Last Update : 03-October-2012, Wednesday

 
કુરિયન વર્ગીસ એટલે ન ભૂતો ન ભવિષ્યતિ!
- તેઓ ક્રિશ્યન હોવા છતાં હિન્દુ સંસ્કારવાળા હતા
- સંઘના મા. સ. ગોળવેલકર (ગુરુજી) એમના મિત્ર હતા
- એમને દુનિયાની અને દેશની ૧૭ યુનિવર્સિટીઓએ ડોક્ટરેટની માનદ્‌ પદવી આપી હતી
- એમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અનેક એવોર્ડ પણ મળેલા

આવો ‘મૂઠી નહીં પણ હાથ ઊંચરો માનવી’ કે જેણે કરોડો ગુજરાતીઓના જીવન બદલીને સમૃદ્ધ કર્યા એને પોતાના અંગત ગમાઅણગમાના કારણે ભાજપના મુખ્યપ્રધાને યોગ્ય માન ન આપ્યું.
ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસમાં અમૂલનો ફાળો એને કોઈ ઇન્કારી શકે તેમ નથી. ગ્રામજ્નો અને પટેલો તો છે જ પણ જ્યાં સુધી એમને દોરનાર કોઈ એક વ્યક્તિ ન હોય ત્યાં સુધી પડેલી શક્તિ વેડફાઈ જવાની. એ નહીં વેડફવાનું કામ કુરિયને કર્યું હતું એ પણ ભૂલવું ન જોઈએ. કોઈ એકલાથી કામ નથી થતું એ સાચું પણ કોઈ એકલા વગર પણ કામ નથી થતું એ પણ એટલું જ સાચું છે.
બીજા બધા દાખલા જવા દો... રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો દાખલો જુઓ! સંઘનું આવડું મોટું વિશાળ વટવૃક્ષ જેમના કારણે ઊભું થઈ શક્યુંએ માઘવરાય સદાશિવરાવ ગોળવેલકર (ગુરુજી)નું પ્રચંડ, પવિત્ર અને દીર્ધદષ્ટા, આર્ષદષ્ટા, વ્યક્તિત્વ હતું. એમ તો એમના સમયમાં આપ્ટેજી, અપ્પાસાહેબ, દાણી, મઘુકરરાવ ભાગવત, વસંતકૃષ્ણ ઓક, દેવરસ, માઘવરાય મૂળે, લક્ષ્મણરાય ઈનામદાર જેવા હજારો વ્યક્તિત્વ હતા પણ એમને દોરનાર ગોળવેલકર હતા.
એમના ગયા પછી જે બધા સંઘના વડા તરીકે આવ્યા એ બધા જ એમની કક્ષામાં સાવ વામણા પુરવાર થયા. સંઘનું જે વટવૃક્ષ હતું એ કબીરવડ બનવાના બદલે ડાળી-ડાંખળા વગરનો થવા લાગ્યો. એમાં વડા તરીકે કાવાદાવા કરીને ચઢી બેઠેલા સુદર્શને તો સંઘની ઘોર ખોદી! અત્યારના વડા ભાગવત એ સરખું કરવા મથી રહ્યા છે.
ગુરુજી એટલે મા.સ. ગોળવેલકરનું વ્યક્તિત્વ કેવું પ્રચંડ હતું એનો દાખલો કુરિયન સાથેની એમની મિત્રતા છે.
સંઘ જેવું હિન્દુ સંગઠન જેને નહીં સમજનારાઓએ એને કટ્ટરવાદી બનાવી દીઘું છે. સંઘમાં એવા કટ્ટરવાદી વઘુ છે પરિણામે સંઘ બિનહિન્દુઓનો શત્રુ હોય એવી છાપ પડી છે. એટલે એક ખ્રિસ્તી સાથે સંઘના વડાની મિત્રતા હોય એવું કોઈ કટ્ટરવાદી હિન્દુ વિચારી શકે નહીં. (ટોપી પહેરવાની ના પાડી દે બાકી ટોપી પહેરવાથી ક્યાં કોઈ મુસ્લીમ કે ખ્રિસ્તી કે હિન્દુ બની જવાનો હતો? પણ કટ્ટરવાદી કોને કહે?) એ સંઘના વડા (સરસંઘ ચાલક) ગોળવેલકર આ સિરીઅન ક્રિશ્ચનના મિત્ર હતા!
૧૯૭૭માં બન્ને નજદીક આવ્યા. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન તરીકે કુરિયન ભારત સરકારે ગાયોના સંરક્ષણ માટે બનાવેલી ઉચ્ચ કક્ષાની સમિતિના એક સભ્ય હતા. એ દરમ્યાન એવું બન્યું કે નબળી અને રોગી ગાયોને સ્વસ્થ અને દુઝલી ગાયોથી અલગ રાખવી ડેરી ઉદ્યોગ માટે જરૂરી છે જ્યારે પુરીના શંકરાચાર્ય એવું માનતા નહીં.
ગોહત્યા બંધ કરાવવા માટે દેશભરમાં આંદોલન ચલાવનાર સંઘ અને ગુરુજી પણ કુરિયનના મત સાથે સંમત થતા હતા. પરિણામે ગુરુજી અને કુરિયન નજીક આવેલા. બન્ને વચ્ચેની મિત્રતા એવી હતી કે જ્યારે પણ ગુરુજી જ્યાં પણ કુરિયનને જોતા કે ઊભા થઈને તેઓ એમને ભેટી પડતા.
કટ્ટરવાદીઓએ એ પણ ભૂલવું ન જોઈએ કે કુરિયન ખ્રિસ્તી હોવા છતાં એમણે પોતાની પુત્રીનું નામ નિર્મળા રાખેલું અને નિર્મળાના પુત્રનું નામ સિદ્ધાર્થ રાખેલું એટલું જ નહીં પણ એમણે અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિદાહથી આપવાનું જણાવેલું. તેઓ જો કટ્ટરવાદી હોત અને ગુરુજી કટ્ટરવાદી હોત તો બન્નેની મૈત્રી શક્ય જ ન બની હોત. અથવા પોતાને સેમેટ્રીમાં રાખવાના બદલે અગ્નિદાહ આપવાનું ન કહેત.
કુરિયનના આ સંસ્કાર જેમ એમને બીજાઓથી અલગ તારવે છે એમ એમને દેશ અને દુનિયાની સત્તર સત્તર યુનિવર્સિટીઓએ ડોક્ટરોની માનદ્‌ ડીગ્રી આપીને ગૌરવ મેળવેલું... એ પણ એમને બીજાઓથી અલગ તારવે છે. એમના અવસાન વખતે તેઓ યુનિવર્સિટી ઓફ અલ્હાબાદના ચાન્સલર હતા. (૨૦૦૬ના એપ્રિલ ૧૭થી હતા), લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ મેમોરીએલ ટ્રસ્ટ, (ન્યુ દિલ્લી)ના ૧૯૮૬થી બોર્ડ ઓફ ટ્રસ્ટીના સભ્ય હતા, તેમજ સાઉથ એશિયન નેટવર્ક ઓન ફરમેન્ટેડ ફુડ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાની એડવાઈઝરી કમિટીના સભ્ય હતા. (૨૦૦૪થી હતા)
ઉપરાંત નેશનલ ડેરી ડેવલમેન્ટ બોર્ડના ૧૯૬૫થી ૧૯૯૮ સુધી ફાઉન્ડર ચેરમેન હતા. તેઓ આ સિવાય ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે ૧૯૮૩થી ૨૦૦૬ સુધી, નેશનલ કો.ઓપરેટીવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડના ૧૯૮૬થી ૧૯૯૩ સુધી ચેરમેન હતા. ઈન્સ્ટીટ્યુટ ઓફ બોર્ડ મેનેજમેન્ટ (આણંદ)ના (૧૯૭૯થી ૨૦૦૬) બોર્ડ ઓફ ગવર્નસના સભ્ય હતા.
વઘુમાં, આપણા દેશના અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કેટલાય (અસંખ્ય) એવોર્ડ પણ એમણે મેળવેલા. દા.ત. પદ્મશ્રી (૧૯૬૫), પદ્મભૂષણ (૧૯૬૬), કૃષિરત્ન (૧૯૮૬), પદ્મ વિભૂષણ (૧૯૯૯), કોમ્યુનીટી લીડરશીપ માટે હેમોન મેગોસેસી એવોર્ડ (૧૯૬૩), કાર્પેજ ફાન્ડેશનનો ‘વોટલર પીસ પ્રાઈઝ’ (૧૯૮૬), વર્લ્ડ ફુડ પ્રાઈઝ (૧૯૮૯), ‘ધી ઈન્ટરનેશનલ પર્સન ઓફ ધી ઈયર’ (વર્લ્ડ ડેરી એકસ્મો), વિસ્કોસીન, અમેરિકા, ફ્રાન્સની સરકારનો ‘ઓર્ડર ડુ મેરીટ એગ્રીકલ’ (૧૯૯૭) અને જાપાનનો એશિયન પ્રોડકટીવી ઓર્ગેનાઈઝેશનનો રીજીઓનલ એવોર્ડ (૨૦૦૦) વગેરે વગેરે.
આપણા રાજકારણીઓ, નેતાઓ, પ્રધાનો, મુખ્યપ્રધાનો આમની પાસે કેવા વામણા લાગે? ગુજરાતની ભાજપ સરકારે એમના માનમાં રાજકીય સલામી રાખી હોત તો ભાજપનું, સરકારનું અને મુખ્યપ્રધાન તથા જાડેજા, ચુડાસમા, સંઘાણી, રૂપાણી વગેરેનું ગૌરવ વઘ્યું હોત. જોકે કુરિયન આવા સન્માનથી પર હતા. એમનું સન્માન કરીને આપણું સન્માન કરવાનું હતું. જેમને ગુરુજી માન આપતા હોય એમને ભાજપના નેતાઓએ ઉપેક્ષિત કરીને પોતાના સંસ્કારનું દર્શન કરાવવું ન જોઈએ. ભાજપ સરકાર વિહિપના કે. કા. શાસ્ત્રીનું મરણોત્તર સન્માન કરી શકે તો કુરિયનને એનાથી વંચિત રાખવા જોઈએ નહીં. અંગત ગમાઅણગમાને રાજકારણીઓએ મહત્ત્વ આપવું ન જોઈએ.
ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, દસક્રોઈ વગેરેના ગામેગામમાં કો.ઓપરેટીવ સોસાયટી સ્થાપવી, દરેક ગામમાંથી દૂધ ભેગું કરવું, એ દૂધને આણંદ લાવવું, એને પેશ્ચ્યુરાઈઝ કરવું, શરૂના વર્ષોમાં એને બાટલીઓમાં પેક કરવું અને પછી ટેટ્રાપેક કરવું, એ દૂધના ફેટ પ્રમાણે વિભાગ પાડવા, એમાંથી બટર બનાવવું, ઘી બનાવવું વગેરે કામ ઘણું અધરું ગણાય. એ દૂધને આખા ગુજરાતના ઘરે ઘરે અને પછી મુંબઈ અને છેક આસામ, મણિપુર સુધી પહોંચાડવું એ ગંગાને પૃથ્વી પર લાવનાર ભગીરથ કરતાં પણ અઘરું કામ ગણાય. એ દૂધ ભલે ત્રણ દિવસ જુનું હોય, બહારથી ફેટ નાંખેલું હોય છતાં એવું શુદ્ધ દૂધ આપણા દેશમાં કોણ આપે છે? આપણા દેશમાં તો, કુરિયને દૂધની ગંગાઓ વહેતી કરી એ પહેલાંથી અને આજે પણ અમૂલ સિવાયનું જે છૂટકીયું દૂધ મળે છે એ ભેળસેળવાળું હોય જ છે અને હવે તો... જેમાં દૂધ નામનું તત્ત્વ જ ન હોય એવું કેમીકલથી બનાવેલું દૂધ પણ ભ્રષ્ટાચારીઓ અને દેશદ્રોહીઓ, માનવદ્રોહીઓથી ભરેલા આ દેશમાં મળે છે. એ સંજોગોમાં કુરિયને જે દૂધ, માખણ અને ઘી (અને હવે તો દહીં, છાશ, આઈસ્ક્રીમ, ચોકલેટ વગેરે ઘણું ઘણું) ઘરે ઘરે પહોંચતા કર્યા એ કામ શું ભગીરથ કરતાં મોટું ન કહેવાય? અને પાછું ભેળસેળ વગરનું શુદ્ધ. શુદ્ધતાનો આવો વિશ્વાસ આપણા દેશમાં બીજી કેટલી બ્રાન્ડો ઊભી કરી શકી છે? અમૂલનું દૂધ ભલે ગમે તેવું હોય પણ એવું દૂધ બીજા કોઈનું આવે છે?
જોકે હરિયાણા, દિલ્લી, મહારાષ્ટ્ર, ગુજરાત, મઘ્યપ્રદેશ વગેરે રાજ્યેરાજ્યમાં આવા ટેટ્રાપેકમાં દૂધ મળે છે, કદાચ અમૂલ કરતાં વઘુ ફેટવાળા પણ એ દૂધ હશે પણ અમૂલ જેટલો વિશ્વાસ એ દૂધ ઊભું કરી શક્યું છે ખરું?
કુરિયન અને એમની ટીમને એનો બધો યશ જાય છે. કુરિયન નિવૃત્ત થઈ ગયાને લગભગ દસકો થઈ ગયો છતાં એમણે જે ટીમ ઊભી કરેલી એમણે કુરિયનનો વારસો જાળવી રાખ્યો છે. એ કામ પણ સહેલું નથી. મોટા ભાગે એવું બનતું જોવા મળ્યું છે કે આવડી મોટી સંસ્થા ઊભી કરનાર વ્યક્તિની હયાતી ન હોય અથવા નિવૃત્તિ લઈ લે પછી પાછળ ‘દિવા પાછળ અંધારું’ હોય છે. કુરિયને એ થવા નથી દીઘું એ પણ એમની મહાનતા છે.
- ગુણવંત છો. શાહ
***
કાનમાં કહું!
મનમોહનસંિહના પ્રેમલગ્ન છે?
ચોંકી જવાય એવી વાત છે. ‘ગપ્પુ’, મોટું ગપ્પું લાગે! ના, પણ સાચી વાત છે. મોઢામોઢ કહેલી વાત છે.
ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકર અને મનમોહનસંિહ વચ્ચે થયેલી વાત છે. ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારીએ રાખેલી એક પાર્ટીમાં જાવડેકર બધા જ પક્ષોના નેતાઓ સાથે ટોળટપ્પા કરી રહ્યા હતા. એમાં મનમોહનસંિહ સાથે તેઓ વાતે ચઢયા. દરમ્યાનમાં મશ્કરા જાવડેકરે મનમોહનસંિહને પૂછ્‌યું કે, ‘તમારા લગ્ન પ્રેમલગ્ન છે?’
મનમોહનસંિહને આ ઉંમરે આવો સવાલ કરનાર પણ ખરા છે! મનમોહનસંિહનું મૌન હવે એવું જાણીતું થઈ ગયું છે કે છેક અમેરિકા સુધી પહોંચી ગયું છે. એવા મૂંગા મનમોહનસંિહ જાવડેકરના સવાલના જવાબમાં થોડુંક મરક્યા અને પછી એક જ શબ્દ બોલ્યા, ‘હા.’
***
સખળડખળ
દિલ્લીના મુખ્યપ્રધાનપદના ભાજપના ઉમેદવાર કિરણ બેદી?
ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનના સભ્યો ઈન મીન ને તીન જ છે પણ એમણે દેશ માથે લીધો તથા પ્રસિદ્ધિ ઘણી મેળવી. એ ઈન મીન અને તીનમાં કિરણ બેદી જોકે વર્ષોથી સન્માન સાથે જાણીતા હતા. તેઓ દિલ્લીના પોલીસ વડા આદર્શ નારી તરીકે એમણે છાપ પણ ઊભી કરેલી.
ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં ઈન મીન ને તીન હોવા છતાં એક બીજા સાથે એમને બનતું નહોતું. હવે તો, ત્રણેય અલગ અલગ થઈ ગયા છે. ત્રણેના ચોકા અલગ છે.
બીજા, પારકા પીંછા ખોસીને મોરલો બનવાની ટેવવાળા સંઘ અને ભાજપે આ એકલા પડેલા કિરણ બેદીને લોલીપોપ દેખાડવા માંડી છે. કિરણ બેદી આમેય જોકે અત્યાર સુધી એકલા જ હતા તો પણ ભાજપે એમની ઉપેક્ષા કરેલી.
હવે ભાજપને એકાએક ‘બત્તી’ થઈ છે એટલે એણે કિરણ બેદીને દિલ્હીના મુખ્યપ્રધાન બનાવવાની લોલીપોપ આપી છે. દિલ્લીમાં આવતા વર્ષે ચૂંટણી છે. કિરણ બેદીએ પણ ભગવા રંગની બંડી સીવડાવી લીધી છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved