Last Update : 04-October-2012, Thursday

 

આર્થિક અને ઔદ્યોગિક મંદી પ્રબળ બનતા
નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા

૨૦૧૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં SMEની રૃા. ૩૭,૫૪૭ કરોડની મળેલી ૬૯ અરજીઓ

નવી દિલ્હી, બુધવાર
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે અર્થતંત્રની નબળી પડેલી વૃધ્ધિ તેમજ ઊંચા વ્યાજદરના કારણે પ્રબળ આર્થિક મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગોની હરોળમાં હવે નાના અને મધ્યમ ઉદ્યોગો પણ (એસએમઈ) પણ જોડાયા છે. આર્થિક મંદી પ્રબળ બનવાના ચાલુ ૨૦૧૨ના કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં આ ઉદ્યોગો પણ મોટા પાયે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા છે. આમ, હવે નાના-મધ્યમ ઉદ્યોગો પર પણ આર્થિક આફતરૃપી ઓળા ઉતરી આવ્યા છે.
ચાલુ કેલેેેન્ડર વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન વિવિધ કારણોસર દેશભરમાં ઉદ્ભવેલ ઔદ્યોગિક સ્તરે તેમજ આર્થિક સ્તરે પણ પ્રતિકૂળ વાતાવરણ સર્જાવા પામ્યું હતું. જેના કારણે દેશમાં ઔદ્યોગિક સ્તરે નોંધપાત્ર પીછેહઠ થવા પામી હતી. સર્જાયેલા આ પ્રતિકૂળ માહોલના કારણે સંખ્યાબંધ મોટા ઔદ્યોગિક એકમો ડેટ રિસ્ટ્રક્ચરીંગ ક્ષેત્રે વળ્યા હતા.
વિવિધ પ્રતિકૂળતાઓના પગલે આર્થિક અને ઔદ્યોગિક મંદીનો માહોલ પ્રબળ બનતા છેલ્લા છ માસમાં સંખ્યાબંધ નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમોએ ડેટ રિસ્ટ્રક્ચરીંગ ક્ષેત્રનો સંપર્ક સાધ્યો હતો. આ કંપનીઓમાં સૌથી મોટી સંખ્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજ ઉપકરણો બનાવતી કંપનીઓની છે. પ્રાપ્ત માહિતી મુજબ સૂચિત સમયાગાળા દરમિયાન કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરીંગ વિભાગને એસએમઈ ક્ષેત્ર તરફથી રૃા. ૩૭,૫૪૭ કરોડના ડેટ રિસ્ટ્રક્ચરીંગ માટેની ૬૯ અરજી મળી છે. ગત વર્ષે આ વિભાગને રૃા. ૬૭,૭૩૯ કરોડનું દેવું ધરાવતી ૮૭ કંપનીઓએ અરજી કરી હતી. વિભાગને મળેલી મોટાભાગની અરજીઓ રૃા. ૫૦૦ કરોડથી ઓછું દેવું ધરાવતી કંપનીઓની છે.
આ પ્રક્રિયાથી વાકેફ સુત્રોના જણાવ્યા મુજબ કંપનીઓની સંખ્યા અને વોલ્યુમ બંનેની દ્રષ્ટિએ ગત વર્ષની તુલનાએ આ આંકડો નિરાશાજનક ઔદ્યોગિક વૃધ્ધિ અને લિવરેજનું ઉચું પ્રમાણ ધિરાણની ગુણવત્તા પર દબાણ જારી કરશે. કોર્પોરેટ ડેટ રિસ્ટ્રક્ચરીંગ પ્રક્રિયાના ભાગરૃપે રિસ્ટ્રક્ચરીંગની રાહ જોઈ રહેલી કંપનીઓની રકમનો આંકડો ઘણો ઊંચો છે. આવી એટલે કે એસએમઈ કંપનીઓને કરાયેલા ધિરાણમાં એકથી વધુ ધિરાણકર્તા સંકળાયેલા હોય છે. આમ, આ થિયરી જોતા એનપીએનો આંકડો પણ વધે તેવી શક્યતા છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે માર્ચ ૨૦૧૨ સુધીમાં રિસ્ટ્રક્ચર્ડ લોન (જો કે તેને બેંકના ચોપડે ટેકનીકલી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ ગણાતી નથી) ૪૬ ટકા જેટલી ઉછળીને રૃા. ૧,૫૫,૦૦૦ કરોડ થઈ છે. જ્યારે, નવા રિસ્ટ્રક્ચરિંગનો આંકડો લગભગ રૃ. ૩.૨ લાખ કરોડ થવાનો અંદાજ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved