Last Update : 03-October-2012, Wednesday

 

૧૮૮૦ કરોડના ખર્ચના આંકડા બાદ મોદીનો યુ-ટર્ન
કેન્દ્ર સરકાર સોનિયાજીના પ્રવાસના ખર્ચની માહિતી કેમ આપતી નથી ?

અખબારી અહેવાલ ખોટો છાપ્યો હોય તો સરકારે કેમ પગલાં ભર્યાં નહીં ?દાળમાં કંઈક કાળાની ગંધઃમોદી

ગાંધીનગર,મંગળવાર
કેન્દ્ર સરકાર ઉપર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રહારો કરવાની કોઈ તક છોડતા નથી ત્યારે ગઈકાલે એક અખબારના અહેવાલને ટાંકી સોનિયાજીના વિદેશ પ્રવાસ ઉપર ૧૮૮૦ કરોડનો ખર્ચ થયાની વાત કર્યા બાદ ખુદ આરટીઆઈ કાર્યકર્તાએ જ આ વાતને નકારી કાઢતાં મોદીએ આ વાતમાં યુ-ટર્ન લઈલીધો છે અને હવે કેન્દ્ર સરકાર સોનિયાજીના વિદેશ પ્રવાસ ખર્ચની માહિતી કેમ આપતી નથી તે મુદ્દો ઉપાડી લીધો છે. આજે ગાંધીનગરમાં તેમણે કહયું હતું કે, દેશના નાગરિકને કેન્દ્ર સરકાર કયા રૃપિયા ખર્ચે છે તે જાણવાનો અધિકાર નથી.? ત્રણ વર્ષ બાદ પણ આરટીઆઈ કાર્યકર્તાને સોનિયાજીના વિદેશ પ્રવાસની માહિતી મળી નથી.
કેન્દ્ર સરકારમાં યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધીએ છેલ્લા ત્રણ જ વર્ષમાં વિદેશ પ્રવાસ ખર્ચ પેટે ૧૮૮૦ કરોડ રૃપીયા જેટલો જંગી ખર્ચ કર્યો હોવાનો એક અખબારના અહેવાલ બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દાને ચૂંટણીમાં ઉછાળવાનું મન બનાવી લઈ ગઈકાલે સૌરાષ્ટ્રમાં એક જાહેર સભામાં આ ખર્ચની વિગતો જાહેર કરી હતી. જો કે મોદીએ આ આંકડો રજૂ કરતાંની સાથે જ કોંગ્રેસ પક્ષમાં દોડધામ મચી ગઈ હતી અને આ આંકડો તદ્દન ખોટો હોવાનું કોંગ્રેસે કહયું હતું. ત્યારબાદ આરટીઆઈ કાર્યકર્તાએ પણ તેને આજદીન સુધી કેન્દ્ર સરકારમાંથી સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ ખર્ચ અંગે કોઈ માહિતી નહી મળી હોવાનું કહેતાં મોદી ભરાઈ પડયા હતા. હવે ભરાઈ પડયા બાદ તેમાંથી બહાર નીકળવાની આવડતોથી ટેવાયેલા નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાનને આ મુદ્દે ભીંસમાં લીધા છે. તેમણે આજે ગાંધીનગરના કાર્યક્રમમાં કહયું હતું કે, હિસ્સારના કોઈ યુવાને સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ ઉપર થયેલા ખર્ચની વિગતો ત્રણ વર્ષ અગાઉ માંગી હતી. આજ દીન સુધી આ યુવાનને સરકાર દ્વારા કોઈ માહિતી પુરી પાડવામાં આવી નથી. સોનિયા ગાંધીના અંગત જીવનની માહિતી તો માંગવામાં આવી નથી તો પછી કેન્દ્ર સરકાર આ માહિતી કેમ આપતી નથી.? સરકાર દેશ અને દુનિયામાં આરટીઆઈનો કાયદો લાવી હોવાનું રટણ કરે છે ત્યારે આ કાયદા હેઠળ માહિતી કેમ આપવામાં આવતી નથી. માહિતી નહીં આપવા પાછળ દાળમાં કંઈક કાળુ હોવાની ચોક્કસ ગંધ આવી રહી છે તેવું તેમણે ઉમેર્યું હતુ.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved