Last Update : 04-October-2012, Thursday

 

ઓઈલની આંતરરાષ્ટ્રીય કિંમતો ઉછળતાં
સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં રૃા. ૧૨૭નો વધારો કરાયો

આંતરરાષ્ટ્રીય તેલની કિંમત ઘટશે તો રાંધણગેસના ભાવ પણ ઘટશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩
ખનીજ તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવતા રાજ્યો-સ્થિત ઓઇલ કંપનીઓએ સબસીડી વગરના રાંધણગેસમાં પ્રતિ સિલિન્ડર રૃા. ૧૨૭નો વધારો કર્યો હતો.
દેશના સૌથી મોટા ઓઈલ-વિક્રેતા ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર ૧લી ઓકટોબરથી દિલ્હીમાં સબસીડી વગરના રાંધણગેસમાં ૧૨૭ રૃપિયા પ્રતિ સિલિન્ડર વધુ લેવાશે. આઈઓસીના માર્કેટિંગ ડિરેકટર એમ.નેનેએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં રાંધણગેસની કિંમતમાં ઘટાડો થશે તો એ જ ઘટાડો સબસીડી વગરના રાંધણગેસ સિલિન્ડર પર લાગુ કરવામાં આવશે.
આઈઓસીએ સ્પષ્ટતા કરી હતી કે સબસીડીથી મળતા રાંધણગેસના ૬ સિલિન્ડરો ઉપરાંતના સબસિડી વગરના રાંધણગેસના સિલિન્ડરો માટે સંખ્યાનું કોઇ બંધન નહીં રહે. સબસિડીયુક્ત સિલિન્ડરોની કિંમત સ્થિર રહેશે જ્યારે સબસિડી વિનાના રાંધણગેસના સિલિન્ડરોની કિંમત તેલ-વિક્રેતાઓ દર મહિને નક્કી કરશે.
નેનેએ જણાવ્યું હતું કે સરકારે સામાન્ય માનવીનો બોજ ઘટાડવા સબસિડી વિનાના રાંધણગેસ પર કસ્ટમ અને એક્સાઇઝ ડયૂટી નાબૂદ કરવાની મંજૂરી આપી છે. ભાવવધારાથી દિલ્હી ખાતે ૧૪.૨ કિગ્રાના વ્યાવસાયિક સિલિન્ડરની કિંમત રૃા. ૧,૦૬૨ થશે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને સરકારે ઘરેલું રાંધણગેસ પરની સબસિડીમાં કાપ મૂકતા ઘરદીઠ સબસિડીયુક્ત ૬ સિલિન્ડરો જ મળે અને એની ઉપરની જરૃરિયાત મુજબના રાંધણગેસના સિલિન્ડરો બજારભાવે મળશે જેની કિંમત સબસિડીયુક્ત રાંધણગેસના સિલિન્ડરો કરતા લગભગ બમણી છે.

 

આટલો ભાવવધારો ઓછો હોય તેમ
વીજ બીલ, રેલ ભાડામાં વધારાનું દીપક પારેખ પેનલનું સૂચન
(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૩
માળખાગત સુવિધા ક્ષેત્રે રોકાણને આકર્ષવા માટે ટિકિટ વગેરેમાં મોટા પાયે પરિવર્તનનું સૂચન કર્યું હતું. ઉચ્ચ સ્તરની સમિતિએ ઇલેક્ટ્રીકના ચાર્જમાં તેમજ રેલ્વે ભાડામાં વધારો કરવા સૂચન કર્યું હતું.
ટેલિકોમ ક્ષેત્રમાં સો ટકા એફડીઆઇ અને કુદરતી ગેસના ભાવ વધારવા પણ હિમાયત
એચડીએફસીના ચેરમેન દીપક પારેખના વડપણ હેઠળ નીમાયેલી આ સમિતિએ માળખાગત સુવિધાના ક્ષેત્રમાં મૂડીને આકર્ષવા માટે વિવિધ સૂચનો કર્યા હતા જેમાં તેમણે ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઇની પણ હિમાયત કરી છે. હાલમાં આ મર્યાદા ૭૪ ટકા છે.
આ સમિતિએ કુદરતી ગેસના ભાવવધારા પણ સૂચન કર્યું છે કે, ૧૨મી પંચવર્ષીય યોજના (૨૦૧૨-૧૭) દરમિયાન માળખાગત સુવિધા ક્ષેત્રમાં રૃા. ૫૧.૪૬ લાખ કરોડ જેટલું મૂડીરોકાણ આકર્ષવા માટે આ સમિતિની રચના કરીને તેમની પાસે ભલામણો કરવામાં આવી હતી.
સમિતિએ કરેલી ભલામણ અનુસાર સરકારે સમયબદ્ધ પગલા લઈને આ ભલામણોનો અમલ કરવો જોઈએ આ અહેવાલ વડાપ્રધાન મનમોહનસિંહ સમક્ષ સવારે રજૂ કરાયો હતો. ૧૨મી યોજનામાં માળખાગત સુવિધા માટે જે રોકાણ કરવાનું આયોજન છે તેની ૪૭ ટકા મૂડી ખાનગી ક્ષેત્રમાંથી આકર્ષવા માટે તેમજ મૂડી રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ સર્જવા આ સૂચનોનો અમલ કરવો જરૃરી છે તેમ તેમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧મી યોજના દરમ્યાન માળખાગત સુવિધા ક્ષેત્રનો ફાળો ૩૭.૫૩ ટકા હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved