Last Update : 04-October-2012, Thursday

 

ડોલર ૨૪ પૈસા તૂટીને રૃા. ૫૨.૧૬ ઃ આજે સર્વિસિઝ PMI પર નજર
નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ

બ્રોકિંગ- ફાઇનાન્સ કંપનીઓના શેરોમાં તેજીનો સળવળાટ


(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, બુધવાર
નાણા પ્રધાન પી. ચિદમ્બરમ દ્વારા આર્થિક સુધારા- રીફોર્મ્સ આગળ વધારવાના મક્કમ નિર્ધાર અને એમાં વડા પ્રધાન મનમોહન સિંહના સંપૂર્ણ સહકારથી એક પછી એક આર્થિક સુધારા જાહેર થઇ રહ્યા હોઇ એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું શેરોમાં લેવાલીનું આકર્ષણ સતત જળવાઇ રહેતા તેજીની મક્કમ ચાલે આજે ઇન્ડેક્ષ બેઝડ સુધારા સાથે શેરોમાં વ્યાપક તેજી જોવાઇ હતી. ચોમાસું એકંદર સફળ રહી વિદાય લઇ રહ્યું છે, ત્યારે હવે દુકાળનો ભય દૂર થઇ કૃષિ પાકમાં વૃદ્ધિ જળવાઇ રહેવાના અંદાજો અને હવે ફુગાવો-મોંઘવારીના પરિબળ છતાં આર્થિક વૃદ્ધિ થકી આ પરિબળને નાથવાના સરકાર- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રયાસમાં કોર્પોરેટ ઇન્ડિયાને પણ સાથે લેવા નાણા પ્રધાન પી. ચિદમ્બરમની કોર્પોરેટ ઇન્ડિયાના અગ્રણીઓ સાથે યોજાનારી મીટિંગની અપેક્ષા અને એફઆઇઆઇના જંગી રોકાણ પ્રવાહથી ડોલર સામે સતત મજબૂત થતો રૃપિયો ઉદ્યોગો- કંપનીઓનો આયાત બોજ હળવો કરશે એવી અપેક્ષાએ કોર્પોરેટ ઇન્ડિયાની બીજા ત્રિમાસિકની રિઝલ્ટ સીઝન પણ ધારણાથી સારી નીવડવાના અંદાજોએ શેરોમાં વેલ્યુબાઇંગ વધ્યું હતું. એફએમસીજી જાયન્ટ હિન્દુસ્તાન યુનીલીવર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાનીએ કોલ ઇન્ડિયા, ટીસીએસ, ડૉ. રેડ્ડીઝ લેબ., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હિન્દાલ્કો, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, મારૃતી સુઝુકીમાં લેવાલીના આકર્ષણે સેન્સેક્ષ આગલા બંધ ૧૮૮૨૩.૯૧ સામે ૧૮૮૪૧.૪૯ મથાળે ખુલીને શરૃઆતમાં ૪૦થી ૪૫ પોઇન્ટનો સુધારો બતાવ્યા બાદ ૧૧.૨૦ વાગ્યે ૮૧.૭૧ પોઇન્ટના સુધારે ૧૮૯૦૫.૬૨ સુધી પહોંચ્યો હતો. જે આઇટીસી, ઇન્ફાસીસ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પમાં વેચવાલીએ બપોરે પોણા બાર વાગ્યા નજીક સુધારો ધોવાઇ જઇ સેન્સેક્ષ ૧૮૮૧૬.૫૭ સુધી આવી ગયો હતો. જે બપોરે યુરોપના બજારો પોઝિટીવ ખુલીને વધી આવ્યાના અને સ્પેન- ગ્રીસની ઋણ કટોકટી મુદ્દે ઉકેલની અપેક્ષાએ રીકવરી પાછળ સેન્સેક્ષ દોઢ વાગ્યા બાદ ફરી સુધારાની ચાલે ૫૧ પોઇન્ટ જેટલો વધી આવી અંતે ૪૫.૭૮ પોઇન્ટના સુધારે ૧૮૮૬૯.૬૯ બંધ રહ્યો હતો.
નિફ્ટી સ્પોટ ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ લીવર, રિલાયન્સ, આઇડીએફસી, સિમેન્સ, ડૉ. રેડ્ડીઝ લેબ.નો ટેકો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૭૧૮.૮૦ સામે ૫૭૨૭.૭૦ મથાળે ખુલીને આઇડીએફસી, સિમેન્સ, અંબુજા સિમેન્ટસ, હિન્દુસ્તાન યુનીલીવર, ડ. રેડ્ડીઝ લેબ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા, જેપી અસોસીયેટસ, ટીસીએસ, ઓએનજીસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસીસી, એચડીએફસીની મજબૂત સુધારાની ચાલે નિફ્ટી ૨૪.૪૫ પોઇન્ટ ઉછળીને ૧૭ મહિનાની ઉંચાઇ આંબી ૫૭૪૩.૨૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળે જિન્દાલ સ્ટીલ, પાવર ગ્રીડ કોર્પ, હીરો મોટોકોર્પ, એક્સીસ બેંક, બજાજ ઓટો, ઇન્ફોસીસ, કોટક મહિન્દ્રા બેંક, બીપીસીએલ, બેંક ઓફ બરોડાની નરમાઇએ નીચામાં ૫૭૧૫.૮૦ સુધી આવ્યો હતો, પરંતુ દોઢ વાગ્યા બાદ ફરી સુધારાની ચાલે આઇડીએફસી, સિમેન્સ, લીવર, ડૉ. રેડ્ડીઝ લેબ, અંબુજા સિમેન્ટ ઝડપી વધી આવતા ૫૭૩૫ સુધી આવી જઇ અંતે ૧૨.૪૫ પોઇન્ટ વધીને ૫૭૩૧.૨૫ બંધ હતો.
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ અપ ઃ નિફ્ટી સ્પોટ સપોર્ટ હવે ૫૬૭૫ ઃ કોલગેટ પામોલીવ રૃા. ૧૨૦૦ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજી
ટેક્નીકલી, નજીકનો ટ્રેન્ડ અપ-પોઝિટીવ બતાવાઇ રહ્યો છે. ટેક્નીકલી નિફ્ટી સ્પોટ ૫૬૭૫ નીચે બંધ આવવાના સંજોગોમાં જ નજીકનો (નીયર ટર્મ) ટ્રેન્ડ બદલાશે. સ્ટોક સ્પેસિફિક ટેક્નીકલી કોલગેટ પામોલીવમાં રૃા. ૧૨૦૦ના સ્પોટ ક્લોઝિંગ સ્ટોપલોસે ધ્યાન તેજીનું બતાવાઇ રહ્યું છે.
નિફ્ટી ૫૮૦૦નો કોલ ૬૬.૪૦થી વધીને ૭૧.૧૫ ઃ ૬૩૦૦નો કોલ ૧.૬૫ ઃ ઓક્ટોબર ફ્યુચર ૫૭૭૩ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી ઓક્ટોબર ફ્યુચર ૧,૮૩,૮૬૩ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૨૯૩ કરોડના ટર્નઓવરે ૫૭૫૪.૧૫ સામે ૫૭૬૩.૭૦ ખુલી ઉપરમાં ૫૭૭૩ થઇ નીચામાં ૫૭૪૧.૭૫ જઇ ફરી વધીને અંતે ૫૭૭૧.૫૦ હતો. નિફ્ટી ૫૮૦૦નો કોલ ૨,૯૫,૨૦૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૬૫૮.૨૪ કરોડના ટર્નઓવરે ૬૬.૪૦ સામે ૭૦.૧૦ ખુલી નીચામાં ૬૦.૨૫ થઇ ઉપરમાં ૭૧.૮૦ સુધી જઇ અંતે ૭૧.૧૫ હતો. નિફ્ટી ૫૭૦૦નો પુટ ૨,૮૭,૭૩૮ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૨૯૦.૮૧ કરોડના ટર્નઓવરે ૬૪.૭૦ સામે ૬૩.૪૦ ખુલી ઉપરમાં ૬૮.૫૦ થઇ નીચામાં ૫૫.૮૫ સુધી જઇ અંતે ૫૬.૫૫ હતો. નિફ્ટી ૬૩૦૦ના કોલમાં પણ કામકાજ વધતા જોવાઇ ૧૭૩૧૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૪૫.૫૩ કરોડના ટર્નઓવરે ૧.૬૦ સામે ૨ ખુલી ૧.૫૫ થઇ અંતે ૧.૬૫ હતો.
બેંક નિફ્ટી ફ્યુચર ૧૧૫૦૪થી ઘટીને ૧૧૪૮૦ ઃ નિફ્ટી ૫૬૦૦નો પુટ ૩૫.૭૫થી ઘટીને ૩૦
બેંક નિફ્ટી ઓક્ટોબર ફ્યુચર ૬૦૪૫૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૭૩૩.૭૪ કરોડના ટર્નઓવરે ૧૧૫૦૪.૩૫ સામે ૧૧૪૫૬.૫૦ ખુલી નીચામાં ૧૧૪૧૧.૦૫થી ઉપરમાં ૧૧૫૪૯.૫૦ સુધી જઇ અંતે ૧૧૪૮૦ હતો. નિફ્ટી ૬૦૦૦નો કોલ ૧,૩૨,૪૦૬ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૩૯૮૧.૨૭ કરોડના ટર્નઓવરે ૧૪.૮૫ સામે ૧૪.૯૫ ખુલી નીચામાં ૧૨.૪૫ની ઉપરમાં ૧૫.૫૫ સુધી જઇ અંતે ૧૪.૯૦ હતો. નિફ્ટી ૫૬૦૦નો પુટ ૧,૯૪,૮૯૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૫૪૯૦.૪૫ કરોડના ટર્નઓવરે ૩૫.૭૫ સામે ૩૪ ખુલી ઉપરમાં ૩૭.૯૦થી નીચામાં ૩૦ થઇ અંતે ૩૦.૧૫ હતો.
ટાટા ગ્લોબલ બીવરેજીસ સ્ટારબક્સ સ્ટોર આકર્ષણે રૃા. ૧૦ ઉછળી રૃા. ૧૫૫ ઃ હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૫૫૫ની ઉંચાઇએ
એફએમસીજી શેરોમાં આજે ફંડોલેવાલ હતા. ચોમાસુ એકંદર સફળ રહેતા કૃષિ પાકમાં વૃદ્ધિની અપેક્ષાએ હિન્દુસ્તાન યુનીલીવર રૃા. ૧૨.૮૫ વધીને રૃા. ૫૫૫.૫૦, ટાટા ગ્લોબલ બીવરેજીસ સંયુક્ત સાહસ ભાગીદાર સ્ટારબક્સ કોફી કંપની સાથે ભારતમાં પ્રથમ સ્ટોર મુંબઇમાં ઓક્ટોબર ૨૦૧૨ના અંત સુધીમાં સ્થાપવાનું જાહેર કરતા શેરમાં ફંડોની સતત લેવાલીના આકર્ષણે રૃા. ૯.૫૫ તેજીએ રૃા. ૧૫૪.૯૦ રહ્યો હતો. ગોદરેજ કન્ઝ્યુમર રૃા. ૨૫.૭૫ વધીને રૃા. ૭૦૩.૨૦, નેસ્લે ઇન્ડિયા રૃા. ૧૨૨.૬૫ વધીને રૃા. ૪૫૫૩, કોલગેટ પામોલીવ રૃા. ૨૨ વધીને રૃા. ૧૨૨૫.૬૦, મેરિકો રૃા. ૨.૨૫ વધીને રૃા. ૨૦૪.૯૫, ડાબર ઇન્ડિયા રૃા. ૧ વધીને રૃા. ૧૨૮.૯૫ રહ્યા હતા. અલબત આઇટીસીમાં સરકાર દ્વારા તેના યુટીઆઇ હસ્તકના હોલ્ડિંગને વેચવામાં આવશે એવા અહેવાલે શેર રૃા. ૩.૧૫ ઘટીને રૃા. ૨૭૦.૩૦ રહ્યો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રેક્રોન મલેશીયા એક્વિઝીશન ૩.૯ કરોડ શેરોના બાયબેકે રૃા. ૧૨ વધીને રૃા. ૮૪૬
સેન્સેક્ષને મજબૂતી આપનાર શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મલેશીયાની રેક્રોન એસડીએન બીએચડીને વર્ષ ૨૦૦૭માં હસ્તગત કરાયાનું અને ત્યારથી તેનું યુનીટ કાર્યરત હોવાનું જાહેર કરાયા સાથે બીપી કેમિકલ્સ (મલેશિયા) પ્યોરીફાઇડ ટેરીપ્થેલીક એસીટની (પીટીએ) સૌથી મોટી સપ્લાયર હોવાનું જણાવ્યા સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની શેરોની બાયબેક યોજના હેઠળ ૧૮, સપ્ટેમ્બર ૨૦૧૨ સુધીમાં રૃા. ૨૭૯૪.૭૩ કરોડ થકી ૩.૯ કરોડ શેરો બાયબેક કર્યાના આકર્ષણે શેર રૃા. ૧૧.૭૦ વધીને રૃા. ૮૪૬.૨૫ રહ્યો હતો.
શેરોમાં તેજીના પગલે બ્રોકિંગ- ફાઇનાન્શિયલ શેરોમાં તેજી ઃ ઇન્ડિયા ઇન્ફોલાઇન, એડલવેઇઝ, આદિત્ય મની ઉછળ્યા
શેરબજારમાં એફઆઇઆઇની સપ્ટેમ્બર ૨૦૧૨ મહિનામાં રૃા. ૧૯૦૦૦ કરોડથી વધુ રકમના શેરોની ચોખ્ખી ખરીદી સાથે બદલાયેલા સેન્ટીમેન્ટથી બ્રોકિંગ- ફાઇનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓના શેરોમાં પણ તેજીનો સળવળાટ જોવાયો હતો. ઇન્ડિયા ઇન્ફોલાઇન રૃા. ૫.૩૦ ઉછળીને રૃા. ૬૬.૫૫, એડલવેઇઝ ફાઇનાન્શિયલ રૃા. ૨.૪૦ વધીને રૃા. ૩૬.૯૫, મોતીલાલ ઓસ્વાલ રૃા. ૬.૬૫ વધીને રૃા. ૧૧૬.૨૦, આદિત્ય બિરલા મની રૃા. ૩.૩૫ વધીને રૃા. ૨૦.૧૨ રહ્યા હતાં.
સિમેન્સ રૃા. ૨૯ ઉછળી રૃા. ૭૩૯, બીઇએમએલ રૃા. ૧૭ વધીને રૃા. ૩૨૯, હવેલ્સ રૃા. ૨૫ ઉછળીને રૃા. ૬૫૦
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની સતત લેવાલી વધતા બીઇએમએલ રૃા. ૧૬.૬૫ ઉછળીને રૃા. ૩૨૯.૨૫, સિમેન્સ રૃા. ૨૮.૮૫ ઉછળીને રૃા. ૭૩૮.૭૫, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૨૫.૨૦ તેજીએ રૃા. ૬૪૯.૮૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૪.૨૦ વધીને રૃા. ૧૨૯.૬૫, એઆઇએ એન્જિનિયરીંગ રૃા. ૧૧.૬૫ વધીને રૃા. ૩૬૫.૯૫, લક્ષ્મી મશીન વર્કસ રૃા. ૪૮.૪૦ વધીને રૃા. ૨૧૦૦, પુંજ લોઇડ રૃા. ૧.૦૫ વધીને રૃા. ૫૬.૭૦ રહ્યા હતાં.
એફઆઇઆઇની શેરોમાં તેજી ઃ ડોલર વધુ ૨૪ પૈસા તૂટીને રૃા. ૫૨.૧૬ ઃ ઇન્ફોસીસ ઘટયો, ૧૨ ઓક્ટોબરના પરિણામ
એફઆઇઆઇની શેરોમાં અવિરત ખરીદીના પગલે ડોલર સામે રૃપિયો સતત મજબૂત થતો જઇ આજે વધુ ૨૪ પૈસા વધીને રૃા. ૫૨.૧૬ પાંચ મહિનાની નવી ઉંચાઇએ આવી ગયો હતો. ઇન્ફોસીસ ટેક્નોલોજીસના બીજા ત્રિમાસિકના પરિણામ ૧૨, ઓક્ટોબરે જાહેર થતા પૂર્વે શેર રૃા. ૩૦.૫૫ તૂટીને રૃા. ૨૫૭૮.૫૫, વિપ્રો રૃા. ૨.૬૫ ઘટીને રૃા. ૩૮૦.૮૫ હતા. જ્યારે ટીસીએસ રૃા. ૧૯.૦૫ વધીને રૃા. ૧૩૨૦.૬૫ રહ્યો હતો. ટેક મહિન્દ્રા સાથે મહિન્દ્રા સત્યમ સહિત ચાર કંપનીઓના મર્જરને મુંબઇ હાઇ કોર્ટની મંજૂરી બાદ તેજી આવી હતી, એ આજે નફારૃપી વેચવાલીએ રૃા. ૨૪.૯૫ ઘટીને રૃા. ૯૯૪.૬૫, ઓરકેલ ફીનસર્વ રૃા. ૩૨.૨૦ ઘટીને રૃા. ૩૦૭૦.૮૫, ફાઇનાન્શિયલ ટેક્નો રૃા. ૧.૯૦ ઘટીને રૃા. ૯૬૯.૯૦ રહ્યા હતા. જ્યારે એચસીએલ ટેક્નોલોજી રૃા. ૭.૮૫ વધીને રૃા. ૫૮૯ રહ્યા હતાં.
ડૉ. રેડ્ડીઝ લેબ હિન્દાલ્કો ઓએનજીસી, સ્ટેટ બેંક, એચડીએફસી, મહિન્દ્રામાં આકર્ષણ
સેન્સેક્ષને મજબૂતી આપનાર અન્ય શેરોમાં ડૉ. રેડ્ડીઝ લેબ. રૃા. ૩૬.૪૦ વધીને રૃા. ૧૬૮૧.૭૫, કોલ ઇન્ડિયા રૃા. ૧૬૮૧.૭૫, હિન્દાલ્કો રૃા. ૧.૯૦ વધીને રૃા. ૧૨૪.૬૦, ઓએનજીસી રૃા. ૩.૩૦ વધીને રૃા. ૨૮૧.૩૫, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૨૬.૨૦ વધીને રૃા. ૨૨૯૫.૫૦, એચડીએફસી રૃા. ૭.૧૫ વધીને રૃા. ૭૭૬.૦૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૬.૪૦ વધીને રૃા. ૮૬૯.૮૫, સન ફાર્મા રૃા. ૫ વધીને રૃા. ૬૯૭.૬૦ રહ્યા હતાં.
લાઇફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે પ્રોત્સાહનો ઃ મેક્સ ઇન્ડિયા ઉછળ્યો ઃ આઇડીએફસી, અદાણી ગુ્રપ શેરો, બજાજ ફીનસર્વમાં તેજી
'એ' ગુ્રપના અન્ય શેરોની તેજીમાં લાઇફ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે સરકાર દ્વારા વીમા પોલીસીના પ્રથમ વર્ષમાં સર્વિસ ટેક્ષની માફી સહિતના પ્રોત્સાહનોના સંકેતે મેક્સ ઇન્ડિયા રૃા. ૧૩.૯૫ ઉછળીને રૃા. ૨૩૩.૩૦ રહ્યો હતો. બજાજ ફીનસર્વ રૃા. ૩૩.૫૫ વધીને રૃા. ૯૨૫, આઇએનજી વૈશ્ય બેંક રૃા. ૮.૩૦ વધીને રૃા. ૪૧૨, આઇડીબીઆઇ બેંક રૃા. ૧.૯૫ વધીને રૃા. ૧૦૪.૧૦, આઇડીએફસી રૃા. ૬.૯૦ વધીને રૃા. ૧૬૧.૬૦ રહ્યા હતા. અદાણી ગુ્રપ કંપનીઓના શેરોમાં પણ ફંડો ફરી સર્કિય બનતા અદાણી એન્ટરપ્રાઇસ રૃા. ૧૦.૪૫ વધીને રૃા. ૨૦૮.૭૦, અદાણી પાવર રૃા. ૫૨.૬૫, અદાણી પોર્ટસ રૃા. ૩.૮૫ વધીને રૃા. ૧૨૯.૧૫ રહ્યા હતા. આરઇસી રૃા. ૯.૭૫ વધીને રૃા. ૨૨૪.૩૦, પાવર ફાઇનાન્સ રૃા. ૮.૧૦ વધીને રૃા. ૧૯૫.૯૫ હતાં.
વિદેશી ફંડો સાથે હવે લોકલ ફંડો, શેરોમાં રીટેલ ઇન્વેસ્ટરોની લેવાલી શરૃ ઃ ૧૭૫૯ શેરો વધ્યા ઃ ૨૮૬ શેરોમાં તેજીની સર્કિટ
એફઆઇઆઇની શેરોમાં આક્રમક ખરીદી સાથે હવે લોકલ ફંડો, હાઇ નેટવર્થ ઇન્વેસ્ટરો, રીટેલ ઇન્વેસ્ટરો પણ બજારમાં સક્રીય બનવા લાગી શેરોમાં વેલ્યુબાઇંગ કરવા લાગતા માર્કેટબ્રેડથ સતત સંગીન રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૭ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૭૫૯ અને ઘટનારની ૧૧૭૨ રહી હતી. ૨૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇની વધુ રૃા. ૬૦૨ કરોડના શેરોની કેશમાં ચોખ્ખી ખરીદી ઃ ડીઆઇઆઇની રૃા. ૬૬૮ કરોડની વેચવાલી
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે - બુધવારે શેર બજારોના પ્રોવિઝનલ આંકડા મુજબ કેશ સેગ્મેન્ટમાં રૃા. ૬૦૨.૩૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૃા. ૩૬૨૬.૪૦ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૩૦૨૪.૦૧ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૬૬૮.૧૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૦૪૮.૫૧ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૧૭૧૬.૬૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પ્રકાશ ઝાની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન સામાજિક કાર્યકર અણ્ણા હઝારેની ભૂમિકા ભજવશે
ગોવિંદા અને કરિશ્મા કપૂર વર્ષો પછી ફરી એક વખત સાથે કામ કરશે
ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ વચ્ચેના શીતયુદ્ધનો અંત આવ્યો નથી
પુત્ર અર્જુન કપૂર માટે બોની કપૂરે હિટ તેલુગુ ફિલ્મના અધિકાર ખરીદ્યા
સલમાન ખાને ઘડેલા નવા નિયમ અનુસાર ફિલ્મના નિર્માતાઓને હવે નિર્ધારિત રકમ જ મળશે
૧૨મી નવેમ્બરથી મહાનગરો માટે ત્રણગણું વિમાનભાડું ચૂકવવું પડશે
બિહાર પોલીસે રાજ અને ઉદ્ધવ સામે દેશદ્રોહનો આરોપ મૂક્યો

પોલીસે એકલા રહેતા ૪૨૦૦ વરિષ્ઠ નાગરિકોને 'દત્તક' લીધા

નિફ્ટી ૫૭૪૩ની ૧૭ મહિનાની ઉંચાઇએ ઃ FII સાથે શેરોમાં લોકલ ફંડો- રીટેલ ઇન્વેસ્ટરો લેવાલી શરૃ
સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નિવડતા ભાવો ફરી તૂટયા
સોનાચાંદી કરતા સોયા અને ચણાનો ઊંચો વેપાર

આ વર્ષે સેન્સેક્સ નવી ટોચ બનાવે તેવી શક્યતા નહીંવત ઃ માર્ક ફેબર

નાના અને મધ્યમ ઊદ્યોગો પણ હવે ડેટ રિસ્ટ્રક્ચરીંગ તરફ વળ્યા
વિઘ્નહર્તાને મંદી ન નડી ઃ ગણેશ મંડળોના ભંડોળની રકમમાં વધારો
મોબાઇલને આપમેળે સાઇલેન્ટ કરી દેતી એપ્લિકેશન બનાવવામાં આવી
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved