Last Update : 03-October-2012, Wednesday

 
 

ગંભીર (૮), કોહલી (૨) અને સેહવાગ(૧૭) સહિત ભારતે ૬૮ રનમાં ચાર વિકેટ ગુમાવી હતીઃ રોમાંચક વિજય છતાં બહાર
જંગી સ્કોર કરવાના દબાણ હેઠળ ભારતીય બેટ્સમેનો ફસકી પડયા

ભારત ૧૫૨ સુધી સિમિત રહેતા ચાહકો નિરાશ

કોલંબો,તા.૨
પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૩૨ રનથી પરાજય થતાં ભારત પર સાઉથ આફ્રિકા સામે ૩૧ રનથી જીતવાનું ભારે દબાણ સર્જાયું હતુ. સાઉથ આફ્રિકા જેવી મજબુત ટીમ સામે આટલા મોટા માર્જીનથી જીતવા માટે ભારતને ૧૮૦થી ૨૦૦ જેટલો સ્કોર ખડો કરવો પડે તેમ હતો. આવી સ્થિતીને જોતા ભારતીય બેટ્સમેનો શરૃઆતથી જ જંગી સ્કોર કરવાના દબાણ હેઠળ આવી ગયા હતા.
ગંભીર અને સેહવાગ લાંબો સમય ટકી ના શક્યા. ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનો ચોગ્ગા-છગ્ગા ફટકારવાના પ્રયાસમાં આઉટ થયાં હતા કારણ કે તેઓ જાણતા હતા કે જો ભારતનો સ્કોર ૧૫૦ તે તેનાથી ઓછો થાય તો સાઉથ આફ્રિકાને ૩૧ રનથી હરાવવું અત્યંત મુશ્કેલ છે.
આવી સ્થિતીમાં ભારત પાસે આક્રમક બેટિંગ સિવાય કોઇ વિકલ્પ નહતો અને તેનો લાભ ક્વોલિટી બોલિંગ ધરાવતા સાઉથ આફ્રિકાએ લીધો હતો.
ભારતીય બેટ્સમેનોએ સાઉથ આફ્રિકા સામેની નિર્ણાયક ટ્વેન્ટી-૨૦માં આઘાતજનક શરૃઆત કરી હતી.
સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિ'વિલિયર્સે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતાર્યું હતુ. ગંભીરે પહેલા જ બોલથી પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દેતા ચોગ્ગો ફટકાર્યો હતો. આ તબક્કે લાગતું હતુ કે સેહવાગ અને ગંભીરની જોડી હવે નિર્ણાયક ભાગીદારી કરીને ભારતને ૨૦૦ની નજીકના સ્કોર સુધી લઇ જશે.
જો કે મેચની ચોથી જ ઓવરમાં મોર્ની મોર્કેલની બોલિંગમાં શોટ ફટકારવા જતાં ગંભીરે બોલને વિકેટની તરફ ખેંચ્યો હતો અનેતેનું મીડલ સ્ટમ્પ ઉડી ગયું હતુ. જે પછી ઇન ફોર્મ કોહલી મેદાન પર આવ્યો હતો. કોહલી સાઉથ આફ્રિકા સામે કમાલ કરી શક્યો નહતો અને બે બોલ ખાલી કાઢ્યા બાદ ત્રીજા જ બોલે તે કાલીસની બોલિંગમાં વિકેટકિપર ડિ'વિલિયર્સને કેચ આપી બેઠો હતો. કોહલી માત્ર બે રને આઉટ થતાં ભારતનો સ્કોર માત્ર ૩૦ રનમાં બે વિકેટ થઇ ગયો હતો.

ઝહીર-બાલાજીની દિલધડક આખરી ત્રણ ઓવરોનો રોમાંચ
સાઉથ આફ્રિકાને ૧૭ ઓવરના અંતે ૨૭ રનની જરૃર હતી અને તેઓ પાસે પાંચ વિકેટ હાથ પર હતી ત્યારે તેઓનો વિજય નિશ્ચિત જણાતો હતો પણ ઝહીર ખાને તેની ચોથી અને આખરી ઓવરના બે બોલમાં બેહાર્ડિન અને પીટરસનને આઉટ કરતાં ફરી ભારત મેચમાં આવ્યું હતુ. ઝહીર ખાને આ ઓવરમાં ત્રણ જ રન આપ્યા હતા. તે પછી ૧૯મી ઓવરમાં અશ્વિને ૧૦ રન આપીને બોથાની વિકેટ ઝડપી હતી. હવે આખરી ઓવરમાં સાઉથ આફ્રિકાને જીતવા માટે ૧૪ રન કરવાના હતા અને તેમની બે વિકેટ બાકી હતી ત્યારે બાલાજીની બોલિંગમાં એ.મોર્કેલે પ્રથમ બોલે છગ્ગો ફટકાર્યો હતો. જે પછી બાલાજીએ એ.મોર્કેલને બોલ્ડ કર્યો હતો. ત્રીજો બોલ ખાલી ગયો હતો અને ચોથા બોલે મોર્ની મોર્કેલે છગ્ગો ફટકારીને ટીમને જીતની નજીક લઇ ગયો હતો. સાઉથ આફ્રિકાને આખરી બે બોલમાં બે રન કરવાના હતા અને તેમની એક વિકેટ સલામત હતી ત્યારે બાલાજીએ પાંચમા બોલે મોર્ની મોર્કેલને ક્લિન બોલ્ડ કરીને ભારતને એક રનથી વિજય અપાવ્યો હતો.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved