Last Update : 04-October-2012, Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૧૦-૨૦૧૨, ગુરૂવાર
નિજ ભાદરવા વદ ચોથ
ચોથનું શ્રાદ્ધ
ગુરૂ વક્રી સાંજના ૬ ક. ૪૮ મિ.થી

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૩૩ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૩૨ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૧ મિ., (સૂ) ૭ ક. ૨૦ મિ., (મું) ૭ ક. ૧૯ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ કૃતિકા રાત્રે ૧ ક. ૩૦ મિ. સુધી પછી રોહિણી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય - કન્યા, મંગળ - વૃશ્વિક, બુધ - તુલા, ગુરૂ - વૃષભ (વક્રી), શુક્ર - સંિહ, શનિ - તુલા, રાહુ - વૃશ્વિક, કેતુ - વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, ચંદ્ર - વૃષભ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભ સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮, દક્ષિણાયન, શરદ ૠતુ, રા.દિ. આ. ૧૨
માસ-તિથિ-વાર ઃ નિજ ભાદરવા વદ ચોથને ગુરૂવાર.
- આજે ચોથનું શ્રાદ્ધ. કૃતિકા શ્રાદ્ધ.
- યમઘંટયોગ રાત્રે ૧ ક. ૩૦ મિ. સુધી.
- બુધ ઉદય પશ્ચિમ.
- ગુરૂ વક્રી સાંજના ૬ ક. ૪૮ મિ.થી.
- હવામાનમાં, બજારોમાં ફેરફારી ? વરસાદ થાય ?
- શાસ્ત્રીજી મહારાજનું સ્મૃતિપર્વ,
‘‘ગુજરાત સમાચાર’’ના વાત્સ્લ્‌યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની અગિયારમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ જિલ્કાદ માસનો ૧૭ રોજ.
પારસી શહેનશાહી ૧૩૮૨ અર્દીબેહસ્ત માસનો ૧૮ રોજ.

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ નોકરી-ધંધાના કામની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-ખર્ચ અનુભવાય. પરંતુ કામ ઉકેલાતા આનંદ અનુભવો.

 

વૃષભ ઃ આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. મહત્ત્વના નિર્ણયો લેવામાં સાનુકૂળતા રહે.

 

મિથુન ઃ બેંકના, વીમા કંપનીના કામમાં, શેરોના કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ અનુભવો.

 

કર્ક ઃ આપની બુદ્ધિ-અનુભવ-આવડતના આધારે કામનો ઉકેલ લાવી શકો. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં આપની ચંિતા દૂર થાય.

 

સંિહ ઃ નોકરી-ધંધામાં ખાતાકીય તપાસ, કોર્ટ-કચેરીની કાર્યવાહી ચાલતી હોય તો સંભાળવું પડે. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

 

કન્યા ઃ દેશ-પરદેશની કાર્યવાહીમાં, કામકાજમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય. નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.

 

તુલા ઃ નોકરી-ધંધાના કામમાં, ઘર-પરિવારના કામમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવાય. વાહન ધીરે ચલાવવું. અકસ્માતથી સંભાળવું પડે.

 

વૃશ્વિક ઃ માનસિક ઉચાટ-ઉદ્વેગ-વિચારોની દ્વિધા અનુભવો. અગત્યના નિર્ણયો લેવાની બાબતમાં અવઢવ અનુભવાય. ઉતાવળ ના કરવી.

 

ધન ઃ રૂકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો ઉકેલ લાવવા માટે દોડધામ-ખર્ચ-શ્રમ કરવો પડે. ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે.

 

મકર ઃ નોકરી-ધંધામાં અણધારી સાનુકૂળતા-પ્રગતિથી આશ્ચર્ય સાથે આનંદ રહે. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચંિતા-ઓછી થાય.

 

કુંભ ઃ મોસાળપક્ષ-સાસરીપક્ષની ચંિતા અનુભવાય. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું પડે. મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ ના કરવી.

 

મીન ઃ સહકાર્યકરવર્ગ- નોકરી-ચાકરવર્ગના સાથ-સહકારથી આપના કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. હર્ષ-લાભ અનુભવાય.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૧૦-૨૦૧૨, ગુરૂવાર

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મ વર્ષ આપના માટે સાનુકૂળ રહે. નોકરી-ધંધામાં પ્રગતિ જણાય. આપના રૂકાવટ-મુશ્કેલીમાં અટવાયેલા કામનો એક પછી એક એમ ધીરે-ધીરે ઉકેલ લાવતા જાવ. ધાર્યું કામકાજ કરી શકો. રાજકીય-સરકારી કામકાજમાં રૂકાવટ જણાય. મહત્ત્વના નિર્ણયો લેવાની બાબતમાં ઉતાવળ ના કરવી. નોકરી-ધંધામાં નવી તક સામે આવે. પરંતુ સમજી વિચારીને નિર્ણય કરવો, આગળ વધવું. પત્નીના પ્રશ્ને આપની ચંિતા-પરેશાનીમાં વધારો થાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને આપને સાનુકૂળતા રહે. સ્ત્રીવર્ગને પતિ-સંતાનની ચંિતા અનુભવાય. વિદ્યાર્થીબંઘુએ લાગમીના સંબંધમાં અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી.

 

સુપ્રભાતમ્

મૂળથી- અસલથી રહેલા સેવકોને છોડીને નવા આવનારાઓને વિશેષ માન આપવું નહિ, કારણ રાજમાં ફાટફૂટ પડાવનાર આથી મોટો કોઈ દોષ નથી.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિાક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

ડોક્ટર અને વકીલ ક્લબમાં ચા પીતા ચર્ચા કરી રહ્યા હતા. ડોક્ટર કહે, ‘દુનિયામાં વકીલોના તો ઘણા દુશ્મન હશે પણ દુનિયામાં ડોક્ટરોના તો બહુ ઓછા દુશ્મન છે.’
‘પણ પેલી દુનિયામાં ડોક્ટરોના લગભગ બધા જ દુશ્મન હશે.’ વકીલે જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

માવાની મજેદાર વાનગીઓ

માવા સમોસા

 

 

સામગ્રી ઃ ૨૦૦ ગ્રામ માવો, ૧ નાની વાટકી લીલા વટાણાના દાણા, ૧ ચમચી મીઠું, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૨૦ ગ્રામ બારીક સમારેલી કોથમીર, ૨ બારીક સમારેલા લીલા મરચાં, ૨૫૦ ગ્રામ મેંદો, ૧ ચમચી આમચૂર પાઉડર, ૨ ચમચા ઘી (મોણ માટે), તળવા માટે જરૂર પૂરતું તેલ કે ઘી.

 

રીત ઃ કડાઈમાં થોડું ઘી લો, એમાં થોડું મીઠું અને મરચું નાખ્યા પછી વટાણાના દાણા ઉમેરો. થોડી વાર ધીમા તાપે ચડવા દો. મિશ્રણ ગળી જાય એટલે એમાં માવો મસળીને નાખી દો. એ પછી એમાં લાલ મરચાં, કોથમીર, ગરમ મસાલો, આમચૂર નાખી બરાબર ચડવા દો. હવે કડાઈમાંથી પહોળા વાસણમાં મિશ્રણને ઠંડુ પડવા દો.

 

મેંદામાં થોેડું મીઠુ અને મોણ માટેનું ઘી નાખીને ગરમ પાણીથી કઠણ લોટ બાંધો. એના નાના નાના લૂઆ બનાવી વણો અને ગોળ રોટલાને ચપ્પુ વડે વચ્ચેથ કાપી સમોસાનો આકાર કાપો. એની અંદર માવો અને વટાણાનું મિશ્રણ ભરી બરાબર બંધ કરીને કાચાં સમોસા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળો. ગરમાગરમ સમોસાં ચટણી સાથે પીરસો.

[Top]
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved