Last Update : 04-October-2012, Thursday

 

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં રાંધણગેસમાં રાહત, પેટ્રોલ સસ્તું
ગુજરાત સરકાર વેટ કેમ ઘટાડતી નથી ? ઃ સોનિયા ગાંધી

NDA સરકાર કરતાં UPA સરકારે ગુજરાતને ૫૦ ટકા વધુ ભંડોળ આપ્યું છે ઃ ભાજપને ભ્રષ્ટાચાર સામે નહીં, કોંગ્રેસ સામે વાંધો છે

રાજકોટ, તા.૩
આજે રાજકોટમાં યોજાયેલી કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીની સભામાં દોઢ લાખથી વધુની જંગી જનમેદની ઉમટી પડતા ભાજપની છાવણી સ્તબ્ધ બની ગઇ હતી. શ્રીમતી ગાંધીએ આજની સભામાં પ્રચંડ પ્રતિસાદ વચ્ચે નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના વિરોધીઓ દ્વારા થતાં અપપ્રચારનો જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાતમાં આજે દરેક સિદ્ધિને પોતાના નામે ચડાવવાની દુર્બુદ્ધિનું પ્રદર્શન થઇ રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં વિકાસની બુનિયાદ કોંગ્રેસે રાખી હતી. મોટી-મોટી વાતો તો બધા કરે પરંતુ આજે ગુજરાતમાં દલિતો અધિકાર માંગે તો તેને ગોળી મરાય છે. મહિલાઓ અસુરક્ષિત છે. દેશમાં કોંગી રાજયોની જેમ ગુજરાતમાં કેમ લોકોને રાહત મળે તે માટે 'વેટ'ના દરો ઘટાડવામાં આવતાં નથી? અભૂતપૂર્વ પ્રતિસાદ વચ્ચે તેમણે લોકોને અપીલ કરી કે 'ચાલો, આપણે નવા ગુજરાતનું નિર્માણ કરીએ' ત્યારે વિશાળ મેદાનમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠયો હતો.
તાજેતરમાં વિવેકાનંદ યાત્રામાં કોંગ્રેસ અધ્યક્ષા ઉપર બેફામ આક્ષેપબાજી કરનાર નરેન્દ્ર મોદીને સોનિયા ગાંધી આકરી ભાષામાં જવાબ આપશે તેવી ધારણા સેવાતી હતી પરંતુ ૨૦ મિનિટના વકતવ્યમાં સોનિયા ગાંધીએ મોદીના નામનો ઉલ્લેખ સુદ્ધાં કર્યા વગર તેના પાયાવિહીન આક્ષેપોનો ઉલ્લેખ કરવાનું પણ ટાળીને એક વિચક્ષણ રાજનીતિજ્ઞા તરીકેની પ્રતિભા દર્શાવી હતી.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ધોમધખતા તાપમાં દૂર-દૂરથી ઉમટી પડેલા માનવસાગર સમક્ષ કોંગ્રેસ અધ્યક્ષાએ મહાત્મા ગાંધીનું સ્મરણ કરીને કહ્યું કે સૌરાષ્ટ્રનું નામ હંમેશા ગાંધીના નામ સાથે જોડાયેલું છે, ગાંધીજીના સિદ્ધાંતોથી જ દેશને ઉન્નતિનો માર્ગ મળ્યો છે અનેક વિપદાઓ છતાં આજે ભારત ઘણો આગળ વધી ચૂકયો છે અને હજુ આપણે ઘણું આગળ જવાનું છે. આ તબક્કે ખુશી છે અને દુઃખ પણ છે.
વિરોધીઓને ન દેશની ઉન્નતિ દેખાય છે કે ન પ્રગતિ... માત્ર બર્બાદી જ દેખાય છે, તે અંધકારની જ વાત કરે છે શોરબકોર અને ઉલ્ટી સીધી નારાબાજીમાં સાચી અને સારી વાતો લોકો સુધી પહોંચતી નથી.
ખીચ્ચોખીચ ભરાયેલા મેદાનમાં સંપૂર્ણ સ્વયંભૂ શાંતિ વચ્ચે તેમણે કહ્યું કે મોટી મોટી વાતો તો ઘણાં કરે છે પરંતુ ગુજરાતની ઉન્નતિ માટે કોંગ્રેસે જે કર્યુ છે તે કોઇએ કર્યું નથી. ગુજરાત આજે જેના થકી આગળ છે તે રિફાઇનરી, પેટ્રો કેમિકલ, ટેકસટાઇલ વગેરે ઉદ્યોગો કોંગ્રેસના શાસનમાં સ્થપાયા છે. 'કેટલાક' લોકોમાં ગુજરાતની સિદ્ધિઓ પોતાના શિરે લેવાની દુર્બુદ્ધિ છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના શિલ્પકારોથી લઇ વ્યાવસાયિકોએ પોતાની મહેનતથી ગુજરાતનું નામ રોશન કર્યુ છે.
ગુજરાતમાં વિકાસની બુનિયાદ કોંગ્રેસે રાખી છે. નર્મદા યોજના કોણે બનાવી તેવો પ્રશ્ન ઉઠાવી તેમણે કહ્યું કે કોંગ્રેસની આ ભેટ છે, જેને ગુજરાતના
સપૂત વલ્લભભાઇ પટેલ (સરદાર)નું નામ અપાયુ છે. આ મહત્વપૂર્ણ યોજના ખાસ કરીને ખેડૂતોને લાભ મળે તે માટે બની હતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે દસ વર્ષમાં નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં નથી પહોંચ્યું.
પાણી માટે કિસાનો તરસે છે, અનેક વિસ્તારોમાં કિસાનોએ આત્મહત્યા કરવી પડી છે. ગુજરાતના અનેક વિસ્તારોમા દુકાળથી પાકને નુકસાની થઇ છે. રાજય સરકાર તેનો સર્વે કરી જલદી કેન્દ્રને મોકલે તો કિસાનોને ત્વરિત સહાય કરાશે.
કિસાનોને કપાસ સહિતના પાકના પોષણક્ષમ ભાવો માટે અને માછીમારોની સમસ્યાનો કેન્દ્ર સરકારને પૂરો અહેસાસ છે. દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, ગ્રામીણ રોજગાર અને બુનિયાદી માળખાને મજબૂત કરવાના પ્રયત્નોમાં વાસ્તવિકતા એ છે કે ગુજરાતને એનડીએના શાસનમાં જે ભંડોળ મળ્યું તેનાથી ૫૦ ટકા ભંડોળ યુપીએ સરકારે આપ્યું છે. આ વાતને ઇરાદાપૂર્વક છુપાવાઇ રહી છે.
ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના નામે પણ ખોટી વાતો ફેલાવાય છે, ખરેખર તો એફડીઆઇનો સૌથી વધુ લાભ કિસાનોને મળશે. કિસાનો અને ખરીદારો વચ્ચેથી દલાલો નીકળી જાય તેવો ઉદેશ છે. આમ છતાં કોઈ સરકાર પોતાના રાજયમાં એફડીઆઈ લાવવા ન માંગે તો તે મુક્ત છે, આમ છતાં આટલો બધો હંગામો શા માટે જનતાને શા માટે ગુમરાહ કરાય છે?
લોકો દ્વારા ઉમળકાભેર હાથ હલાવી તેમના સૂરમાં સૂર મિલાવાતા હતા ત્યારે સભામાં એક મોહિની છવાઈ ગઈ હતી. સોનિયા ગાંધીએ જૂસ્સાપૂર્વક કહ્યું કે, દેશના હિતમાં પગલા ઉઠાવીએ ત્યારે અમારા ઉપર પથ્થરો ફેંકાય છે. હુમલા થાય છે પરંતુ અમે અગાઉ પણ પરવા કરી નથી કે આગળ પણ ચિંતા નહી કરીએ.
એક તરફ વિશ્વ સામે આર્થિક મંદીની ગંભીર ચૂનોતી છે. કાચુ તેલ એનડીએના વખતમાં ૩૨ ડોલર હતું જે આજે ૧૪૦ ડોલર છે આમ છતાં લોકોને રાહત મળે તે માટે દેશમાં જયા - જયા કોંગ્રેસની સરકારો છે ત્યાં બધે ઈંધણ - રાંધણ ગેસ ઉપર રાહતો અપાય છે. ગુજરાતમાં કેમ સબસીડી મળતી નથી. ગુજરાતની સરકાર લોકોને રાહત આપવા માંગતી હોય તો 'વેટ'ના દર કેમ ઘટાડતી નથી પૂરા દેશમાં ગુજરાતમાં 'વેટ'ના દર સૌથી વધુ છે.
દેશભરમાં આદિવાસીઓને જમીનનો અધિકાર છે ગુજરાતમાં અધિકાર માંગતા દલિતોને ગોળી મરાય છે. ડો. બાબા સાહેબની ભાવાનું અપમાન થાય છે. મહિલાઓ અસુરક્ષિત છે, તેના ઉપર અત્યાચાર થાય છે. ભ્રષ્ટાચાર બાબતે બૂમો પાડતા ભાજપ ઉપર પ્રહારો કરતા તેમણે કહ્યું કે, ઝેર જયારે ફેલાય ત્યારે શરીરના દરેક અંગમાં જાય છે. ભ્રષ્ટાચાર આજે રાજનીતિ અને સમાજ વ્યવસ્થામાં ફેલાઈ ચૂકયો છે. ત્યારે કોંગ્રેસે માહિતીના અધિકારને અમલમાં મૂકી કડક અભિગમ દર્શાવ્યો છે. આ સમયે પ્રશ્ન ઉઠે છે કે, ભ્રષ્ટાચાર માટે ભાજપ શું વિચારે છે? આ બાબતે ભાજપની કરની અને કથનીમાં ફેર દેખાય છે. 'કેગ'ના રિપોર્ટમાં ભાજપની સરકારો ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે છતાં કોઈ કાર્યવાહી ન કરતા ભાજપની દાનતમાં ખોટ દેખાય છે. લોકપાલ બિલને સંસદમાં પસાર ન થવા દેવા માટે તેણે ભાજપને જવાબદાર ગણાવતા કહ્યું કે, ૮ વર્ષથી ગુજરાતમાં લોકપાલ શા માટે નથી તેનો જવાબ કેમ અપાતો નથી? ભાજપને ભ્રષ્ટાચાર સામે નહી, કોંગ્રેસની સામે વાંધો છે. સંસદ કોઈ પણ બાબત માટે ચર્ચાનું સર્વોચ્ચ પ્લેટફોર્મ છે. પરંતુ સંસદને ચાલવા જ ન દેવી તે લોકતંત્રનો વિરોધ છે.
સતત ૨૦ મિનીટ સુધી લોકોને મંત્રમુગ્ધ કરી દેનાર કોંગી અધ્યક્ષાએ અંતમાં જનમેદનીને હાકલ કરી કે વિરોધીઓ જે કરવું હોય તે જાણે, આપણે એક થઈને નવું ગુજરાત બનાવવું છે. અને બનાવીશું આવો એક સાથે મળીને સૌરાષ્ટ્રમાંથી ગુજરાતની મહાન પરંપરાની રક્ષા કરી નવા ગુજરાતનું સર્જન કરીએ.
સોનિયા ગાંધી આ હાકલને જોરદાર તાળીઓ સાથે જંગી જનમેદનીએ વધાવી લીધી હતી.
આ પૂર્વે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયાએ ગુજરાતમાં ભાજપ દ્વારા કાગળની નાવના લોકોને સહેલગાહ કરાવાતી હોવાનો કટાક્ષ કર્યો હતો. વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી ઉપર પ્રહાર કરતા કહ્યું કે, વિવેકાનંદની વિચારધારાને દિલમાં રખાય તેના નામે રાજકીય રોટલા ન શેકાય કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ મુખ્યમંત્રી નંબર વન બને તે કરતા ગુજરાતના લોકો નંબર વન બને તેવી ઈચ્છા દર્શાવી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરની ગાદી ઉપર બેઠેલા હિંસાના પૂજારીઓને ભગાડી દેવા હાકલ કરી હતી.
આ પૂર્વે શ્રીમતી સોનિયા ગાંધીએ રાજકોટના રામકૃષ્ણ આશ્રમ, કબા ગાંધીના ડેલા અને બાલભવનની મુલાકાત પણ લીધી હતી. ચૂંટણી જાહેરાત થવા પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષાની સભામાં જંગી જનમેદનીથી ભાજપની છાવણી સ્તબ્ધ બની ગઈ હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved