Last Update : 04-October-2012, Thursday

 

બિહારનો મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી રાજેશ રાય ચીખલીથી પકડાયો

ચાર વર્ષથી બિહાર પોલીસને હાથતાળી આપતા એરિયા કમાન્ડર રાજેશ રાય ૨૫ જેટલા ગંભીર ગુનાનો આરોપી

બિહાર સરકારે રૃા.૨૫ હજારનું ઇનામ જાહેર કર્યું હતું ઃ રાજેશને ગુજરાતમાં આશરો આપનાર સુરતના બે શખ્સો પણ પકડાયા

નવસારી, બુધવાર
બિહારમાં નક્સલવાદી પ્રવૃત્તિ કરતા અને ચાર વર્ષથી વોન્ટેડ સીપીઆઇએમએલના એરિયા કમાન્ડર રાજેશ રાયને નવસારી એસઓજી અને બિહાર ટાસ્કફોર્સે એક જાઇન્ટ ઓપરેશનમાં ચીખલીના ખૂંધમાંથી પકડી પાડયો હતો. ૨૫ ગુના આચરનાર ખૂંખાર આરોપી સામે બિહાર સરકારે રૃા.૨૫ હજારનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસે તેમને ગુજરાતમાં રહેવા માટે મદદ કરનારા મૂળ બિહારના અને સુરતમાં રહેતા બે શખ્સોની પણ અટક કરી છે.
નવસારી જિલ્લા પોલીસ વડા નિલેશ જાંજડીયાએ આજે પત્રકાર પરિષદમાં સમગ્ર ઓપરેશનની વિગત આપી હતી. જે મુજબ બિહારમાં નક્સલવાદી પ્રવૃત્તિ કરતો ખૂંખાર આરોપી નવસારી જિલ્લામાં રહેતો હોવાની બાતમી સાથે બિહાર પોલીસની ટાસ્કફોર્સના પો.સ.ઇ ઓમપ્રકાશ નવસારી આવતા નવસારી જિલ્લા પોલીસ વડાએ નવસારી એસઓજીના પો.ઇ.સી.જે.ગામીત અને ટીમને બિહાર પોલીસ ટીમ સાથે આરોપીને શોધી કાઢવા સુચના આપી હતી.
બંને રાજ્યની પોલીસ ટીમના ઓપરેશન દરમિયાન નવસારી જિલ્લાના ચીખલીના ખૂંધ ગામે આવેલા આઝાદનગર, જીગર એજન્સી પાછળ અરવિંદ યાદવજીની ચાલીની ભાડાની ખોલીમાં રહેતા આરોપી રાજેશ રાય ઉર્ફે પવન ધનરાજ રાયને (ઉ.વ.૩૦, મૂળ રહે. ધુનુકી થાણા, તાનાપુર, જિ.છપરા, બિહાર) પકડી પાડયો હતો.આ ખૂંખાર આરોપીને ગુજરાતમાં જોઇને પોલીસ પણ ચોંકી હતી. તે ગુજરાત કેવી રીતે આવ્યો અને કોની મદદથી અહી રહેતો હતો તેની તપાસ કરાતા મૂળ બિહારના અને હાલમાં સુરતમાં ડુમસ જેટીબાગમાં મંદિર પાસે સોહેલભાઇના રૃમમાં રહેતા રાજેશ રાયના બે મિત્રો ધનઇકુમાર સુકેશા સહાની અને સનોજ રીતલાલ સહાનીને ઝડપી લીધા હતા.
બિહાર પોલીસની ટાસ્કફોર્સનાં પો.સ.ઇ.ઓમપ્રકાશે જણાવ્યુ હતુ કે પકડાયેલો રાજેશરાય ઉર્ફે પવન ધનરાજરાય અત્યંત ખૂંખાર આરોપી છે. તેણે બિહારનાં સારન વૈશાલી મુઝફરપુર સહીત જિલ્લામાં ઘાડ, હત્યા, ખંડણી, નકસલવાદી પ્રવૃત્તિમાં અનેક વિસ્ફોટો કરી હત્યા કાંડોને અંજામ આપ્યો છે. તેની ગેંગના આરોપીઓને હથિયારોની ટ્રેનિંગ મળી છે તેમજ જમીનની નીચે વિસ્ફોટક લગાવી તેને રીમોટકંટ્રોલથી બ્લાસ્ટક કરવાની કામગીરીમાં માસ્ટર માઇન્ડ છે. તેણે ૨૫ જેટલા ગંભીર ગુનોઓને અંજામ આપી નકસલવાદી પ્રવૃત્તિને વેગ આપી હાહાકાર મચાવ્યો હતો. જેને પકડવા માટે બિહાર સરકારે રૃ।.૨૫ હજારનું ઇનામ જાહેર કર્યુ હતું. પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે પોલીસને હાથતાળી આપતો રહ્યો હતો.
નવસારી એસ.ઓ.જી.પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી મુખ્ય આરોપી રાજેશરાયને, નવસારીની કોર્ટમાં રજુ કરી તેને ટ્રાન્સફર વોરંટથી બિહાર પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી હતી. જ્યારે અન્ય બે આરોપી ધનઇકુમાર સહાની, અને સંનોજ સહાનીની તપાસ નવસારી જિલ્લા પોલીસ હાથ ધરશે એમ જિલ્લા પોલીસ વડા નિલેશ જાંજડીયાએ કહ્યુ હતું.

એક્સપ્લોઝીવના ઉપયોગથી બ્લાસ્ટ કરવામાં રાજેશ માહિર છે
નકસલવાદી રાજેશરાય કવોરીમાં વપરાતાં પથ્થર ફોડવા માટેનાં એક્સપ્લોઝીવનો ઉપયોગથી બ્લાસ્ટ કરવામાં માહીર હોવાનું બિહાર પોલીસ જણાવ્યુ હતું. રાજીવરાયનો કવોરી સાથેનો સંપર્ક શું માત્ર યોગાનુયોગ હતો ? કે પછી કોઇ ષડયંત્ર અતર્ગત કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માટેની તૈયારી હતી ? એ પ્રશ્ન ઉભો થયો છે. હાલમાં જ રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દક્ષિણ ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા વાંસદાના ઉનાઇ ખાતે આવનાર હતી તેના બેે દિવસ અગાઉ યાત્રા દરમ્યાન હુમલા માટે નકસલવાદીઓ સજજ થયાનો આઇ.બી.નો રિપોર્ટ આવતા મુખ્યમંત્રીની સુરક્ષા ચૂસ્ત કરાઇ હતી. અને હવે યાત્રા પસાર થયાના થોડા જ દિવસમાં ચીખલી ખૂંધથી નકસલવાદીની ધરપકડ થઇ છે. ત્યારે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય નેતાઓની દક્ષિણ ગુજરાતમાં અવરજવર શરૃ થશે ત્યારે છુપાયેલા નક્સલવાદીઓને શોધવાનું કામ પોલીસ માટે પડકારજનક બનશે.

 

બિહારમાં રાજેશે કરેલા બ્લાસ્ટમાં એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સહિત ૭ના મોત થયા હતા
નકસલવાદી રાજેશરાય અત્યંત ખૂંખાર આરોપી છે પરંતુ તપાસ દરમ્યાન તેની પાસેથી કોઇ હથિયાર કે વિસ્ફોટક મળ્યા નથી. માત્ર મોબાઇલ ફોન અને ડાયરી મળ્યા છે. ગુજરાતમાં નકસલવાદીની કોઇ ગતિવિધિ પણ ન હોવાનું પોલીસવડાએ જણાવ્યું હતું પરંતુ બિહાર પોલીસ ટીમનાં પો.સ.ઇ. ઓમપ્રકાશે કહ્યું હતું કે, આરોપી રાજીવ રાયે ગત લોકસભાની ચૂંટણી દરમ્યાન અનેક સ્થળે પોલીસ પેટ્રોલીંગ પાર્ટીને વિસ્ફોટ કરી ઉડાવી દીધી હતી. ઉત્તર બિહારનાં મારકદસ્તાનો એરિયા કમાંડર તરીકે કામ કરતા આ ખૂંખાર આરોપીએ પોલીસ જીપ પસાર થતી હતી તે રસ્તા ઉપર વિસ્ફોટ કરીને જીપ ઉડાવી દેતાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ સહિત સાતનાં મોત થયા હતા. એકે-૪૭ અને એકે-૫૬ રાયફલ ચલાવવામાં પણ આ આરોપી માહિર હોવાનું જણાવ્યું હતું. પોલીસ પાર્ટીના હથિયારો- દારૃગોળો લૂંટ સહિત ૧૦ ગુનામાં વોન્ટેડ આરોપી પકડાઇ જતાં બિહાર પોલીસનાં ચહેરા ખીલી ઉઠયા હતાં.

 

રાજેશ રાય આલીપોરના ફિરોઝની ટ્રક પર ડ્રાઇવર હતો
નકસલવાદી રાજેશરાય છેલ્લાં બે મહિનાથી ચીખલીનાં ખૂંધગામે અરવિંદ યાદવની ખોલીમાં ભાડેથી રહેતો હતો અને ચીખલી આલીપોરનાં ફિરોઝ એહમદ મુલ્લાનાં ટ્રક પર ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આ ટ્રકમાં ચીખલી વાંસદા રોડ પર આવેલી કવોરીમાંથી કપચી ડસ્ટ મટીરીયલ ભરીને આ આરોપી દરરોજ ઉધના મગદલ્લા પર ચાલતા રોડના કામ માટે કપચી સપ્લાઇ કરતો હતો. પોલીસે ટ્રકમાલિક ફિરોઝ મુલ્લાંની સામે આરોપીને મદદગારીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ચીખલીનાં મકાન માલિક વિરૃધ્ધ ભાડુઆત અંગેની માહિતી પોલીસને નહી આપી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવાનો મકાન માલિક અરવિંદ યાદવ સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved