Last Update : 03-October-2012, Wednesday

 

ભારત અને સાઉથ આફ્રિકાને બહાર કરવાના પ્રયત્નની આશંકા
ઓસ્ટ્રેલિયાએ નકારાત્મક વ્યૂહરચના અપનાવી હોવાની ચાહકોમાં ચર્ચા

ઓસ્ટ્રેલિયાએ ૧૧૭ રન નોંધાવવા ૨૦ ઓવરો લીધી

નવી દિલ્હી, તા. ૨
પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને પરાજય આપતા જ ભારતને સાઉથ આફ્રિકા સામે વધુ ચઢિયાતા નેટ રન રેટથી જીતવં પડે તેવી નોબત આવી હતી.પાકિસ્તાન ગમે તેવી મજબૂત ટીમને હરાવી શકે તેવા ભયજનક અને અનિશ્ચિત શૈલીની ટીમ છે તે જોતા ઓસ્ટ્રેલિયાને હરાવવા પાકિસ્તાન સક્ષમ નથી તેમ તો ના જ કહેવાય પણ ક્રિકેટ ચાહકો હંમેશા ક્રિકેટમાં પ્રવર્તતી નકારાત્મક વ્યુહરચના તરફ પણ શંકા કરતા હોય છે.
આજે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ૧૪૯ રન સુધી સીમીત રાખ્યુ હતું. ઓસ્ટ્રેલિયાએ આ વર્લ્ડકપમાં જે રીતે હરીફ ટીમોને કચડી નાખતી બેટીંગ કરી છે તે જોતા આ સ્કોર તેઓ માટે એટલો પડકારજનક તો નહોતો જ. બધા જાણે છે કે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિક્ટમાં ભૂતકાળમાં લાંબો સમય સુપરપાવર રહી ચૂક્યુ છે. વન-ડે ક્રિકેટનો વર્લ્ડકપ તેઓએ સૌથી વધુ ચાર વખત જીત્યો છે. એકમાત્ર ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપથી જ તેઓ વંચિત છે. તેમનું કટ્ટર હરિફ ઇંગ્લેન્ડ પણ છેલ્લે વર્લ્ડકપ જીત્યુ છે. ઓસ્ટ્રેલિયા જ નહી ક્રિકેટ વિશ્વની તમામ ટીમો ચેમ્પિયન બનવા માટે પ્રોફેશનલ રણનીતિ ઘડતી હોય છે. ક્રિકેટમાં જ નહીં તમામ રમતોમાં ટીમ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં અમુક મેચ જાણી જોઇને હારી શકે જેથી તેમને તેમના ધ્યેયમાં વિઘ્નરૃપ લાગે તેવી ભયજનક ટીમ બહાર નીકળી જાય.
ભારતની વર્તમાન ટીમ જોતા અને કોહલી, યુવરાજ, રૈના, રોહિત શર્મા, ધોની અને સ્પિનરો જોતા ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં ભારતનો ડર વધુ હોઇ શકે. બીજી એ પણ મહત્વની વાત છે કે સાઉથ આફ્રિકાને તો ઓસ્ટ્રેલિયા કદાચ સૌથી ભયજનક ટીમ માને છે. જો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું હોત તો સાઉથ આફ્રિકા તે પછીની મેચમાં ભારતને હરાવે તો તેઓ પણ સેમિ ફાઇનલના દાવેદાર તરીકે ઉભા થાય. ઓસ્ટ્રેલિયા જ નહીં ક્રિકેટ વિશ્વ જાણે છે કે સાઉથ આફ્રિકાનું નસીબ જોર નથી કરતું બાકી તેઓની ટીમ ખરેખર તમામ ટીમોમાં શ્રેષ્ઠ, સમતોલ અને ઓલરાઉન્ડ છે.
ઓસ્ટ્રેલિયાએ તેમનું સ્થાન નિશ્ચિત કરવા સાથે પાકિસ્તાન સામે હારતા સાઉથ આફ્રિકાને તો ભારત સામેની મેચ શરૃ થતા પહેલા જ બહાર કરી દીધુ હતું. હાર્યુ પણ એવી રીતે કે ભારતને જંગી સ્કોર ખડો કરીને સાઉથ આફ્રિકાને ૩૨ જેટલા રનના માર્જીનથી હરાવવું પડે, આ તો ચાહકોમાં ચાલતી ચર્ચા છે. પાકિસ્તાનને જ સુપર ક્રિકેટ બદલ જશ આપવો જોઇએ. તેઓ પણ ચેમ્પિયન બનવાને લાયક લડાયક ખેલાડીઓ ધરાવે જ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved