Last Update : 04-October-2012, Thursday

 

ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બરે ચૂંટણી

૧૭મી અને ૨૩મી નવેમ્બરે જાહેરનામું બહાર પડશે ઃ પહેલા તબક્કે ૮૭, બીજા તબક્કે ૯૫ બેઠકો માટે મતદાન ઃ ૨૦મી ડિસેમ્બરે મતગણતરી

અમદાવાદ, તા.૩
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી તા. ૧૩ અને ૧૭ ડિસેમ્બરે બે તબક્કે યોજવાની ચૂંટણી પંચે નવી દિલ્હીમાં જાહેરાત કરી છે. આ સાથે રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. મુક્ય ચૂંટણી કમિશનર વી.એસ. સંપથે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી અંગેનું જાહેરનામું ૧૭ અને ૨૩ નવેમ્બરે બહાર પડશે. ૧૩ ડિસેમ્બરે ૮૭ અને ૧૭ ડિસેમ્બરે બાકીની ૯૫ બેઠકો માટે મતદાન યોજાશે. ૧૭ જાન્યુઆરી ૨૦૧૩નારોજ વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે તે પૂર્વે નવી વિધાનસભા ચૂંટાઈ આવશે. નવી દિલ્હીમાં આજે કરાયેલી જાહેરાતને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ- કોંગ્રેસે આવકારી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું છે કે, ચૂંટણીઓ અંગેનું સમયપત્રક તહેવારો, પરીક્ષાઓ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સુરક્ષા દળોની ઉપલબ્ધિ જેવા વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે.
ગુજરાતમાં મતદાન માટે કુલ ૪૪,૪૯૬ મતદાન મથકો રહેશે. રાજ્યમાં ૩.૭૮ કરોડ મતદાર છે. ૧૮૨ બેઠકો પૈકી અનુસૂચિત જાતિ માટેની (એસસી) ૧૩ બેઠકો અને અનુસૂચિત જનજાતિ (એસ.ટી.) માટે ૨૭ બેઠકો અનામત છે.
આજે જાહેર કરાયેલા ચૂંટણી સમયપત્રક મુજબ પ્રથમ તબક્કે ૧૩ ડિસેમ્બરે ૮૭ બેઠકોની તથા બાકીની ૯૫ બેઠકોની ચૂંટણી ૧૭ ડિસેમ્બરે બીજા તબક્કામાં યોજાશે. આ માટેના ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ અનુક્રમે તા. ૨૪ અને ૩૦ નવેમ્બરની છે. ઉમેદવારી પત્રોની ચકાસણી ૨૬ નવેમ્બરે અને પહેલી ડિસેમ્બરે થશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની મુદત ૨૮ નવેમ્બર અને ત્રીજી ડિસેમ્બર છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ અમલી બનેલી આચારસંહિતાનું કડકાઈથી પાલન કરાવાશે અને રાજકીય પક્ષોની રાજ્યોમાંની ચૂંટણી વિષયક ગતિવિધિઓ પર બારીક નજર રખાશે.
પંચના જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયાની શરુઆતથી માંડીને અંત સુધીની તમામ બાબતોની વિડિયોગ્રાફી કરાશે. પંચ પોતે જ મતદારોને વોટર સ્લીપ વહેંચશે.
રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી ખર્ચાઓ અને અખબારો કે અન્ય માધ્યમોમાંના પેઇડ ન્યુઝ પર ખાસ નજર રખાશે.
અમે ચૂંટણીને સુરક્ષાની દ્રષ્ટિએ ફૂલપ્રુફ બનાવવાના હેતુથી રાજ્ય પોલીસ દળ ઉપરાંત અન્ય રાજ્યોની પોલીસને પણ ગુજરાતમાં ગોઠવીશું.
કેન્દ્રના ગૃહમંત્રાલયે ગુજરાત માટે પેરામિલીટરી ફોર્સના બાવીસ હજાર જવાનો પૂરા પાડવાની ખાતરી આપી છે. તે ઉપરાંત ગુજરાતનુ પંચાવન હજારનું પોલીસ દળ ચૂંટણી કાર્યમાં ગોઠવાશે જ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved