Last Update : 03-October-2012, Wednesday

 

ભારતનું ૪૫૦ અબજ ડોલરનું રીટેલ માર્કેટ
ભારતનું રીટેલ માર્કેટ સર કરવા વિદેશી સ્ટોર્સ સક્રિય

 

- મોટા રીટેલ સ્ટોર્સ ઘણાં દેશોમાં નિષ્ફળ ગયા છે, ફેરફારમાં માને છે...

ભારતમાં રીટેલ ક્ષેત્ર સર કરવા આવનારા વિદેશના રીટેલ સ્ટોર્સની વાત આવે એટલે આપણી નજર સામે વોલમાર્ટ, ટીસ્કો કે મેટ્રો જેવી કંપનીઓના નામ નજર સામે આવે છે. પરંતુ ભારતનું ૪૫૦ અબજ ડોલરનું રીટેલ માર્કેટ સર કરવા આવનાર કંપનીઓમાં માત્ર વોલમાર્ટ, ટીસ્કો કે મેટ્રો નથી પણ તેનાં કેરફાર, ક્રોજ્ટ સ્કવાર્ઝ, ધ હોમ ડેપો, અલ્દી, વોલગ્રીન કું અને કોસ્ટકોનો પણ સમાવેશ થાય છે. આ રીટેલ સ્ટોર્સ વૈશ્વિક સ્તરે નામના પામેલા છે અને અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. અહીં વૈશ્વિક, સ્તરે નામના ધરાવતા કેટલાક રીટેલ સ્ટોર્સની ઝલક સમાવાઈ છે.
વોલમાર્ટ ઃ વોલમાર્ટ અમેરિકા સ્થિત છે, તેની આવક ૪૧૮.૯ અબજ ડોલર છે. ૧૬ દેશોમાં તેનું નેટવર્ક છે. ભારતમાં તે વર્ષ- દોઢ વર્ષમાં આવશે. ૧૬ દેશોમાં તે ૫૫ વિવિધ નામો હેઠળ ૮,૫૦૦થી વઘુ સ્ટોર્સ ધરાવે છે. ભારતમાં તે ભલે આવે પણ ચીન અને બ્રાઝીલમાં તેણે સ્ટોર્સ બંધ કર્યા છે. ૨૦૧૬માં તે ૬૦૭ અબજ ડોલરનું ટર્ન ઓવર કરવા પ્લાન કરી રહ્યું છે.
કેરફોર ઃ યુરોપમાં મંદીના પગલે કેરફોર આર્થિક વમળમાં ફસાયેલું છે. ફ્રાંસ સ્થિત આ રીટેલ જાયનુની રેવન્યુ ૧૧૯ અબજ ડોલર છે. ઓનલાઈન પરચેઝ કરનારની સંખ્યા વધતા કેરફોરના સેલને માર પડ્યો છે. સંિગાપુર, મલેશિયા, ઈન્ડોનેશિયા અને પોલેન્ડમાં આવેલા તેના સ્ટોર્સ ડચકાં ખાય છે. ભારતમાં રીટેલ ક્ષેત્રે એફડીઆઈ આવતા કેર ફોર ભારતમાં આવવા તૈયાર છે પરંતુ વૈશ્વિક મંદી હેઠળ ઘેરાઈ ગયેલી આ કંપની માર્કેટમાંથી ફેંકાઈ જાય તો નવાઈ ના પામશો એમ આર્થિક નિષ્ણાતો માની રહ્યા છે.
ટીસ્કો ઃ યુકે અને હંગેરીમાં ટોપનું સ્થાન અને થાઈલેન્ડ, આયર્લેન્ડ તેમજ મલેશિયામાં નંબર-થ્રીનું સ્થાન ધરાવતા ટીસ્કોનું મુળ મથક યુકેમાં છે અને ૧૩થી વઘુ દેશોમાં તેનું નેટવર્ક ધરાવે છે. ૯૨ અબજ ડોલરની રેવન્યુ ધરાવનાર ટીસ્કો ભારતમાં દોઢ વર્ષમાં આવશે એમ મનાય છે. રીટેલમાં ક્લીક એન્ડ કલેક્ટરની સિસ્ટમ અપનાવનાર ટીસ્કોની નજર સેલ વધારવા ભારત અને ચીનના માર્કેટ છે. તે ફ્રેન્ચાઈઝી આપવાનો પ્લાન ધરાવે છે.
મેટ્રો ઃ રીટેલ ક્ષેત્રે રેવન્યુની દ્રષ્ટિએ વિશ્વમાં મેટ્રો ચોથા સ્થાને છે. તેની રેવન્યુ ૮૮.૯ અબજ છે. મેટ્રો જર્મન સ્થિત છે અને ૩૩ દેશોમાં તેનું નેટવર્ક ધરાવે છે. જર્મનીમાં ક્લીક એન્ડ ક્લેક્ટ સિસ્ટમ સૌ પ્રથમ મેટ્રોએ ઊભી કરી હતી.
સ્કાર્વઝ ઃ જર્મન સ્થિત બીજી રીટેલ કંપનીનું નામ સ્કાર્વઝ છે. ૭૯ અબજ ડોલરની રેવન્યુ ધરાવતી આ કંપનીનું નેટવર્ક ૨૬ દેશોમાં છે. લીડલ અને કફમેન નામની બે બ્રાન્ડ હેઠળ તે પોતાની પ્રોડક્ટ ગ્રાહકો સમક્ષ મુકે છે. તેનો પોતાનો ચોકલેટ બનાવવાનો પ્લાન્ટ છે હવે તે બેકરી ઉદ્યોગમાં પણ પડશે. યુરોપની મંદીની અસર સ્કાર્વઝ પર પડ પડી હતી.
ક્રોજર ઃ અમેરિકામાં સૌથી મોટું પરંપરાગત રીટેલ ચીજોનું માર્કેટ ધરાવનાર ક્રોજર ૮૨ અબજ ડોલરની રેવન્યુ ધરાવે છે. અમેરિકામાં તેની સ્પર્ધા વોલમાર્ટ સાથે છે. અમેરિકામાં ઈ-કોમર્સનું માર્કેટ વધતાં ક્રોજર સામે મુશ્કેલીઓ વધી રહી છે.
કોસ્ટકો ઃ અમેરિકા સ્થિત કોસ્ટકો નવ દેશોમાં નેટવર્ક ધરાવે છે. જાપાન, સાઉથ આફ્રીકા અને તાઈવાનના માર્કેટ પર તેની નજર છે. ૭૬.૨ અબજ ડોલરની રેવન્યુ ધરાવતી આ કંપનીને ઈ-કોમર્સના કારણે ફટકો પડ્યો છે.
ધ હોમ ડેપોટ... અમેરિકા સ્થિત ધ હોમ ડેપોટ પાંચ દેશોમાં નેટવર્ક ધરાવે છે. ડુ ઈટ યોર સેલ્ફ, જાતે જ તમારી ચીજો બનાવો જેવા ગ્રાહકોને ઈન્વોલ્વ કરતા કોન્સેપ્ટના જોરે ધ હોમ ડેપોટ ગ્રાહકોમાં છવાઈ ગયું હતું ૯ દેશોમાં નેટવર્ક ધરાવતું ધ હોમ ડેપોટ ભારતમાં આવવા તૈયાર છે. જો કે હાલમાં તો તે ચીનમાં ટકી રહેવા પ્રયાસ કરી રહ્યું છે. ૬૭.૯ અબજ ડોલરની રેવન્યુ ધરાવતા ધ હોમ ડેપોટે રીટેલ ક્ષેત્રે નવા કોન્સેપ્ટ મુક્યા છે.
વોલગ્રીન કું... અમેરિકા સ્થિત બીજો એક રીટેલ સ્ટોર્સનું નામ વોલગ્રીન કું. ની છે. અમેરિકામાં તે શ્રેણીબઘ્ધ ડૂગ સ્ટોર ધરાવે છે. હાલમાં તે બે દેશોમાં નેટવર્ક ધરાવે છે. હવે તે ફ્રેશ ફુડ પણ વેચે છે. ૬૭.૪ અબજ ડોલરની રેવન્યુ ધરાવતા આ સ્ટોર્સ ચીન, થાઈલેન્ડ અને રશિયામાં ભાગીદારી ધોરણે બ્રાન્ચ ખોલી હતી. માત્ર દવાઓ નહીં પણ ‘રીટેલ હેલ્થ એન્ડ ડેલી લીવીંગ’ કોન્સેપ્ટ પર તેણે વેચાણ વધાર્યું હતું. ઓનલાઈન પર પોતાની હાજરી બતાવવા ડૂગ સ્ટોર ડોટ કોમ હસ્તગત કર્યું હતું.
અલ્દી... જર્મન સ્થિત અલ્દી ૧૮ દેશોમાં છવાયેલો છે. ૬૭ અબજ ડોલરની રેવન્યુ ધરાવતી આ કંપની ડિસ્કાઉન્ટ ગ્રોસરના કોન્સેપ્ટ સાથે વિકસી છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં આ કોન્સેપ્ટને તેણે વિસ્તાર્યા હતો. ગ્રીસમાંથી સ્ટોર્સ બંધ કરનાર અલ્દીએ અન્ય દેશોમાં સ્ટોર્સ ઊભો કરવા તૈયારીઓ કરી છે.
ભારતમાં જ્યારે રીટેલ ક્ષેત્ર માટે એફડીઆઈના દ્વાર ખોલવામાં આવ્યા છે ત્યારે ઈન્ટરનેશનલ સ્તરના મોટા સ્ટોર્સ ભારતનું માર્કેટ સર કરવા પ્રયાસ કરશે. ભારતમાં રીટેલ ક્ષેત્રે સિસ્ટમ વિહોણું માર્કેટ છે જ્યારે સિસ્ટમને વરેલા અને ગ્રાહક તરફી ફેરફારો સાથે વરાયેલા સ્ટોર્સ ભારતમાં આવકાર પામશે એમ લાગી રહ્યું છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 

 

 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved