Last Update : 04-October-2012, Thursday

 

સ્વખર્ચે સારવારની વિગત આરટીઆઇમાં ન મળે
વિદેશમાં સારવારના ખર્ચ અંગે માહિતી પંચની સોનિયાને ક્લિનચીટ

સોનિયાએ ખર્ચ અંગે મેડિકલ બિલ આપ્યાં નથી ઃ સરકારે કોઈ ખર્ચ ઉપાડયો નથી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકાર પાસેથી તેમની સારવારના ખર્ચે મેળવવા માટે કોઈ જ બિલો રજૂ કર્યા નથી એવો મહત્ત્વનો ખુલાસો કેન્દ્રિય માહિતી પંચ (સી.આઇ.સી.) દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
મોરાદાબાદના આરટીઆઇ કાર્યકર્તા સત્યેન્દ્ર મિશ્રા દ્વારા કરાયેલી અરજીમાં તેણે વડાપ્રધાનની ઓફિસ, નેશનલ એડવાઇઝરી કાઉન્સિલ, લોકસભા સેક્રેટરિયેટ, વિદેશ મંત્રાલય, સંસદીય બાબતો અને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ વિભાગ પાસેથી સોનિયા ગાંધીના તબીબી સારવારના ખર્ચ અંગેની વિગતો માગવામાં આવી હતી.
કેન્દ્રિય માહિતી પંચ (સી.આઇ.સી.)ના કમિશ્નર સત્યેન્દ્ર મિશ્રા સમક્ષ આ અરજીની સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં એક પણ મંત્રાલય પાસે સોનિયા ગાંધી દ્વારા તેમના તબીબી સારવારના ખર્ચ પેટે રિઇમ્બર્સમેન્ટ મેળવવા કોઈ જ બિલ રજૂ કરાયા ન હોવાની દલીલ કરાઈ હતી.
નવીનકુમાર દ્વારા કરાયેલ આર.ટી.આઇ. માટે કરાયેલ સુનાવણીમાં એકદમ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સોનિયા ગાંધી દ્વારા એક પણ જાહેર સંસ્થા કે ઓફિસમાં સારવારનો ખર્ચ મેળવવા કોઈ જ દાવો કરાયો નથી. મિશ્રાએ આ ઓર્ડર ત્રીજી મેના રોજ આપ્યો હતો.
કેન્દ્રિય માહિતી કમિશનરે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ પોતાની તબીબી સારવાર માટે ભારતમાં કે વિદેશમાં સ્વ-ખર્ચ ભોગવ્યો હોય તો તેની અંગત માહિતી છે તેની વિગત આર.ટી.આઇ. હેઠળ મળી શકે નહિ.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસથી સોનિયાની વિદેશમાં કરાયેલી તબીબી સારવારના મુદ્દે શાબ્દિક પ્રહારો કરીને કોંગ્રેસ પર નિશાન તાક્યું છે એ સંજોગોમાં આ બાબત મહત્ત્વની બની ગઈ હતી સોમવારે નરેન્દ્ર મોદીએ જેસરમાં રેલીને સંબોધન કરતા એવો દાવો કર્યો હતો કે, સોનિયાની વિદેશમાં કરાયેલી સારવાર અને પ્રવાસનો રૃા. ૧૮૮૦ કરોડનો ખર્ચો પબ્લિકની તિજોરીમાંથી કરવામાં આવ્યો છે પરંતુ ત્યારબાદ આરટીઆઇ કાર્યકર્તાએ આવો કોઈ આંકડો પોતે ન આપ્યો હોવાનો ખુલાસો કરતા મોદીએ પાછળથી જો તે ખોટા હોય તો માફી માગીશ તેમ જણાવ્યું હતું.
કોંગ્રેસે મોદીના આક્ષેપોને ફગાવી દીધા હતા. પક્ષના નેતા દિગ્વિજયસિંહે આકરી ઝાટકણી કાઢતા વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બીમારીની સારવાર જેવી બાબત પર રાજકારણ ખેલીને ભાજપ અને નરેન્દ્ર મોદી બંનેના મલીન ઇરાદાઓ ઉઘાડા પડી ગયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved