમકી આપી કે ‘‘જો કંઈ બોલ્યો છે તો તારા પર જ લખોટીઓ ચોરવાનો આરોપ આવશે !’’
પ્રિન્સિપાલે મને બોલાવ્યો. મને અનેક સવાલો કર્યા. પણ હું કંઈ જ ના બોલ્યો. કારણકે મારા પર ગાંધી વિચારનો પ્રભાવ હતો. તમને થશે કે આમાં ગાંધી વિચાર ક્યાંથી આવ્યો ? પણ એમના પ્રિય ભજન ‘વૈષ્ણવજન’ની પંક્તિઓ છે ઃ ‘‘જીવ્હા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે...’’
મારાથી જીભ વડે અસત્ય શું, સત્ય પણ બોલાય એવું નહોતું ! અને પરધન મેં ક્યાં હાથમાં ઝાલ્યું હતું ? એ પણ મોંમાં હતું !
આ ઘટનાની ખબર જ્યારે પેલા જ્યોતિષીને થઇ ત્યારે એણે શાબાશી આપતાં મને કહ્યું હતું ‘‘બેટા, આ જ રીતે મોં બંધ રાખીશ તો માત્ર પ્રધાનપદાની નોકરી કરતાં કરતાં તું ૧૦ કરોડનો માલિક થઈ જઈશ !’’
* * *
કોલેજકાળનું મૌન
મારા મૌનના પ્રયોગો અનેક છે.
એકવાર મને કોલેજમાં ફૂટબોલ ટીમમાં શામેલ કરવામાં આવ્યો. હું ડરી ગયો. કારણ કે મને ખાતરી હતી કે ટીમમાં મારો ઉપયોગ ‘ફૂટબોલ’ તરીકે જ થશે ! પણ મારું નસીબ એનાથી વધારે ખરાબ હતું. મને એક મેચમાં ‘રેફ્રી’ બનાવ્યો.
રેફ્રી તરીકે મારે ખાસ કંઈ કરવાનું નહોતું. બોલની સાથે સાથે આમતેમ દોડ્યા કરવાનું હતું. પણ પછી મારી જ ટીમના ચાર ખેલાડીઓએ ફાઉલ કર્યો. સામેની ટીમના ખેલાડીઓ મારા પર તૂટી પડ્યા ‘ફાઉલ આપો ! ફાઉલ આપો !’ પણ હું શી રીતે આપું ? એક તો હું મૌનવ્રતધારી, અને ઉપરથી વળી ‘ફાઉલ લઁગ્વેજ’ બોલું ?? અશક્ય...
એ દિવસે મને સામેની ટીમવાળાઓએ ફૂટબોલ બનાવી નાંખ્યો.
* * *
મૌનનો શ્રેષ્ઠ પરચો
મારા મૌનનો અસલી પરચો મને લંડનમાં મળ્યો. ત્યાંની લંડન કોલેજ ઓફ ઇકોનોમિક્સમાં હું પીએચડી કરતો હતો. બધા પ્રોફેસરો. મારા મૌનથી જ ઇમ્પ્રેસ થયેલા હતા. મારી બે થિસિસ ચાલતી હતી. ‘ફૂગાવાથી પ્રગતિ’ અને ‘મોંઘવારીથી ગરીબીમુક્તિ’જોકે એ બન્ને થિસિસ વાંચવામાં કોઇને કશી ટપ્પી પડતી નહોતી ! અને એ લોકો મને સવાલ કરે ત્યારે હું ભેદી સ્માઈલ આપીને મૌન થઈ જતો ! આના કારણે બધા મને જીનિયસ સમજતા.
એક વાર મારી પાઘડીને કારણે મને આતંકવાદી સમજી લંડનની પોલીસે પકડી લીધો. મારી હજાર પૂછપરછ કરી પણ મેં મૌન ન તોડ્યું. મારી ઇન્ટરપોલે પણ તપાસ કરી. એ લોકો તો બિચારા મથી મથીને મરી ગયા પણ મેં મારું મોં ન ખોલ્યું તે ન જ ખોલ્યું!
આખરે એમણે મને ઓફર આપી ‘‘તમારે અમારી સંસ્થામાં જાસૂસ થવું છે ? કારણ કે તમે પકડાઈ જાવ તો તમારી પાસેથી કોઇ માહિતી કઢાવી શકશે નહિ.’’
જોકે મેં મૌન વડે હા પણ ના પાડી એટલે મને એમણે જાસૂસ ના બનાવ્યો.
પણ પછી એક દિવસ મને પાકિસ્તાનના આંતકવાદીઓ પકડી ગયા !
એમણે મારા ઉપર મહિનાઓ સુધી ટોર્ચર કર્યો પણ મેં મગનું નામ મરી ન પાડ્યું તે ન જ પાડ્યું. આખરે એક લાંબી દાઢીવાળો માણસ આવ્યો. (મને આજે સમજાય છે કે એ કદાચ ઓસામા બિન લાદેન હતો) એણે કહ્યુંઃ
‘‘ઓએ ! ઇસ આદમી કો હિન્દુસ્તાન કે પોલિટિક્સ મેં શામિલ કરવા દો...એક દિન વો હમારા હી સપના પુરા કર કે દિખાયેંગા....’’
* * *
મને હજી નથી સમજાતું. ઓસામાનું શું સપનું હતું ? અને મારા મૌન વડે તે હિન્દુસ્તાનમાં શી રીતે સાકાર થઈ રહ્યું હશે ?!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved