Last Update : 03-October-2012, Wednesday

 

રાજકોટ સુરક્ષા છાવણીમાં તબદીલ
સોનિયા ગાંધી માટે ૧૭૦૦ સુરક્ષા જવાનોનો બંદોબસ્ત

એસપીજીનું સંગીન સુરક્ષા કવચ સોનિયા ગાંધી ફરતે રહેશે ઃ બુલેટપ્રુફ, જામર, એસ્કોર્ટ કાર દિલ્હીથી આવી

રાજકોટ, તા.૨
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી કે જેઓ એસપીજી પ્રોટેકટી છે તેમની આવતીકાલે રાજકોટની મુલાકાતને અનુલક્ષીને સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ માટે ૧૭૦૦ જેટલા સુરક્ષા જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં તહેનાત રહેશે.
વડાપ્રધાન અને માજી વડાપ્રધાન ઉપરાંત તેમના પરિવારના સભ્યોને એસપીજી એટલે કે સ્પેશ્યલ પ્રોટેકશન ગુ્રપનું સુરક્ષા કવચ મળે છે. આ ધારાધોરણો મુજબ સોનિયા ગાંધીને પણ એસપીજીનું સુરક્ષા કવચ મળેલું છે જે ઝેડ પ્લસ કરતાં પણ વધુ સંગીન અને એડવાન્સ ગણાય છે. સોનિયા ગાંધીની આવતીકાલની મુલાકાતને અનુલક્ષીને છેલ્લા ઘણાં દિવસોથી પોલીસ તંત્રમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આવતીકાલે શહેર રીતસર લશ્કરી છાવણીમાં તબદીલ થઇ જશે.
આવતીકાલે સોનિયા ગાંધીના કાર્યક્રમના સમગ્ર બંદોબસ્તનું સુપરવીઝન પોલીસ કમિશ્નર એચ. પી. સિંઘ કરશે. આ ઉપરાંત એડીશનલ સીપી, ચાર એસપી, સાત ડીવાયએસપી, ૫૦ પીઆઇ, ૧૦૦ પીએસઆઇ, ૧૨૦૦ પોલીસના માણસો, ૭૦ મહિલા પોલીસમેન, એસઆરપીની એક કંપની, ૧૦૦ હોમગાર્ડઝ બંદોબસ્તમાં તહેનાત રહેશે. ઘણા પોલીસ અધિકારીઓ અને માણસો બીજા શહેરમાંથી બોલાવવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે જે તે મહાનુભાવની પર્સનલ સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી એસપીજીની હોય છે જેથી આવતીકાલે સોનિયા ગાંધી ફરતે 'રીંગ રાઉન્ડ ડયુટી'માં એસપીજીનું મજબૂત સુરક્ષા કવચ રહેશે.
આ ઉપરાંત સ્ટેજ પર ભીડ વચ્ચે પણ એસપીજીના અધિકારીઓ રહેશે. આ માટે એસપીજીના ૧૭ અધિકારીઓની ટીમ રાજકોટ આવી પહોંચી છે.
એટલું જ નહીં સોનિયા ગાંધી જે કારમાં બેસવાના છે તે બુલેટપ્રુફ કાર, એસ્કોર્ટ કાર અને જામર કાર પણ ગઇકાલે જ ટ્રેન મારફત રાજકોટ આવી પહોંચી હતી. આવતીકાલે એરપોર્ટ ઉપરાંત કાર્યક્રમના સ્થળો રામકૃષ્ણ આશ્રમ, ક.બા ગાંધીના ડેલા, બાલભવન અને સભા સ્થળ એથ્લેટીકસ ગ્રાઉન્ડમાં સજજડ બંદોબસ્ત રહેશે. સોનિયા ગાંધીનો કાફલો જે રૃટ પરથી પસાર થશે તે રોડની બંને તરફ પોલીસ જવાનો ખડકી દેવાશે.
મળતી માહિતી પ્રમાણે સોનિયા ગાંધી જે સ્થળોની મુલાકાત લેશે તે ઉપરાંત એરપોર્ટનું બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ચેકીંગ કરશે. આ માટે બીડીએસની બે ટીમ બનાવવામાં આવી છે. કાર્યક્રમના દરેક સ્થળોએ ડોર ફ્રોમ મેટલ ડિટેકટર અને હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટરથી ચકાસણી કર્યા બાદ જ મુલાકાતીઓને પ્રવેશ અપાશે. રૃટ પર ટ્રાફીકની અડચણ ઉભી ન થાય તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ટ્રાફીક વોર્ડનની મદદ લેવાઇ છે. સવારે ૭ વાગ્યાથી જ પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઇ જશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved