Last Update : 03-October-2012, Wednesday

 

સાઉથ આફ્રિકાને એક રનથી પરાજય આપવા છતાં નેટ રનરેટના આધારે પાકિસ્તાન સેમિફાઈનલમાં પ્રવેશ્યું ઃ ચાહકો નિરાશ
ટી-૨૦ વર્લ્ડ કપમાંથી ભારત બહાર

ભારતે સેમિફાઈનલમાં પ્રવેશવા સાઉથ આફ્રિકાને ૧૨૨ રન સુધી સીમિત રાખવાનું હતું ઃ ૧૫૩ રનના પડકાર સામે સાઉથ આફ્રિકા ૧૫૧ રનમાં ઓલઆઉટ

કોલંબો, તા. ૨
ભારતે સાઉથ આફ્રિકાને ભારે રોમાંચક મેચમાં એક રનથી પરાજય આપ્યો હતો. આમ છતાં સાઉથ આફ્રિકાએ ૧૨૨ રન નોંધાવી લીધા હતા ત્યારે જ ભારત નેટ રનરેટના આધારે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ચૂક્યું હોઈ ચાહકો નિરાશ થયા હતા. જીતવા માટેના ૧૫૩ રનના પડકાર સામે સાઉથ આફ્રિકા ૨૦મી ઓવરના આખરી બોલે ૧૫૧ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ અગાઉ રમાયેલી બારત માટે પણ જેના પરિણામની મહત્તા હતી તેવી મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને એવી રીતે હરાવ્યું હતું કે ભારતે નેટ રનરેટમાં પાકિસ્તાન કરતા આગળ રહેવા ૩૨ રનના માર્જીનથી જીતવું પડે. જ્યાં સુધી ભારતને માટે મહત્ત્વનું હતું તે સાઉથ આફ્રિકને ૧૨૨ રન ના કરવા દેવા તે જ હતું. સાઉથ આફ્રિકાએ ૧૬.૫ ઓવરોમાં પાંચ વિકેટે ૧૨૨ રન કર્યા હતા. તે તબક્કે જ ભારત વર્લ્ડકપમાંથી ફેંકાઈ ગયું હતું. તે પછી ભારત જીતે તો પણ તેનું મહત્ત્વ નહોતું. પાકિસ્તાનને ૧૫૦ રનનો ટાર્ગેટ આપીને ઓસ્ટ્રેલિયાને ૧૧૭ રન સુધી સીમીત રાખીને હરાવતા ભારતને ૩૨ રનના માર્જીનથી જીતવાનું ટાર્ગેટ આવ્યું હતું. આમ આપણા ગુ્રપમાંથી ઓસ્ટ્રેલિયાને પાકિસ્તાન સેમિ ફાઈનલમાં પ્રવેશ્યા હતા. ભારતીય બોલરો પૈકી ઝાહિરખાને ઈનિંગના પ્રથમ ઓવરના બીજા જ બોલે અમલાને અને પઠાણે ચોથી ઓવરમાં કાલિસને આઉટ કરતા ૧૨૨ રન પહેલા ઓલઆઉટ કરી દેવાની આશા સર્જાઈ હતી.
યુવરાજે તેની પ્રથમ ઓવરના પ્રથમ બોલે જ ડી'વિલીયર્સ (૧૩)ને બોલ્ડ કરતા સાઉથ આફ્રિકાએ ૪૬ રનમાં ૬.૧ ઓવરમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી પણ ડુપ્લેસિસ (૬૫) અને ડયુમિની (૧૬) એ તનાવ અને દબાણને હળવું કરતા ૪૯ રન ચોથી વિકેટમાં ઉમેરતા ભારત ૧૨૨ પહેલા ઓલઆઉટ નહીં કરે તે સ્પષ્ટ બની ગયું હતું.
યુવરાજે બે વિકેટ લઈને તેનું બનતું પ્રદાન આપ્યું હતું. ઝાહિરખાને ૧૮મી ઓવરમાં બે બોલમાં બે અને બાલાજીએ આખરી ઓવરમાં ૧૪ રન કરવાના હતા ત્યારે બે વિકેટ ઝડપીને અત્યંત દબાણ વચ્ચે ભારતની એક રને જીત નિશ્ચિત કરી હતી.
અગાઉ સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. જો ભારત વિજય માટેનો ટાર્ગેટ જાણીને રમે તેના કરતા વધુ નેટ રન રેટના પ્રયત્નના દબાણ હેઠળ વિકટો ગુમાવે તેવી તેઓની રણનીતિ હતી. તેમાં તેઓ સફળ પણ થયા હતા. ભારતને બેટિંગ આપી અને સાઉથ આફ્રિકાને નિયમિત અંતરે સફળતા મળવા માંડી.
ગંભીરે તેની નિષ્ફળતાની પરંપરા જારી રાખી હતી. પણ ભારતને સૌથી મોટો ફટકો અને સાઉથ આફ્રિકાના કેમ્પમાં ઉત્સાહનું મોજું કોહલી માત્ર બે રને જ આઉટ થતા ફરી વળ્યું હતું. ભારતે ગંભીર (૮), સેહવાગ (૧૭), કોહલી (૨) અને યુવરાજ (૨૧)ની વિકેટ ૧૦ ઓવરોના અંતે ૬૮ રનના સ્કોરે જ ગુમાવી દીધી હતી.
રોહિત શર્મા (૨૭ બોલમાં ૨૫) અને રૈના (૪૫) એ પાંચમી વિકેટની ભાગીદારીમાં ૪૪ રન છ ઓવરોમાં ઉમેરીને ઇનિંગને સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો હતો. ૧૬મી ઓવરના આખરી બોલે રોહિત શર્મા આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર ૧૧૨ રન હતો. રૈના અને ધોની (૧૩ બોલમાં ૨૩) એ આખરી ૪ ઓવરોમાં ૪૦ રન ઉમેર્યા હતા. ભારત રન રેટમાં પાકિસ્તાન કરતા પાછળ તો હતું જ તેમાં પણ આજે જે રીતે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું તે જોતા ભારતે સાઉથ આફ્રિકાને ૧૪૦ થી ૧૫૦ રન સુધી સીમીત રાખીને જીતવા માટે ૧૮૦ રન કરવા પડે તેમ હતા. ભારતે ૧૫૨ રન જ તેની ૨૦ ઓવરોમાં ૬ વિકેટે નોંધાવતા. સાઉથ આફ્રિકાને ૧૨૨ રન સુધી જ સીમિત રાખવું પડે તેમ હતું. જેથી તેઓ સફળ થાય તે અઘરૃં હતું.
ભારત

-

રન

બોલ

ગંભીર બો. એમ. મોર્કેલ

૧૨

સેહવાગ બો. પીટરસન

૧૭

૧૪

કોહલી કો. ડી'વીલીયર્સ બો. કાલિસ

શર્મા લેગબીફોર પીટરસન

૨૫

૨૭

યુવરાજ સિંઘ બો. એમ. મોર્કેલ

૨૧

૧૫

રૈના રનઆઉટ

૪૫

૩૪

ધોની અણનમ

૨૩

૧૩

વધારાના (લેગ બાય ૧૦, નોબોલ ૧)

૧૧

 

 

 

(૬ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૫૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૨૩ (ગંભીર ૩.૬), ૨-૩૦ (કોહલી ૪.૫), ૩-૩૬ (સેહવાગ ૫.૩), ૪-૬૮ (યુવરાજ ૧૦) ૫-૧૧૨, (રોહિત શર્મા ૧૬), ૬-૧૫૨ (રૈના ૨૦)
બોલિંગ ઃ- સ્ટેન ૪-૧-૨૬-૦, એમ. મોર્કેલ ૪-૦-૨૮-૨, કાલિસ ૩-૦-૨૪-૧, પીટરસન ૪-૦-૨૫-૨, બોથા ૩-૦-૩૦-૦, ડુપ્લેસીસ ૧-૦-૩-૦, ડયુમિનિ ૧-૦-૬-૦
સાઉથ આફ્રિકા

-

રન

બોલ

 

અમલા કો.સેહવાગ બો.ઝહીર

૦૦

૦૨

 

કાલીસ કો.રોહિત બો.પઠાણ

૦૬

૦૮

 

ડિ વિલિયર્સ બો.યુવરાજ

૧૩

૧૩

 

ડયુ પ્લેસીસ કો.રૈના બો.યુવરાજ

૬૫

૩૮

 

ડયુમિની કો.ગંભીર બો.બાલાજી

૧૬

૨૩

 

બેહાર્ડિન કો.રૈના બો.ઝહીર

૧૩

૧૨

 

પીટરસન બો.ઝહીર

૧૦

૧૦

 

એ.મોર્કેલ બો.બાલાજી

૧૦

૦૬

 

બોથા કો.રૈના બો.અશ્વિન

૦૮

૦૫

 

સ્ટેન અણનમ

૦૦

૦૦

 

એમ.મોર્કેલ બો.બાલાજી

૦૬

૦૩

 

વધારાના (લેગબાય ૩, નોબોલ ૧)

૦૪

 

 

 

 

કુલ ૧૯.૫ ઓવરમાં ઓલઆઉટ

૧૫૧

 

 

 

 


વિકેટનો ક્રમઃ ૧/૦ (અમલા ૦.૨), ૨/૧૬(કાલીસ ૩.૩), ૩/૪૬(ડિ વિલિયર્સ ૬.૧) ૪/૯૫ (ડયુ પ્લેસીસ ૧૨.૪), ૫/૧૦૭ (ડયુ પ્લેસીસ ૧૨.૪), ૬/૧૨૭ (બેહાર્ડિન ૧૭.૨), ૭/૧૨૭(પીટરસન ૧૭.૩), ૮/૧૩૮ (બોથા ૧૮.૫), ૯/૧૩૮ (બોથા ૧૮.૫), ૧૦/૧૫૧ (એમ.મોર્કેલ ૧૯.૫)
બોલિંગઃ ઝહીર ૪-૦-૨૨-૩, પઠાણ ૩-૦-૨૬-૧ ,યુવરાજ ૪-૦-૨૩-૨, રોહિત ૧-૦-૧૩-૦, અશ્વિન ૪-૦-૨૭-૧, બાલાજી ૩.૫-૦-૩૭-૩.

સેમિફાઈનલ

૪ ઓક્ટો.     શ્રીલંકા

 પાક

૫ ઓક્ટો.    ઓસ્ટ્રેલિયા

 વેસ્ટઈન્ડિઝ


બંને મચો કોલંબોમાં સાંજે ૭થી

પોઈન્ટ ટેબલ

દેશ

મેચ

જીત

  હાર

પોઈન્ટ

નેટ રનરેટ

ઓસ્ટ્રેલિયા

+ ૦.૪૬૪

પાકિસ્તાન

+ ૦.૨૭૩

ભારત

- ૦.૨૭૪

દ.આફ્રિકા

-૦.૪૨૧


પ્રત્યેક પાંચ ઓવર

ઓવર

ભારત

સાઉથ આફ્રિકા

૯/૦

૨/૧

૩૦/૨

૩૨/૨

૧૦

૬૮/૪

૭૩/૩

૧૫

૧૦૯/૪

૧૦૭/૫

૨૦

૧૫૨/૬

૧૫૧(૧૯.૫)

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved