Last Update : 03-October-2012, Wednesday

 

સરસપુરમાં ગણેશ વિસર્જન યાત્રામાં જીવલેણ હુમલો કરનારા
આરોપીનું 'સરઘસ' કાઢવાની માંગ સાથે પટેલોના ઘર પર પથ્થરમારો

૫૦૦ લોકોના ટોળાએ પાંચ વાહનોમાં તોડફોડ કરીઃ મહિલા કોર્પોરેટરે રાજકીય દબાણ લાવતા પોલીસ પ્રેક્ષક બન્યાની ચર્ચા

અમદાવાદ, મંગળવાર
સરસપુરની કડિયાવાડમાં ગત રાતે ૫૦૦થી વધુ લોકોના ટોળાએ પટેલ સમાજના લોકોના ચાર ઘર પર પથ્થરમારો કરી પાંચ વાહનોમાં તોડફોડ કરતા વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઇ હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે મહિલા કોર્પોરેટરની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનથી કડિયાવાડ સુધી ધસી આવેલા ટોળાને રોકવા પોલીસે 'સમ ખાવા' પુરતો પણ પ્રયાસ કર્યો ન હતો. એટલું જ નહીં લોકોમાં ચર્ચા છે કે મહિલા કોર્પોરેટરે ગાંધીનગરથી ફોન કરાવતા એક કલાક સુધી ટોળુ આતંક મચાવતુ રહ્યું અને પોલીસ દોઢ કિમી દુરથી પણ ઘટના સ્થળ સુધી પહોંચી ન શકી! જેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસનું કેહવું છે કે પથ્થરમારા અને તોડફોડની ઘટના અંગે ઠાકોર સમાજના કેટલાક શખ્સો વિરૃધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
કડિયાવાડની સાર્વજનીક ગણેશ પ્રતિમાને શુક્રવારે મોડી સાંજે વિસર્જન માટે લઇ જવાઇ રહી હતી. આંબેડકર હોલ નજીક વિસર્જન યાત્રામાં યુવકોના બે જૂથો એક વર્ષ જૂની અદાવતમાં ફરી વાર બાખડી પડયા હતા અને એક બીજા પર જીવલેણ હુમલો કરાયો હતો. જેમાં અલ્પેશ ઉર્ફે ટીણીયો પટેલ, તેના ભાઇઓ ગોટી અને વિશાલ તથા ચેતન ઉર્ફે ગુગો ઠાકોરે મળીને જીતુ ઠાકોર નામના યુવકને ચપ્પાના ઘા ઝીંક્યા હતા. આ અંગે પોલીસે જીતુને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડી અલ્પેશ ઉર્ફે ટેણીયા સહિત ચારેય આરોપીઓ વિરૃધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.
સોમવારની રાતેેેેે ૯.૩૦ વાગ્યે શહેરકોટડા પોલીસે અલ્પેશ ઉર્ફે ટેણીયાને પકડી પાડયો હતો. જે વાતની જાણ જીતુના પરિવાર સહિત ઠાકોર સમાજના લોકોમાં આગની જેમ ફેલાતા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા. શહેરકોટડા પી.આઇ એ.કે પરમારના કહેવા પ્રમાણે ટોળાની માંગ હતી કે- પકડાયેલા આરોપી અલ્પેશ ઉર્ફે ટેણીયાને જાહેરમાં ફટકારી તેનું સરઘસ કાઢો જેથી તે બીજાવાર આ રીતે કોઇના પર હુમલો ન કરે.
સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે- સ્થાનિક કોર્પોરેટર મંજૂલાબહેન ઠાકોર ટોળાને લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે સમજાવીને ટોળાને વિખેેેરતા ટોળુ મંજૂલાબહેનની આગેવાનીમાં રાતે ૧૧ વાગ્યે કડિયાવાડમાં આવેલા આરોપી અલ્પેશના ઘર સુધી ધસી આવ્યું હતુ. દંડા અને પાઇપો સાથે ધસી આવેલા લોકોએ અલ્પેશ સહિત તેની આસપાસના ત્રણ એમ કુલ ચાર પટેલ પરિવારના ઘરો પર હુમલો કરી બે રીક્ષા, એક સ્કૂટર, એક ઇટર્નો અને એક મારૃતીવાનમાં તોડફોડ કરી હતી.
આશરે એક કલાક સુધી ટોળાએ મચાવેલા આતંકની જાણ કેટલાક સ્થાનિક લોકોએ પોલીસ કંટ્રોલ રૃમને કરી હોવા છતાં પોલીસ સ્ટેશનથી દોઢ કિમી દુર આવેલી કડિયાવાડમાં પોલીસ દોઢ કલાક સુધી પહોંચી ન હતી. લોકોએ રોષ વ્યક્તા કરતા આક્ષેપ કર્યો હતો કે ટોળામાં કોર્પોરેટર મંજૂલાબહેનનો દીકરો પણ હતો, અને ઠાકોર સમાજની આગેવાની લઇને આવેલા મંજૂલાબહેને પોલીસ પર રાજકિય દબાણ લાવી પોલીસને રોકી રાખી હતી.
શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે- પથ્થરમારા અને વાહનમાં તોડફોડની ઘટનાને પગલે પોલીસે ઠાકોર સમાજના કેટલાક લોકો વિરૃધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પી.આઇ પરમારે ઉમેર્યુ હતુ કે- જીતુ પણ અગાઉ પોલીસ હાથે પકડાયેલો છે, જ્યારે અલ્પેશ પણ આંકડાનો અઠંગ ખેલાડી છે. આ બન્નેના જૂથ વચ્ચે છેલ્લા એક વર્ષથી તકરાર ચાલી રહી છે. ગણેશ વિસર્જનમાં પણ તેજ કારણોસર લોહીયાળ હુમલો થયો હતો.

ટોળાના ડરે અલ્પેશને રાતે કાળુપુર પોલીસને સોંપાયો!
* સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે- અલ્પેશ ઉર્ફે ટેણીયાની ધરપકડની વાત વિસ્તારમાં વહેતી થતા મોટી સંખ્યામાં લોકો શહેરકોટડા પોલીસ સ્ટેશન ધસી આવ્યા હતા. અલ્પેશને જાહેરમાં ફેરવવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર બનેલા ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લેતા પોલીસ એલર્ટ થઇ હતી. રાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અલ્પેશ ઉર્ફે ટેણીયાને કાળુપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં પુરવાની ફરજ પડી હતી.

અલ્પેશની માતા સહિતના રહીશો ઘરમાં પુરાઇ ગયા
* અલ્પેશની માતા જયાબહેનનું કહેવું છે કે રાતે અલ્પેશની ધરપકડ બાદ તે ઘરે એકલા હતા. દરમિયાન કડિયાવાડમાં ઘુસી આવેલા ટોળાથી બચવા તે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી રૃમમાં પુરાઇ ગયા હતા. આ જ સ્થિતિ પાડોશના નિશાન બનેલા ઘરના સભ્યોની હતી. ટોળા સામે લાચાર નિર્દોષ નાગરીકોને સુરક્ષા પુરી પાડવામાં નિષ્ફળ રહેલી સ્થાનિક પોલીસ સામે પણ આકરા પગલા લેવાની માંગ લોકોમાં ઉઠી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આજે ભારતે સમિકરણોની ચિંતા કર્યા વગર સાઉથ આફ્રિકાને હરાવવું જ જોઈએ

આફ્રિદીને બેટિંગમાં આગળ મોકલવાનું પાકિસ્તાનને ભારે પડયું

પાકિસ્તાન કરતા સાઉથ આફ્રિકા ભારત માટે વધુ પડકાર સર્જશે
વેસ્ટ ઈંડિઝ સુપર ઓવરમાં જીત્યું ન્યુઝીલેન્ડ વર્લ્ડકપમાંથી ફેંકાયું

કોહલી મહાન બેટ્સમેનોની હરોળમાં ઉભો રહેવાના તમામ ગુણો ધરાવે છે

ચિદમ્બરમે રીફોર્મ્સ આગળ વધારતા શેરોમાં વ્યાપક તેજી ઃ નિફટી ૫૭૧૯, સેન્સેક્ષ ૧૮૮૨૪ની ઊંચાઈએ
સોના-ચાંદીમાં આરંભિક મંદી પછી મોડી સાંજે વિશ્વ બજાર પાછળ ઝડપી ઉછાળો
રિફોર્મ્સની શરૃઆત પણ લોનની માગમાં સૂસ્તી

ગદ્દાફીને બળવાખોરોએ નહિ ફ્રાંસના એજન્ટે સારકોઝીના ઇશારે ગોળી મારી હતી

હાલમાં ચૂંટણી યોજાય તો ઓબામા અમેરિકામાં ૨૭૧ મતથી જીતી જાય
અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં નાટો સૈનિકો સહિત ૨૦નાં મોત

મોબાઇલ સિનેમામાં ફેરવાઇ જતી નવી સ્માર્ટ કાર તૈયાર

ચીન સમાજવાદની તેની વિશિષ્ટતાને વળગી રહે

સ્થાનિક કાર કંપનીઓની નિકાસમાં ઘટાડો

RINLનો IPO ૧૬ ઓક્ટોબરે ખુલશે
 
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved