Last Update : 04-October-2012, Thursday

 

આજે મળનારી કેબિનેટમાં આર્થિક સુધારાનો બીજો રાઉન્ડ
વીમા, પેન્શન અને રાષ્ટ્રીય રોકાણ બોર્ડની મહત્વની દરખાસ્તો મુકાશે

વાયદા બજાર પંચને વધુ સત્તાઓ મળશે ઃ ૧૨ પંચવર્ષીય યોજનાને મંજૂરી અપાશે

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૩
વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા વધારીને ૪૯ ટકા કરવી, વિદેશી રોકાણ માટે પેન્શન ક્ષેત્રના દ્વાર ખોલવા તેમજ રાષ્ટ્રીય રોકાણ બોર્ડની રચના કરવા જેવા મહત્વના આર્થિક સુધારાનો વધુ એક એજન્ડા ગુરૃવારે મળનારી કેન્દ્રિય પ્રધાન મંડળની બેઠકમાં રજુ કરાશે.
કેબિનેટમાં આ ઉપરાંત પણ કેટલાક મહત્વનાં પગલાં લેવા અંગે દરખાસ્ત રજુ થશે. આ પગલામાં કોમોડિટી બજારના નિયામક વાયદા બજાર પંચ (એફએમસી)ને વધુ સત્તા આપવી, કંપની એક્ટ હેઠળ તમામ ક્ષેત્રે કોમ્પીટિશન બિલ લાગુ કરવું અને માળખાકીય વિકાસ ફંડ (આઇ.ડી.એફ.) ચલાવવા માટે ત્રિપક્ષી કરાર કરવાની જોગવાઈઓને મંજુરી માટે વિચારણા કરાશે.
એક મહિનામાં બીજી વખત કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં મહત્વના આર્થિક સુધારાના એજન્ડા પર ચર્ચા થશે. ૧૩ સપ્ટેમ્બરે યોજાયેલી બેઠકમાં મલ્ટી બ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા સીધા વિદેશી રોકાણ (એફડીઆઈ)ની છુટ આપવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિક ઉડ્ડયન અને બ્રોડકાસ્ટિંગ સેકટરમાં એફડીઆઈના નિયમો હળવા કરવામાં આવ્યા હતા.
ઇન્શ્યોરન્સ બિલમાં એફડીઆઈની મર્યાદા હાલના ૨૬ ટકાથી વધારીને ૪૯ ટકા કરવા તેમજ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) બિલ દ્વારા પેન્શન ક્ષેત્રમાં એફડીઆઈ લાવવાની દરખાસ્ત છે.
આ ઉપરાંત વડાપ્રધાનના નેતૃત્વમાં રાષ્ટ્રીય રોકાણ બોર્ડ (એનઆઇબી)ની રચના કરવાની દરખાસ્ત છે. આ બોર્ડ માળખાકીય પ્રોજેકટોને ઝડપી મંજૂરી આપવાની કામગીરી હાથ ધરશે.
ફોરવર્ડ કોન્ટ્રાકટ રેગ્યુલેશન એકટ (સુધારા) બિલ દ્વારા વાયદા બજાર પંચ (એફએમસી) ને વધુ સત્તા આપવાનો આશય છે. જેમાં નાણાકીય સ્વાયતતા, સંસ્થાકીય રોકાણકારોના પ્રવેશને આસાન બનાવવો ઓપ્શન અને ઇન્ડાઇસીસમાં ટ્રેડીંગની નવી પ્રોડકટ રજુ કરવાની સત્તા મળશે.
બેઠકમાં ૨૦૧૨-૧૭ના ગાળા માટેની ૧૨મી પંચવર્ષીય યોજનાને પણ મંજુરી મળવાની શકયતા છે. ૧૨મી યોજનામાં પાંચ વર્ષના ગાળામાં આર્થિક વૃદ્ધિ ૮.૨ ટકાથી ૯ ટકા લઇ જવાનો હેતુ છે. કેબિનેટની બેઠકમાં લખનૌ, વારાણસી, તિરુચિરાપલ્લી, મેંગ્લોર, કોઇમ્બતુરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ફાળવવા નાગરિક ઉડ્ડયન મંત્રાલયની દરકાસ્ત પર વિચારણા કરાય એવી શકયતા છે.
આ ઉપરાંત કંપની મંત્રાલય દ્વારા કોમ્પીટીશન એકટના સુધારા અંગે ચર્ચા કરાશે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ (આઇડીએફ)ની દરખાસ્તમાં ડેવલપર, બેન્ક (ધિરાણ દર) અને આઇડીએફ વચ્ચે ત્રિપક્ષી કરારની દરખાસ્ત છે. આમાં બેંકો દ્વારા અપાતી લોન આઇડીએ ફ રિફાઇનાન્સ કરશે, જેથી ધિરાણ માટે વધુ ભંડોળ છુટુ થઇ શકશે. આ ઉપરાંત કેબિનેટમાં આર્મેનિયા અને પોલેન્ડ સાથે ડબ લટેકસેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ) ના સુધારાની દરખાસ્ત પર વિચારણા કરવામાં આવશે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં બેવડા કરવેરા ટાળવા માટે ડીટીએએ કરવામાં આવતા હોય છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved