Last Update : 04-October-2012, Thursday

 

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

ભારતની આર્થિક વૃધ્ધિ ઘટીને બે ટકા સુધી આવી જશે ઃ દેવાના બોજ હેઠળ વૃધ્ધિ ન થાય

નવી દિલ્હી, બુધવાર
સરકાર નાણાં નીતિમાં સુધારા ચાલુ રાખે અને ફુગાવા પર અંકુશ રાખશે તો ભારતીય અર્થતંત્રની સ્થિતિ સુધરશે. હાલના સંજોગો જોતા ચાલુ વર્ષે સેન્સેક્સ નવી ટોચ દર્શાવે તેમ મને લાગતું નથી તેમ જણાતા રોકાણકાર નિષ્ણાંત માર્ક ફેબરે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સોનાની તેજીનો આધાર ફેડરલ કેટલા ડોલર છાપે છે તેના પર છે.
નેગેટીવ સમાચારોના પ્રવાહની વચ્ચે અમેરિકા વ્યાજ દર નીચા રાખવા અને બોન્ડ ખરીદવામાં યુરોપિયન બેન્કોને સપોર્ટ કરશે એવા પોઝિટિવ સમાચાર આવ્યા છે. સેન્ટ્રલ બેંકો વ્યાજદરો દુનિયાના અન્ય દેશોમાં ઈક્વિટી માર્કેટની સ્થિતિ ઠીકઠીક રહેશે.
ભારતીય ઈક્વિટી માર્કેટ અંગે તેમણે જણાવ્યું હતું કે, સરકાર નાણા નીતિમાં સુધારાઓ ચાલુ રાખે અને મોંઘવારી વધારનારા પરિબળોને કાબુમાં રાખે તો સ્થિતિ સુધરે. પરંતુ આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ દર્શાવે એવું મને લાગતું નથી.
માર્ક ફેબરે જણાવ્યું કે, ભારતમાં આર્થિક વૃદ્ધિની ગતિ ધીમી રહેશે. ભારત સહિત સંખ્યાબંધ દેશો ફુગાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જ્યાં જીવન જરૃરિયાતની ચીજો રોજ મોંઘ થતી જાય છે. ભારત અને ચીનના ફુગાવાના જે આંકડા જાહેર થાય છે તેના કરતાં મોંઘવારી ક્યાંય વધારે છે. આના કારણે ભારતની વૃધ્ધિ ધીમી પડી ગઈ છે. મારા મતે ભારતની આર્થિક વૃદ્ધિ ઘટીને બે ટકા સુધી આવી જશે. ભારત સરકારે સરકારી દેવું ઘટાડવા પણ પગલાં ભરવા જોઈએ. કારણ કે ઉંચા દેવાના બોજના આધારે જે વૃદ્ધિ થાય તેને હું ટકાઉ વિકાસ ગણતો નથી. જે વ્યક્તિગત માથા દીઠ આવકમાં વૃધ્ધિ ન થાય તો ઉંચા ગ્રોથનો કોઈ અર્થ નથી.
ધિરાણ માટે ઊંચા વ્યાજ દરના માહોલમાં રૃપિયાનું મૂલ્ય ઘટી ગયું છે. આ સંજોગોમાં રોકાણકારોએ ઈક્વિટીમાં રોકાણ કરવાના બદલે નિશ્ચિત વળતરની ખાતરી આપતી સિક્યોરિટીઝમાં રોકાણ કરવું જોઈએ. અત્યારે સોના ચાંદી અને રિયલ એસ્ટેટમાં રોકાણની તકો છે પરંતુ એમાં પણ વધઘટની માનસિક તૈયારી રોકાણકારે આપવી પડશે.
ભારતીય રિયલ એસ્ટેટમાં રોકાણની તકો અંગે તેમણે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં ઘણાં બદા સેગમેન્ટ છે. દરેક બજારને અસરકર્તા પરિબળો પણ અલગ અલગ છે. જોકે ભારતમાં મકાન, ઓફિસ અને કોમર્શિયલ સેન્ટર્સની માગને જોતા લાંબા ગાળે કમાણીની તક છે પરંતુ મુંબઈ જેવા રિયલ્ટી માર્કેટમાં ભાવ ઘટવાની શક્યતા છે.
સોનું ટોચે ગયા પછી પાછુ ફર્યું છે. આ સંજોગોમાં માર્ક ફેબરે એવી સલાહ આપી હતી કે, એક વર્ષ પહેલાં વૈશ્વિક બજારમાં સોનું ૧૯૨૧ ડોલર હતું અને ત્યારબાદ તેમાં ઘટાડો આવ્યો હતો. અત્યારે ૧૭૦૦ ડોલરની આસપાસનો ભાવ છે. હજુ નજીકના ગાળામાં 'કરેક્શન'નો અવકાશ છે. પરંતુ લાંબા ગાળે સોનું કેટલે ઊંચે જશે એ કહી શકાય એમ નથી. આના માટે ફેડરલ બેન્કના અધિકારીઓને પુછવું પડે કે તમે કેટલા ડોલર છાપવાના છો? જો અમેરિકામાં આર્થિક મોરચે મંદીના કારણે નાણાંકીય સિસ્ટમમાં ગરબડ થાય તો સોનું ઔંસ દીઠ ૨૦૦૦ થી ૨૦,૦૦૦ ડોલર સુધી વધઘટ થઈ શકે, એમ તેમણે ઉમેર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved