Last Update : 04-October-2012, Thursday

 

સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે

ફિલ્મ નિર્માણમાં થયેલો ખર્ચ બાદ કરતા થયેલા નફા પર અભિનેતાનો હક્ક રહેશે

મુંબઈ, તા. ૩
'દબંગ', 'રેડી', 'બોડીગાર્ડ' અને 'એક થા ટાઈગર' જેવી લાગલગાટ સુપરહિટ ફિલ્મ આપ્યા પછી સલમાન ખાન સફળતાનો એક પર્યાય બની ગયો છે. અને આ કારણે ફિલ્મસર્જકો પણ અભિનેતાએ નક્કી કરેલા નિયમો પાળવામાં આનાકાની કરતા નથી. સંગીતકારો, શૂટિંગના શેડયૂલ, સેટ પર આવવા-જવાનો સમય તેમજ હિરોઈનના કોશ્ચ્યુમ સહિત બધી બાબતો સલમાનની મરજીને આધારે જ નક્કી કરવામાં આવે છે. જાણવા મળ્યા પ્રમાણે, અભિનેતાએ એક નવો નિયમ ઘડયો છે. તાજેતરમાં અભિનેતાએ નક્કી કર્યાં મુજબ તેની ફિલ્મના નિર્માતાઓને ફિલ્મના કલાકારો અને કસબીઓની જેમ એક ચોક્કસ રકમ તેમની ફી તરીકે આપવામાં આવશે. આ આંકડો રૃા. ૧૫થી ૨૦ કરોડ જેટલો હશે. આ પછી પ્રોડકશનનો ખર્ચો બાદ કરતા નફા તરીકે મળેલી બધી રકમ પર સલમાનનો હક્ક રહેશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં આ નવો નિયમ ઘડવામાં આવ્યો હતો.
સલમાનના આ નવા પગલાની તરફેણમાં એક સૂત્રે કહ્યું હતું કે, ''સલમાનના આ નિર્ણય પાછળ તેનો વધુ પડતો આત્મવિશ્વાસ કામ કરી ગયો હોવાનું ઘણાને લાગશે, પરંતુ આ નિયમ વાજબી છે. એ સમજવાની જરૃર છે કે ફિલ્મ નિર્માણનો બધો ખર્ચો તેમજ નિર્માતાઓને ચોક્કસ રકમ આપીને સલમાન એક મોટું જોખમ લઈ રહ્યો છે. આ ફિલ્મ ધારણા પ્રમાણે કમાણી કરવામાં નિષ્ફળ જાય તો સલમાનને ઘણું નુકસાન થવાની શક્યતા છે.''
જોકે ઇન્ડસ્ટ્રીના આંતરિક સૂત્રોએ જણાવ્યા પ્રમાણે, સલમાન સાથે નજીકના ભવિષ્યમાં કામ કરનારા નિર્માતાઓને આ વાત પસંદ પડે તેવી નથી. ''છેલ્લા કેટલાક વર્ષોથી સલમાનની ફિલ્મો સરાસરી રૃા. ૧૪૦થી રૃા. ૧૫૦ કરોડ જેટલી કમાણી કરે છે અને તેના આ નવા નિયમને કારણે નિર્માતાઓને પ્રોડકશનના ખર્ચા ઉપરાંત માત્ર રૃા. ૧૫થી ૨૦ કરોડ જ મળશે. અગાઉ નિર્માતાઓને મળતી તગડી રકમ હવે સલમાન લઈ જશે,'' એમ સૂત્રે ઉમેર્યું હતું.
ટ્રેડ પંડિત અમોદ મહેરાએ જણાવ્યા પ્રમાણે, ''મારી ભૂલ થતી ન હોય તો શાહરૃખ ખાન અને આમિર ખાન તેમજ અક્ષય કુમારે પણ આવી જ નીતિ અપનાવી છે. તો પછી સલમાન કેમ આમ ન કરે?''
બીજા એક ટ્રેડ પંડિત તરણ આદર્શે જણાવ્યા પ્રમાણે, ''સલમાન આને લાયક છે. કોઈ નિર્માતાની ફિલ્મ કરવા તૈયાર થઈને તે એમના પર એક મોટો ઉપકાર કરે છે.''
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved