Last Update : 03-October-2012, Wednesday

 
ઇંગ્લેન્ડમાં મોર્ગેજ રેટમાં વધારાથી ૧૫ લાખ પરિવારોને અસર

મોટા મોર્ગેજ લેન્ડર સાન્તાનડેર આજે SVR માં ૦.૫ ટકાનો વધારો કરશે

લંડન,તા.૨
ગઇકાલે રજૂ કરાયેલા આંકડા અનુસાર ત્રણ કરતાં વધુ વર્ષોમાં ગિરવે મૂકાયેલી મિલકતોના સંદર્ભે કરવા પડતાં ચૂકવણા અનેક પરિવારોનો અસર કરી રહ્યા છે. સ્ટાન્ડર્ડ વેરિએબલ રેટ (એસવીઆર) દ્રષ્ટિએ ઓછામાં ઓછા ૧૫ લાખ પરિવારો હવે સરેરાશ પણે ૪.૨૭ ટકાના દરે ચૂકવણા કરશે. માર્ચ ૨૦૦૯ પછી આ સ્તર પ્રથમવાર જોવાયું છે.
મકાન માલિકો એમના પ્રારંભિક સોદાના છેડે આપોઆપ પણે એસવીઆર તરફ ખસી ગયા છે, જેમ કે બે વર્ષની ફિક્સ્ડ લોન અથવા ત્રણ વર્ષે પાછા ચૂકવણા કરનારાઓ દેશના દ્વિતિય સહુથી મોટા મોર્ગેજ લેન્ડર સાન્તાનડેર આવતીકાલે એનો વિરિએબલ રેટ ૪.૨૪ ટકાથી વધારીને ૪.૭૪ કરશે, જેનાથી ચાર લાખ ગ્રાહકોને અસર થશે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડે માર્ચ, ૨૦૦૯ થી એનો બેઝ રેટ ૦.૫ ટકાની ઐતિહાસિક નીચી સપાટીએ રાખ્યો હોવા છતાં વધારાની દિશામાં વલણ જોવા મળ્યા છે.
૨૫ વર્ષ માટે દોઢ લાખ પાઉન્ડની લોન લેનારા સાન્તાનડેરના ગ્રાહકે દર મહિને વધારાના ૪૨ પાઉન્ડ એટલે કે વર્ષે ૫૦૪ પાઉન્ડની વ્યવસ્થા કરવી પડશે. ઘણા મકાનમાલિકો એસવીઆરમાં ફસાઈ ગયા છે. કારણ કે વધુ સ્પર્ધાત્મક સોદો નિશ્ચિત કરવામાં પોતાની મિલકતમાં એમની પાસે પૂરતી ઈક્વિટી નથી બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગઈકાલે પ્રસિધ્ધ કરતા આંકડા દર્શાવે છે કે સરેરાશ વેરિએબલ રેટ આ વર્ષે સ્થિરપણે વધ્યા છે. માર્ચ, ૨૦૦૯ માં એ-૪.૦૬ ટકા હતો જે ૪૨ માસની ૪.૨૭ ટકાની સર્વોચ્ચ ઊંચાઇએ પહોંચતા અગાઉ ગબડીને ૩.૮૨ ટકાએજઇ પહોંચ્યો હતો. હેલિફેક્સ, યોર્કશાયર બેન્ક, ધ કો.ઓપરેટિવ અને બેન્ક ઓફ આયર્લેન્ડ તમામે તાજેતરના મહિનાઓમાં એમના દર વધાર્યા છે.
લંડન એન્ડ કન્ટ્રીના મોર્ગેજ એડવાઇઝર ડેવિડ હોલિંગવર્થે જણાવ્યું કે હાલના તબક્કે કોઇ એસવીઆર સલામત નથી. અન્ય બેન્કો અને બિલ્ડીંગ સોસાયટીઓ આગામી થોડા સપ્તાહો અને મહિનાઓમાં એમનાં દર વધારે એવી દરેક તક રહેલી છે. ''ધિરાણ કરનારાઓ હજી દબાણ અનુભવી રહ્યા છે. તેઓ એસવીઆરને સહેલાઇથી બદલી શકે છે.
મકાન માલિકોએ ઊંચા દરના લીધે આગામી વર્ષ સુધીમાં એમના માસિક લોન ચૂકવણા પાછળ ફરજિયાત પણે ૩૦ કરોડ પાઉન્ડ વધુ ચૂકવવા પડશે. એમ એક ગ્રાહક જૂથે જણાવ્યું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved