Last Update : 03-October-2012, Wednesday

 
દિલ્હીની વાત
 

અણ્ણા હઝારે ફાંફાં મારી રહ્યા છે ?
નવી દિલ્હી, તા.૨
પાટનગરના જંતરમંતર, રામલીલા મેદાન અને આઝાદ મેદાન ખાતેના જેમના અગાઉના કાર્યક્રમો અખબારોમાં મુખ્ય સમાચાર બનતા રહ્યાં હતા. એ ભ્રષ્ટાચાર વિરોધ ચળવળકાર અન્ના હઝારે ગૂંચવણભર્યા સંકેત આપી રહ્યાં છે, જે દર્શાવે છે કે તેઓ કયા માર્ગે જવા માગે છે એ વાત તો બાજુએ રહી, પરંતુ એમની કાર્યસૂચિ વિશે પણ તેઓ સ્પષ્ટ નથી. તેઓ બિન રાજકીય રહેવા માગતા હોવાના શપથ ખાય છે. અને સાથે જ સ્વચ્છ પ્રતિભાશાળી અપક્ષ ઉમેદવારોને ટેકો આપવાની વાત કરે છે. એમના પૂર્વ સાધી અરવિંદ કેજરીવાલ સાથેની ગઇકાલની બેઠક પછી અન્નાએ જણાવ્યું કે જો કેજરીવાલ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ સામે ચૂંટણી લડશે તો તેો એમને ટેકો આપસે. કારણ કે લોકપાલ ખરડોના માનીતા વિષય અંગે સિબ્બલે વિરોધી વલણ દાખવ્યું હતુ.
અન્ય વિસંગતતાઓ
જો કે અન્નાને કેજરીવાલે એમ કહ્યું કે પોતે સિબ્બલ સામે લડશે કે કેમ એ વિષે હજી નિર્ણય કર્યો નથી. વળી, અન્નાએ જણાવ્યું કે તેઓ કેજરીવાલ દ્વારા ઉભા રખાનારા બધા ઉમેદવારોને ટેકો આપશે નહી. નિષ્પક્ષ નિરીક્ષકોના મતે, જો અન્ના ચૂંટણીમાં ઉમેદવારને ટેકો આપશે તો એ રાજકીય પ્રક્રિયામાં ભાગ લીધા જેવું બની રહેશે. એક વધુ વિસંગતતા એ છે કે, અન્ના પોતાની નવી ટીમ રાલેગાંવ સિધ્ધિ સ્થિત હોવાની છબી ઉપસાવી રહ્યા છે, પરંતુ મુખ્ય પ્રશ્ન એ છે કે, તેઓ રાલેગાંવ સિધ્ધિમાં બેઠા-બેઠા રાષ્ટ્રીય ચળવળ કેવી રીતે આરંભશે ?
એમના પૂર્વ સાથીઓનું શું ?
અરવિંદ કેજરીવાલ પોતાનો નવો રાજકીય પક્ષ સ્થાપવાના છે અને તેઓ ચૂંટણીમાં ઝૂકાવશે. ભાજપે પ્રતિભાવમાં જણાવ્યું કે દરેકને રાજકીય પક્ષ સ્થાપવાનો હક છે, જ્યારે કોંગ્રેસે કેજરીવાલ પર ટુચકો કરતાં કહ્યું છે કે એમની પાસે આકર્ષક સપનાં છે, પરંતુ એથી વધુ અગત્યનું એ કે કિરણ બેદી, શાંતિ ભૂષણ, એમનો પુત્ર પ્રશાંત, કર્ણાટકના પૂર્વ લોકાયુક્ત સંતોષ હેગડે જેવા અન્નાના પૂર્વ સાથીઓ પૈકી કોણ કેજરીવાલ સાથે જોડાશે એ સ્પષ્ટ નથી. કિરણ બેદી અગાઉ જણાવી ચૂક્યાં છે કે, પોતે રાજકારણમાં કૂદવાના કેજરીવાલના નિર્ણયના વિરોધી છે.
મમતા માટે બંગાળમાંથી સાવધાનીના સિગ્નલ
તૃણમુલ કોંગ્રેસના નેતા મતા બેનરજી અને એમના ટેકેદારો રીટેલમાં સીધા વિદેશી મૂડીરોકાણના વિરોધમાં એમણે દિલ્હીમાં યોજેલી રેલીને મળેલી ભારે સફળતા બદલ ભલે પોરસાતા હોય, પંરતુ બંગાળમાંથી મળતા અહેવાલો અનુસાર ડાબેરી અને કોંગ્રેસે એ જ દિવસે (ગઈકાલે) કોલકાત્તામાં યોજેલી રેલીને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. બંને રેલીનું મુખ્ય નિશાન મમતા જ હતા. એમના પુરોગામી પૂર્વ ડાબેરી મુખ્યપ્રધાન બુધ્ધદેવ ભટ્ટાચાર્યજીએ મમતા સામે આક્ષેપ કરતા જણાવ્યું કે, મમતા જુઠું બોલી રહ્યાં છે. એમણે ૧.૫ લાખ રોજગારીના સર્જનની ઘોષણા કરી છે, પરંતુ એક પણ નોકરીની તક ઉભી કરાઇ નથી. કોંગ્રેસના સાંસદ દીપા દેશમુખે જણાવ્યું કે મમતા મુખ્ય પ્રધાન બન્યાં પછી બંગાળમાં બળાત્કાર વધી ગયા છે.
માહિતી અધિકાર વિષે તપાસ
કોંગ્રેસ અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મોટું યુધ્ધ ખેલાઇ રહ્યુ છે. મુદ્દો છે ઃ મોદીએ સોનિયાના વિદેશ પ્રવાસ પાછળ રૃા.૧૮૮૦ કરોડ ખર્ચાયા હોવાનો કરેલો આક્ષેપ જોકે મોદી પોતાના કથનની સચ્ચાઇના પુરાવા રૃપે અખબારી કટીંગ દર્શાવતાં રહ્યા છે. ત્યારે માહિતી અધિકારની હેઠળ માહિતી માગનાર રમેશ વર્માએ જણાવ્યું છે કે એમને એમના સવાલનો હજી જવાબ મળ્યો નથી. આના છેવટના નિરાકરણ માટે રાહ જોવી રહી. કોંગ્રેસ આ મુદ્દે મોદી પાસે માફીની અપેક્ષા રાખે છે ત્યારે પૂર્વ માહિતી કમિશનર એમ.એમ. અન્સારીએ જણાવ્યું છે કે આરટીઆઇ અંતર્ગત તપાસમાં જંગી વધારો થયો છે. ઇ.સ. ૨૦૦૫-૦૬ માં જયાં ૮૮૬૪ પ્રશ્નો પૂછાયા હતા. ત્યાં ૨૦૧૦-૧૧માં ૧,૦૧,૪૫૩ સવાલોના જવાબ આપવાના છે. આવું વ્યર્થ સવાલોના લીધે બને છે. આનાથી સરકારી સ્ત્રોતો પર કામનું ભારણ બેહદપણે વધે છે. એક પ્રશ્નનો જવાબ રૃા.૩૦ થી રૃા.૫૦ હજારમાં પડતો હોવાનું એમણે જણાવ્યું છે. નજીવા સવાલો પૂછવાનો ચીલો વ્યાપક છે. એકંદર સવાલોમાં ૮૦ ટકા તો આવાં જ સવાલ હોય છે.
-ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved