Last Update : 03-October-2012, Wednesday

 

વિરોધ જગાડતો વિરોધ

 

પહેલી નજરે સમીકરણ વિચિત્ર અને કંઇક અંશે વિરોધાભાસી લાગે, પણ એ હકીકત છેઃ સંવેદનશીલતા જેમ ઘટે, તેમ લાગણી દુભાવાનું પ્રમાણ વધે. ઓછું હોય તેમાં ઓળખનું અને મતનું રાજકારણ ભળે. એટલે અશાંતિ, આંતરિક વિખવાદ અને વિચારહીન વિસંવાદીતા ઉભરાવા લાગે.
મુસ્લિમ જગતમાં વ્યાપક અસંતોષ અને તોફાનનું મૂળ બન્યું યુટ્યુબ પર મૂકાયેલું એક ટ્રેલર. હા, ફિલ્મ પણ નહીં, ફક્ત ફિલ્મનું ટ્રેલર. તેનું નામ હતું ‘ઇનોસન્સ ઓફ મુસ્લિમ્સ’. ટ્રેલરની સામગ્રી નકામી હતી. વાતમાં કશો દમ નહીં. તેનો હેતુ પણ ઉંબાડિયું કરવાનો હોય એવું જ લાગે. આ ટ્રેલર મૂકાયું ત્યારે માંડ થોડા લોકોએ જોયું હતું. ઇન્ટરનેટના હિસાબે એ સંખ્યા નગણ્ય લાગે. પરંતુ કોઇક રીતે આ ટ્રેલર ઇજિપ્તના ટીવી શોમાં પહોંચી ગયું. ત્યાં એ દર્શાવવાયું, એ સાથે જ વિરોધનો જ્વાળામુખી ફાટ્યો. લિબિયા, ઇજિપ્ત જેવા દેશો ઉપરાંત સૌથી વિલક્ષણ વિરોધ ઇસ્લામી લોકશાહી દેશ પાકિસ્તાનમાં થયો.
પાકિસ્તાનમાં છેલ્લા થોડા સમયથી લશ્કરી સરકારને બદલે લોકશાહી સરકારનું શાસન છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની સંયુક્ત મોરચા સરકાર ચાલે છે. ત્યાં ફિલ્મ અંગે નાના પાયે વિરોધની ગણગણાટી શરૂ થઇ ચૂકી હતી, પરંતુ પીપીપીની સરકારે દોઢડહાપણ કર્યું ઃ શુક્રવારે દેશભરમાં રજા જાહેર કરી અને લોકોને કહ્યું કે ફિલ્મના વિરોધમાં આખા દેશમાં શાંતિપૂર્ણ દેખાવ કરવા. ફટાકડાના ગોડાઉનમાં સળગતી દીવાસળી નાખીને તેને શાંતિથી ઓલવાઇ જવાનું કહેવા જેવી આ વાત હતી. થયું પણ એવું જ ઃ લોકોએ સરકારી રજાના દિવસે, સરકારના હિસાબે ને જોખમે, તોફાન મચાવ્યું. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની સૂફિયાણી સલાહ કોણ માને? પહેલાં તો સૌએ અમેરિકાની કચેરીઓનો વારો કાઢ્‌યો. પણ એટલાથી સંતોષ ન થતાં, છેવટે ખાનગી સંપત્તિનો નંબર લાગ્યો. સરેઆમ, સરકારની નિગેહબાની હેઠળ લૂંટફાટ મચી. રેસ્ટોરાં લૂંટાયાં, થિએટર સળગાવાયાં, બેન્કો પર હલ્લો થયો, પોલીસનાં વાહનોને પણ લોકોએ આગ ચાંપી. આ બઘું ઇસ્લામ અને પેગંબરસાહેબ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરવા અને તેમના અપમાન બદલ પોતાનો વિરોધ દર્શાવવા.
સરકારી રાહે આટલું ઓછું હોય તેમ, પાકિસ્તાનના રેલવે મંત્રીએ ભરી પત્રકારપરિષદમાં જાહેરાત કરી કે ઇનોસન્સ ઓફ મુસ્લિમ્સ’ ફિલ્મના નિર્માતાની હત્યા કરનારને તે એક લાખ ડોલરનું ઇનામ આપશે. આ મંત્રીવર્ય સત્તાધારી પીપીપીના નહીં, પણ તેના સાથીપક્ષ અવામી નેશનલ પાર્ટીના નેતા છે. અંગ્રજોના રાજમાં સરહદ પ્રાંત કે નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિઅર પ્રોવિન્સ તરીકે ઓળખાતા અને પાકિસ્તાનમાં ‘ખૈબર-પખ્તુનવા’ નામ ધરાવતા પ્રાંતમાં અવામી નેશનલ પાર્ટીની સરકાર છે.
આ એ જ પક્ષ છે, જેના નેતા તરીકે એક જમાનામાં ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાનઅબ્દુલ ગફ્‌ફારખાન અને પછી તેમના પુત્ર વલીખાન હતા. પરંતુ હવે અવામી પાર્ટીને ચૂંટણી જીતવાની ચંિતા છે. એક તરફ ઇમરાનખાનની તહરિક-એ-ઇન્સાફ પાર્ટીની ધોંસ છે, તો બીજી બાજુ ધાર્મિક રૂઢિચુસ્તોનો ભરડો મજબૂત બની રહ્યો છે. આ સ્થિતિમાં પોતે પણ ઇસ્લામ અને મુસ્લિમોના હિત માટે ઊભા રહેવામાં જરાય પાછા પડે એમ નથી, એવું દર્શાવવા દેશના રેલવે મંત્રીએ પેશાવરની પ્રેસ ક્લબમાં સરેઆમ ખૂન કરવાની સોપારી આપી.
પછી શું થયું? પીપીપીના વડાએ રેલવેમંત્રીને તત્કાળ પાણીચું પકડાવ્યું? ના, હજુ એ પોતાના હોદ્દા પર ચાલુ છે. વડાપ્રધાનની કચેરીએ ‘આ ટીપ્પણી સાથે અમારે કશી લેવાદેવા નથી. અમે પક્ષના વડા સમક્ષ તેની રજૂઆત કરીશું.’ એવો નબળો ગણગણાટ કરીને સંતોષ માની લીધો છે.
અમેરિકા સહિતના પાશ્ચાત્ય દેશોમાં મુસ્લિમદ્વેષ અને ઇસ્લામવિરોધની લાગણી અંગેનો મુસ્લિમોનો કચવાટ અમુક અંશે સાચો છે, પણ એવા મર્યાદિત દ્વેષી વર્ગની સામે જે રીતે વૈશ્વિક સ્તરે મુસ્લિમો દ્વારા વિરોધ પ્રદર્શનનો ઉન્માદ ચાલે છે, તેનાથી છેવટે દ્વેષીઓના મુસ્લિમજગત પરના આરોપો જાણે સાચા પડતા હોય- અને ખુદ મુસ્લિમો જ તેને સાચા પાડતા હોય, એવી છાપ ઊભા થાય છે. ધર્મના અપમાનના મામલે હંિસક વિરોધ એટલે ધર્મ પ્રત્યેનો પ્રેમ, એવું સમીકરણ બેસાડવા જેવું નથી.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved