Last Update : 04-October-2012, Thursday

 

દિવાળીમાં વિમાનપ્રવાસ મોંઘો બનશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે

દરવધારા માટે કિંગફિશરની કટોકટી જવાબદાર ઃ બીજી એરલાઇનોની વિમાનસેવા વિસ્તરશે

મુંબઇ તા.૩
દિવાળીની રજાઓમાં બહારગામ જવા માગતા શહેરના વિમાનપ્રવાસીઓએ હંમેશ કરતા ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે. ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ ૧૨મી નવેમ્બરથી શરૃ થનારા દિવાળી-પર્વના સપ્તાહ દરમિયાન દેશનાં વ્યસ્ત મહાનગરોના વિમાનમાર્ગોનાં ભાડાંમાં ત્રણગણો વધારો કરાયો છે.
બથીજા ટ્રાવેલ્સના માલિક અનુપ કાનુગાએ કહ્યું હતું કે મુંબઇ અને દિલ્હી વચ્ચેનું એક તરફનું સૌથી ઓછું ભાડું મંગળવારે રૃા.૧૨,૦૦૦ હતું.
એરલાઇન કંપનીઓ ઇકોનોમી કલાસની બેઠકોને ૧૦ થી ૧૨ જેટલા જુદા જુદા ભાડાના દરોમાં વિભાજિત કરે છે. સામાન્ય રીતે એક મહિના કરતાં વધુ દિવસો અગાઉ ટિકિટોનું એડવાન્સ બુકિંગ કરાવનારી વ્યક્તિને સૌથી વધુ ફાયદો થાય છે, કેમ કે તેને સૌથી સસ્તા ભાડાદરનો લાભ મળે છે.
ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યા મુજબ આવા બેફામ ભાવવધારા પાછળનાં મુખ્ય કારણોમાંનું એક કિંગફિશર એરલાઇનની કટોકટી છે. આ વરસે અગાઉ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ગયા વરસ સુધી કિંગફિશરનાં વિમાનોમાં પ્રવાસ કરનારા લગભગ ૧૮ ટકા ડોમેસ્ટિક પ્રવાસીઓ હવે બીજી એરલાઇન્સમાં ટિકિટો મેળવવા પડાપડી કરી રહ્યા હોવાનું નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રાવેલ એજન્ટો કહે છે કે વેકેશન દરમિયાન વિમાનભાડામાં વધારો થવાની વાત સામાન્ય છે. પરંતુ આટલો ભાડાવધારો એક અસાધારણ ઘટના છે. 'ત્રણગણું ભાડું વધારવાનું કોઇ કારણ મને સમજાતું નથી. આ દરને પરિણામે ઘણાંખરાં કુટુંબો તેમના પ્રવાસો પડતા મૂકશે એમ લાગે છે.' એમ ટ્રાવેલ એજન્ટ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ ઇકબાલ મુલ્લાએ કહ્યું હતું.
'જો બિઝનેસ માટેના પ્રવાસનું આયોજન છેલ્લી ઘડીએ કરાય, તો હું ટ્રેનમાં જવાનું વધુ પસંદ કરું છું, કેમ કે છેલ્લી ઘડીનું વિમાનભાડું પરવડે તેમ નથી હોતું,' એમ મુંબઇ અને સુરત વચ્ચે પ્રવાસ કરતા એક વેપારીએ કહ્યું હતું.
નાંદેડ, ઔરંગાબાદ, ભુવનેશ્વર જેવાં નાના શહેરોમાં કિંગફિશરની વિમાનસેવાનું વર્ચસ્વ હતું. પરંતુ પાઇલટોના બાકી રહેલા પગારો અને કર્મચારીઓની વારંવાર હડતાલો જેવી ઉપરાઉપરી કટોકટીઓને કારણે બીજી ડોમેસ્ટિક એરલાઇનોએ તેમની સેવાઓ વિસ્તારી હતી.
૨૦૧૧ના શિયાળામાં કિંગફિશરની ૪૧૮ ફલાઇટો હતી. તે ગયા સોમવારના લોકઆઉટ પહેલાં ઘટીને ૮૦ જેટલી થઇ ગઇ હતી.
આને પરિણામે પ્રવાસની આગામી મોસમમાં નાનાં શહેરોની ફલાઇટોમાં બીજી એરલાઇનોની સેવા વધશે, એમ ટ્રાવેલ એજન્ટોએ કહ્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved