Last Update : 04-October-2012, Thursday

 

મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી

લેકચરમાં સેલફોન સ્વીચ ઓફ કરવાનું ભૂલી જતા આઇઆઇટી-બોમ્બેના વિદ્યાર્થીઓએ 'સાઇલેન્સર' નામની એપ્લિકેશન બનાવી
મુંબઈ, તા.૩
આપણે કોઇ કાર્યક્રમમાં, લેકચરમાં કે એવી કોઇ જગ્યાએ બેઠા હોઇએ કે જ્યાં મોબાઇલ સાઇલેન્ટ રાખવાનો હોય ત્યાં જ આપણને સેલફોન સાઇલેન્ટ કરવાનું ભૂલાઈ જતું હોય છે. આવી સ્થિતિમાં સેલફોનની રિંગ વાગે ત્યારે આપણે શરમજનક સ્થિતિમાં મૂકાઈ જઈએ છીએ. આવું ન થાય એ માટે આઈઆઈટી-બી(ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી-બોમ્બે)ના વિદ્યાર્થીઓએ મોબાઇલને આપમેળે જ સાઇલેન્ટ મોડમાં સરકાવી દેતી એપ્લિકેશન બનાવી છે.
ચાલું લેકચરે વાગતી રિંગથી આઇઆઇટી-બોમ્બેના વિદ્યાર્થીઓ વારંવાર શરમજનક સ્થિતિમાં મૂકાઈ જતા હતા. આ સમસ્યા ટાળવા તેમણે 'સાઇલેન્સર' નામની એપ્લીકેશન બનાવી. લેકચર ચાલું થાય ત્યારે આ એપ્લિકેશન મોબાઇલને આપમેળે જ સાઇલેન્ટ કરી દે છે અને લેકચર ખતમ થતાની સાથે સેલફોન ફરી જનરલ મોડમાં આવી જાય છે.
આ એપ્લિકેશને આઇઆઇટી કેમ્પસ પર ભારે ધુમ મચાવી છે. 'સાઇલેન્સર' કમ્પ્યુટર સાઇન્સના ફાઇનલ યરના સ્ટુડન્ટ આયુષ સિંઘલ, કંવલ પ્રકાશ સિંહ, રવિ વિશ્વકર્મા તથા ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થી યુધિષ્ઠીર સતિજાનું માનસપુત્ર છે.
તેમણે આ એપ્લિકેશન માત્ર બે જ દિવસમાં બનાવી નાખી હતી. ત્યાર બાદ એક અઠવાડિયા સુધી તેનું પરીક્ષણ કર્યા પછી બધા જ વિદ્યાર્થીઓ માટે તે પ્રાપ્ય બનાવવામાં આવી.
ઓગસ્ટના અંતમાં આ એપ્લિકેશન સ્ટુડન્ટ સર્વર પર મૂકવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૫૫૦ વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ચૂક્યા છે.
કંવલ સિંહે કહ્યું હતું કે 'સેલફોન સાઇલેન્ટ મોડમાં મૂકવાની પળોજણમાંથી મુક્તિ આપવા માટે અમે છેલ્લા એક મહીનાથી લાઇમલાઇટમાં છીએ. આઇઆઇટીમાં દરેક કોર્ષ માટે એક નિશ્ચિત સ્લોટ હોય છે. આ સ્લોટ પસંદ કરતાની સાથે તેના અભ્યાસના સમયમાં સેલફોન આપમેળે સાઇલેન્ટ થઈ જાય છે. '
આઇઆઇટી-બીમાં વિદ્યાર્થીઓને લગતી બાબતોના ડીન સુજીત યાજ્ઞિાકે કહ્યું હતું કે 'ચાલું લેકચરે સેલફોન વાગવાથી ખલેલ પડે છે ત્યારે આવી એપ્લિકેશન ખૂબજ મદદરૃપ છે. હું આવા પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપું છું. તેના લીધે વિદ્યાર્થીઓમાં સર્જનશીલતા કેળવાય છે.'
અત્યારે આ એપ્લિકેશન માત્ર આઇઆઇટી-બીના વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી છે, પરંતુ ટૂંક સમયમાં જ બધા લોકોને ઉપયોગી બને તેવી એપ્લિકેશન વિકસાવવામાં આવશે, એવું આયુષ સિંઘલ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતુ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved