Last Update : 04-October-2012, Thursday

 
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે

આ પાત્ર ભજવવા માટે બીગ બી પોતાના ટ્રેડમાર્કસમી ફ્રેન્ચ દાઢી દૂર કરાવીને ક્લિન-શેવ લુક અપનાવશે

મુંબઈ, તા. ૩
બાર વરસ પૂર્વે ટચૂકડા પડદા પર લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ' દ્વારા અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીની બીજી ઇનિંગ શરૃ કરી હતી. અત્યારે આ શોની છઠ્ઠી સિઝન સફળતાપૂર્વક આગળ વધી રહી છે. પહેલી સિઝનથી લઈને અત્યાર સુધી બીગ બી ફ્રેન્ચ દાઢીમાં જ જોવા મળ્યા છે અને દર્શકોએ તેમનો આ લુક ખૂબ જ પસંદ કર્યો છે.
કારકિર્દીના બીજી તબક્કામાં તેમણે 'હિન્દુસ્તાન કી કસમ' (૧૯૯૯), લાલ બાદશાહ (૧૯૯૯), બડે મિયાં છોટે મિયાં (૧૯૯૮) અને કોહરામ (૧૯૯૯) જેવી ફિલ્મો કરતી વખતે પણ ફ્રેન્ચ દાઢી રાખી હતી. ત્યારથી લઈને આજ સુધી તેમણે પોતાનો આ લુક જાળવી રાખ્યો છે અને તેમની આ ઇમેજ બોલીવૂડમાં સુપર સ્ટારડમની સમાનાર્થી બની ગઈ છે.
અત્યાર સુધી બીગ બીએ તેમની બધી જ ફિલ્મો, જાહેરાતો અને જાહેર કાર્યક્રમોમાં તેમનો આ લુક જાળવી રાખ્યો હતો, પરંતુ હવે તેમાં બદલાવ આવવાની શક્યતા છે. ફિલ્મઉદ્યોગનાં આંતરિક વર્તુળો તરફથી જાણવા મળ્યું છે કે ફિલ્મસર્જક પ્રકાશ ઝાની આગામી ફિલ્મ 'સત્યાગ્રહ'માં અમિતાભ બચ્ચનને સાઈન કરવામાં આવ્યા છે જેમાં તેઓ જાણીતા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે એવું જાણવા મળ્યું છે.
અણ્ણા હઝારે ફ્રેન્ચ દાઢી ન રાખતા હોવાથી તેમનું પાત્ર ભજવતી વખતે અમિતજીએ પણ પોતાની સુપરસ્ટારની ઇમેજસમી ફ્રેન્ચ દાઢી દૂર કરાવવી પડશે. જોકે બીગ બી પણ નવો લુક અપનાવવા માટે તૈયાર છે. પ્રકાશ ઝાની આ ફિલ્મમાં અમિતજી ઉપરાંત અજય દેવગણ, કરીના કપૂર, અર્જુન રામપાલ અને મનોજ બાજપાઈ જેવા જાણીતા કલાકારો પણ કામ કરી રહ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved