Last Update : 04-October-2012, Thursday

 
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો

દર્શનાર્થીઓએ બાપ્પાને સોનુ-ચાંદી ચડાવવામાં પણ કોઇ કસર બાકી નથી રાખી

મુંબઇ તા.૩
આ વરસે ૧૧ દિવસના ગણેશોત્સવ દરમ્યાન શહેરના મોટાભાગના ગણપતિ મંડળોમાં દર્શનાર્થીઓની સંખ્યા અને ચઢાવાની રકમ-બંનેમાં વધારો થયો હતો. આર્થિક મંદી હોવા છતાં શ્રધ્ધાળુઓએ ગણેશજીને વધુ સોનુ-ચાંદી ચડાવ્યું હતું.
પરેલમાં ગણેશ ગલીના લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળનું ભંડોળ ગયા વરસ કરતા બમણું થયું છે. આ વરસે મંડળને રૃા.૭૦ લાખની રોકડ, ૨.૫ કિલો સોનું અને ૧૫ કિલો ચાંદી મળી છે.
'આ વરસે વધુ લોકોએ અમારા મંડપની મુલાકાત લીધી હતી. અમારા મંડપનો થીમ, એનું એક મુખ્ય કારણ હતું. આ વખતે નેપાળના પશુપતિનાથ મંદિરની પ્રતિકૃતિ ઊભી કરી હતી,' એવી માહિતી મંડળના સેક્રેટરી સ્વપ્નીલ પરબે આપી હતી. આ વરસે ગણેશ ગલીમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ૧૦ લાખનો વધારો થયો હતો.
એની પાડોશના લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં ભંડોળની ગણતરી હજુ ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીનો ટ્રેન્ડ એવું દર્શાવે છે કે દાનની રકમ ગયા વરસની રૃા.૮ કરોડની રકમને ક્યાંય પાછળ રાખી દેશે. 'અમે અત્યાર સુધીમાં રૃા.૬.૫ કરોડની ગણતરી કરી છે અને અમને ખાતરી છે કે અમે ગયા વરસનો આંકડો વટાવી જઇશું,' એમ મંડળના પ્રમુખ અશોક પવારે જણાવ્યું હતું.
લાલબાગાના રાજાના દર્શનનો લાભ આ વખતે ૧.૨૫ કરોડ લોકોએ લીધો હતો. ગયા વરસ કરતા અહીં દર્શનાર્થીઓની સંખ્યામાં આ વરસે ૨૫ લાખનો વધારો થયો હતો. આ વરસે પહેલી વાર યુટયુબ પર લાલબાગચા રાજાના દર્શન થઇ શકતા હોવા છતાં શ્રધ્ધાળુંઓએ એક વિકલ્પ તરીકે એને પસંદ નહોતો કર્યો. 'હું વરસોથી લાલબાગાચા રાજાના દર્શને આવું છું. આ વખતે પણ હું એક માનતા રાખવા ૩૦ કલાક સુધી દર્શન માટે લાઇનમાં ઊભી રહી હતી,' એમ ગોરેગામના રહેવાસી શાયના સતીએ જણાવ્યું હતું.
કિંગ સર્કલના જીએસબી સેવા મંડળના મંડપમાં આ વરસે ૫૩૭૧૦ જેટલી રેકોર્ડ પૂજા થઇ હતી, જેને લીધે કુલ ભંડોળ વધીને રૃા.૬.૬૭ કરોડ થયું હતું. ગયા વરસે મંડળને રૃા.૫.૩ કરોડનું દાન મળ્યું હતું, 'અમને આ વરસે દાનમાં ૨.૩ કિલો સોનું અને ૨૦ કિલો ચાંદી પણ મળી હતી. હવે અમારો સોનાનો કુલ જથ્થો ૭૦ કિલો અને ચાંદીનો જથ્થો, ૪૭૦ કિલો પર પહોંચી ગયો છે,' એમ મંડળના વરિષ્ઠ ટ્રસ્ટી સતીશ નાયકે જણાવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved