Last Update : 03-October-2012, Wednesday

 

પત્ની જૂની થઇ જાય તો મજા નથી આવતી ઃ જયસ્વાલ
મહિલાઓ સામે અભદ્ર ટિપ્પણી કરતાં કેન્દ્રીય કોલસા મંત્રી વિવાદમાં સપડાયા

મહિલા સંગઠનોએ કાનપુરમાં પૂતળાં બાળ્યાં ઃ જયસ્વાલે માફી માગવી પડી

(પીટીઆઇ) કાનપુર, નવી દિલ્હી, તા. ૨
કોલગેટ મુદ્દે ચોમેરથી વિરોધનો સામનો કરી રહેલા કેન્દ્રિય કોલસા મંત્રી શ્રી પ્રકાશ જયસ્વાલની જીભ લપસી પડતા એક નવા વિવાદમાં ઘેરાઇ ગયા છે. રવિવારે પોતાના જન્મદિન નિમિત્તે આયોજિત કવિ સંમેલનમાં તેમણે લગ્ન અને સ્ત્રી સંદર્ભે અભદ્ર ટિપ્પણી કરતાં ચોમેરથી રોષ ભભૂકી ઉઠયો હતો. આજે તેમની આ ટિપ્પણીના વિરોધમા ઠેર ઠેર તેમના પૂતળાં બાળવામાં આવ્યા અને તેમના પોસ્ટર પર જૂના ચપ્પલનો વરસાદ વરસાવીને કુચડો ફેરવવામાં આવ્યો હતો.
પોતાના જન્મદિન નિમિત્તે આયોજિત કવિ સંમેલનમાં ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામેની જીત માટે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે નવા નવા લગ્ન અને નવી નવી જીતનું અનેરૃ મહત્વ છે. જે રીતે સમયની સાથે જીત જૂની થઇ જાય છે એ રીતે વખત જતાં પત્ની જુની થઇ જાય છે તો તેમાં એ મજા નથી આવતી. કવિ સંમેલનમાં હાજર લોકોના મોંઢેથી આ વાત નીકળી અને જોત જોતામાં આખા કાનપુર શહેરમાં ફેલાઇ ગઇ હતી અને તેના કારણે મહિલાઓ વીફરી હતી.
મહિલા સંગઠ્ઠનોએ આ અંગે આકરી ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે આટલા મોટા પદ પર બેઠેલી વ્યક્તિના મોંએ આવી અભદ્ર વાતો શોભતી નથી.
મંગળવારે જયસ્વાલની આ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ તો લગ્ન સંસ્થા અને પરણિત સ્ત્રીઓ પર અભદ્ર ટિપ્પણી છે. મહિલા સંગઠ્ઠનોએ એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે મંત્રીજી 'મજા'નો મતલબ શું છે તે બતાવે. વિરોધ કરી રહેલી મહીલાઓએ જણાવ્યું કે તેના આવા વ્યવહારની ફરિયાદ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સમક્ષ કરાશે. આ મુદ્દે જયસ્વાલ માફી માગે એવી પણ માગણી થઇ હતી. જો કે જયસ્વાલે આ અંગે માફી માગી લીધી છે. પણ તેમણે કહ્યું કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. લોકો જે સમજે છે એવું કહેવાનો મારો મતલબ ન હતો.
જયસ્વાલે જણાવ્યું કે હું કવિ સંમેલનને સંબોધી રહ્યો હતો એવામાં પાકિસ્તાન સામે ભારત જીત્યાના સમાચાર આવવાથી ફટાકડા ફુટવા માંડયા હતા. ત્યારે મેં સંમેલન અટકાવીને લોકોને ક્રિકેટની જીતનો આનંદ માણવા જણાવ્યું હતું. એ સંદર્ભે કહ્યું હતું કે, ''નવી નવી જીત અને નવા નવા લગ્નનો આનંદ કંઇક ઓર હોય છે. પત્નીની માફક જીત જૂની થઇ જાય તો પહેલા જેવી મજા નથી રહેતી'' પરંતુ મારા વિધાનને ખોટી રીતે ટાંકવામાં આવ્યું છે. તેમ છતાં મહિલાઓની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગુ છું એમ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ મમતા વર્મા અને ભાજપ મહિલા મોરચાના સ્મૃતિ ઇરાનીએ જયસ્વાલની ટિપ્પણીને બેહુદી અને અભદ્ર ગણાવી તેને વખોડી હતી. જયારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ આખા મુદ્દે કિનારો કરતાં જણાવ્યું હતું કે જયસ્વાલે આ મુદ્દે સ્પષ્ટતા કરી માફી માગી લીધી છે, પછી કાંઇ કહેવાનું રહેતું નથી.

જયસ્વાલે અગાઉ પણ બાફ્યું હતું
* ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે તેમણે કહેલું ઃ રાજ્યના મુખ્યમંત્રી, રાહુલ ગાંધીના રિમોટ કંટ્રોલથી ચાલશે.
* ઘરેણાં પર એક્સાઇઝ ડયૂટીમાં વધારો થયો ત્યારે તેઓ વદ્યા હતા ઃ સરકારી ખાતાં મચ્છરની જેમ આમ આદમીનું લોહી ચૂસે છે.
* ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે તેઓ એમ કહીને વિવાદમાં સપડાયા હતા કે જો કોંગ્રેસને બહુમતી નહીં મળે તો ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન મૂકાશે.
* રાહુલ ગાંધીને સારું લગાડવા તેઓ એ હદ સુધી ગયા હતા કે ઃ રાહુલ ગાંધી ઈચ્છે તો અડધી રાત્રે પણ વડાપ્રધાન બની શકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved