Last Update : 03-October-2012, Wednesday

 
બ્રિટનમાં ભારતીય મૂળના ડૉક્ટરની ગાંધીગીરી ઃ હેલ્થ સર્વીસ સામે ઉપવાસ

ડૉ. નરીન્દર કપૂરનું નેશનલ હેલ્થ સર્વીસ દ્વારા થતાં અન્યાયના વિરોધમાં પાંચ દિવસ અનશન આંદોલન

(પીટીઆઈ) લંડન, તા. ૨
લંડન સ્થિત મૂળ ભારતીય વંશના મગજના ડૉક્ટર નરિન્દર કપૂરે બ્રિટનની નેશનલ હેલ્થ સર્વીસ દ્વારા તેમને અને તેમના સાથીઓને થયેલા અન્યાયના વિરોધમાં ગાંધીગીરી કરતાં પાંચ દિવસના અનશનની જાહેરાત કરી હતી.
મગજના રોગોના નિષ્ણાત એવા ડૉ. નરિન્દરને ૨૦૧૦માં કેમ્બ્રિજની હોસ્પીટલમાંથી છુટા કરાયા હતા. એક વ્હીસલ બ્લોયરે તેમની લાયકાત ઓછી હોવાનું જણાવી સ્ટાફ અને દર્દીઓ પ્રત્યે ખરાબ વર્તન કરતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ડૉ. નરિન્દર બ્રિટીશ ન્યુરોસાયકોલોજીકલ સોસાયટીના પૂર્વ પ્રમુખ પણ છે.
જુલાઈ માસમાં બ્રિટીશ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ડૉ. કપૂરની તરફેણમાં ચુકાદો આપી તેમને ખોટી રીતે હાંકી કઢાયાનું જણાવ્યું હતું તેમ છતાં નેશનલ હેલ્થ સર્વીસે તેમને નોકરી પર પાછા લીધા નહોતા.
પોતાને થયેલા અન્યાય સામે પાંચ દિવસના ઉપવાસનું એલાન કરતાં જણાવ્યું હતું કે ઉપવાસ આંદોલન કરતાં તેમને ઘણુ દુઃખ થાય છે. તેમજ નેશનલ હેલ્થ સર્વીસ દર્દીઓ અને તેમના સ્ટાફને કેવા ઘોર અન્યાય કરી પ્રજાના નાણાં વેડફે છે તે જાણીને તેઓ વ્યથીત થયા છે, પોતે મહાત્મા ગાંધીજીના જન્મદિવસથી તેમની પ્રેરણા લઈને ઉપવાસ આંદોલન કરી શાંત વિરોધ પ્રદર્શન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડૉ. કપૂર બ્રિટનના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થની હેડ ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરી રહ્યાં છે. તેનો આજે બીજો દિવસ હતો. લંડનના વેસ્ટમિનિસ્ટર ખાતે આવેલી આ હેડ ઓફિસ સામે ડૉ. કપૂર ઉપવાસ કરશે તેમને ખસી જવાની ફરજ પાડવામાં આવશે તો તેઓ ટેપિસ્ટોક ખાતે ગાંધીજીની પ્રતીમા સામે ઉપવાસ આંદોલન ચાલુ રાખશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved