Last Update : 03-October-2012, Wednesday

 

બિહારમાં રાજકીય સમીકરણો બદલાશે
ભાજપ નીતીશ છૂટા પડશે કોંગ્રેસ સાથે યુતિની સંભાવના

છેલ્લા કેટલાક મહિનામાં નીતીશકુમારની મોદી પ્રત્યેની નારાજગીથી બંને પક્ષો વચ્ચે તણાવ

(પીટીઆઇ) પટણા, તા. ૨
ભાજપ દ્વારા આજે આપવામાં નિવેદન પરથી આગામી લોકસભા ચૂંટણીમાં બિહારમાં જદ(યૂ) અને ભાજપ વચ્ચે જોડાણ ચાલુ રહેશે કે નહીં તેની સામે શંકા ઉભી થઇ છે. ભાજપે આજે જણાવ્યું હતું કે તે ૨૦૧૪ની ચૂંટણી માટે બિહારની તમામ ૪૦ લોકસભા બેઠકો પર લડવાની તૈયારી કરી રહ્યો છે. દરમિયાનમાં કોંગ્રેસે આજે દાવો કર્યો હતો કે બિહારમાં ભાજપ અને જનતા દળ (યૂ)નું જોડાણ લાંબુ નહીં ચાલે અને સાથે જ તેણે સંકેત આપ્યો હતો કે ભાજપ સાથે તેના સંબંધો તૂટશે તો કોંગ્રેસ મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે જોડાણ કરવાની વિરૃદ્ધ નથી.
જો કે ભાજપ રાજય પ્રમુખ સી. પી. ઠાકુરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જદ(યૂ) જોડાણમાંથી દૂર થશે નહીં. ઉલ્લેખનીય છે કે બંને પક્ષો હાલમાં જોડાણવાળી સરકાર ચલાવે છે. આ અગાઉ ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે જદ(યૂ) દ્વારા કોઇ પણ સમયે જોડાણમાં ન રહેવાનો નિર્ણય લેવામાં આવે અને અન્ય તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી અમે આગામી લોકસભા ચૂંટણીઓમાં બિહારની તમામ ૪૦ બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે જદ(યૂ) ભાજપ સાથે છેડો ફાડે તેવી માત્ર શક્યતા દર્શાવવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે બિહારમાં જોડાણ તૂટશે નહીં. ઉલ્લેખનીય છે કે ગયા વખતની ચૂંટણીમાં જદ(યૂ)એ ૨૦ બેઠકો અને ભાજપે ૧૨ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે માસમાં ભાજપ અને જદ(યૂ) વચ્ચેનાં સંબધોમાં તિરાડ ઉભી થઇ છે. બિહારનાં મુખ્યપ્રધાન અને જદ(યૂ) નેતા નિતીશકુમારે જણાવ્યું હતું કે જો ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો તેમનો પક્ષ ભાજપ સાથે જોડાણ તોડવામાં એક મિનિટની પણ રાહ જોશે નહીં.
પક્ષના પ્રવક્તા મનીષ તિવારીએ પત્રકારોને કહ્યું હતું કે ''જનતા દળ (યૂ) કેટલાક સમયથી જે કંઇ કરી રહ્યું છે તેના પરથી સ્પષ્ટ છે કે તેણે (ભાજપનો) બોજો વેઠવો પડે છે. અમને નથી લાગતું કે બંને વચ્ચે બધુ સમુંસુતરું હોય.''
કોંગ્રેસ નીતિશકુમારને બિનસાંપ્રદાયિક નેતા માને છે કે કેમ તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ બિનસાંપ્રદાયિકતાનાં પ્રમાણપત્રો આપતા નથી. આની સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જેઓ કોમવાદી બળો સાથે જોડાયેલા છે તેમણે આત્મમંથન કરવું જોઇએ કે તેમના કાર્યોને લીધે બિનસાંપ્રદાયિકતાને કેટલું નુકશાન પહોંચ્યું છે.
બિહારમાં લોકસભાની ચાલીસે ચાલીસ બેઠકો પર ચૂંટણી લડવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી પી ઠાકુરે આપેલા નિવેદન અંગે પ્રતિક્રિયા પૂછાતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ ઉપર મુજબ ટીપ્પણી કરી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved